Gujarat Rain Forecast Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-rain-forecast/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 11:20:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Rain Forecast Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-rain-forecast/ 32 32 ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/#respond Wed, 20 Aug 2025 11:20:09 +0000 https://www.gujaratinside.com/?p=16792 ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના...

The post ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી બે કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ આગામી બે કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દ્વારકા અને જામનગરમાં પણ આગામી બે કલાકમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હાલ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અનરાધાર વરસાદથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

 

The post ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-heavy-rain-forecast-saurashtra-south-gujarat/feed/ 0
રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/ https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/#respond Fri, 15 Aug 2025 13:48:10 +0000 https://www.gujaratinside.com/?p=16391 સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા...

The post રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા લોકોને મળી નથી.

મેળાના મુલાકાતીઓએ રોષ વ્યક્ત કર્યો કે રાઈડ્સ વિના મેળાની મજા અધૂરી રહી છે. આ જ સ્થિતિ ગોંડલના લોકમેળામાં પણ જોવા મળી હતી, જ્યાં સતત બીજા દિવસે રાઈડ્સ બંધ રહી હતી. સંચાલકોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા આકરી SOP લાગુ કરવામાં આવી છે અને અધિકારીઓની મંજૂરીના અભાવે મુલાકાતીઓને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

આ વર્ષે સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, હવામાન વિભાગે 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જે મેળાની મજામાં વિઘ્ન ઊભું કરી શકે છે. તેમ છતાં મેળાનું આયોજન યથાવત રહેશે.

 

The post રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/feed/ 0
જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/ https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/#respond Thu, 14 Aug 2025 10:51:10 +0000 https://www.gujaratinside.com/?p=16213 ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...

The post જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. 16મી ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનો મોજો રહેશે.

17મી અને 18મી ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી શકે છે. 17મી ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 18મી ઓગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

19મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 20મી ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદ માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે.

હાલમાં ગુજરાતમાં સરેરાશ 64 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, જે આશરે 22 ઈંચ છે. ખેતીનું કામ લગભગ 82 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે અને સરદાર સરોવરમાં 78 ટકા પાણી ભરાયું છે.

 

The post જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/feed/ 0