Gujarat Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-rain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:18:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Rain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-rain/ 32 32 બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/ https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/#respond Sat, 20 Sep 2025 11:10:54 +0000 https://www.gujaratinside.com/?p=19692 ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

 

The post બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/cyclonic-circulation-bay-of-bengal-gujarat-heavy-rain-novratri/feed/ 0
ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/ https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/#respond Fri, 19 Sep 2025 10:50:07 +0000 https://www.gujaratinside.com/?p=19610 ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24...

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ત્યાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદના ઓછી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ૨૦૨૫ના ચોમાસામાં આજની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં કચ્છમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧૧૦ ટકા તેમજ સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ વરસાદ થયો છે.

છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ૨૦૨૨માં ૧૨૨ ટકા, ૨૦૨૩માં ૧૦૮ ટકા અને ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો.

 

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/feed/ 0
ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/ https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/#respond Wed, 17 Sep 2025 05:25:52 +0000 https://www.gujaratinside.com/?p=19448 અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે. હાલમાં...

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે.

હાલમાં 12 જળાશયો 80 થી 90 ટકા જળસ્તર વચ્ચે હોવાથી એલર્ટ પર છે, જ્યારે 17 જળાશયો 70 થી 80 ટકા જળસ્તર વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. 70 ટકાથી ઓછું જળસ્તર ધરાવતા 32 જળાશયો પણ રાજ્યમાં છે.

રીજનલ લેવલ પર જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13 અને દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર હાલમાં 92.47 ટકા જળસ્તર સાથે સંતોષકારક સ્થિતિમાં છે.

રાજ્યના જળસંચય વિભાગ મુજબ સતત વરસાદ અને નદી-નાળામાં આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જળાશયોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

 

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/feed/ 0
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/#respond Mon, 08 Sep 2025 13:47:55 +0000 https://www.gujaratinside.com/?p=18789 ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને કચ્છના 7 રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • રાપરમાં 4.45 ઇંચ
  • ગાંધીધામમાં 3.43 ઇંચ
  • ભચાઉમાં 3.15 ઇંચ
  • નખત્રાણામાં 2.99 ઇંચ
  • ભુજમાં 2.64 ઇંચ
  • અંજારમાં 2.36 ઇંચ
  • અબડાસામાં 1.5 ઇંચ
  • માંડવીમાં 1.1 ઇંચ 
  • મુંદ્રામાં 1 ઇંચ 

પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં આશરે 2.5 ઇંચ નોંધાયો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે, અને કચ્છ કલેક્ટર આન્નંદ પટેલે નાગરિકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભુજ, અંજાર અને પૂર્વ કચ્છમાં પાણી ભરાવાના ખતરાને પગલે પોલીસ તંત્ર સજ્જ છે, અને સ્થાનિક લોકોને મદદ માટે સતત પ્રાવસ્થા રાખવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/feed/ 0
બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/ https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/#respond Mon, 08 Sep 2025 03:45:15 +0000 https://www.gujaratinside.com/?p=18679 ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ...

The post બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત રાજ્યમાં આ વરસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલુ વરસાદે શનિવારથી રવિવાર વચ્ચે ઘણા જિલ્લાઓમાં અવિરત ત્રાટક કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં મેઘરાજાનો તાંડવ

બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં આભ ફાટી પડતાં 14.17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદે નગર અને ગામડાંઓને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ બન્યો હતો. અનેક વિસ્તારોમાં ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સુઇગામ સિવાય અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભાભરમાં 8.62 ઈંચ, થરાદમાં 7.83 ઈંચ, વાવમાં 7.8 ઈંચ અને દિયોદરમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, તો બીજી બાજુ કેટલીક ખેતીને તાત્કાલિક ફાયદો પણ થયો છે.

કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદ

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 9.25 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિકો હેરાન થયા હતા. ખાસ કરીને પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજાની કૃપા

બનાસકાંઠા અને કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકાઓમાં 4.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો પરેશાન બન્યા હતા.

તંત્ર સજાગ

અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર ચેતી ગયું છે. દમકલ વિભાગ તેમજ તાલુકા સ્તરે રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે. જો વરસાદનું ત્રાટક આવનારા કલાકોમાં યથાવત રહેશે તો અનેક વિસ્તારોમાં ખાલી કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે છે.

લોકોમાં ચિંતા, ખેડૂતોમાં મિશ્ર ભાવના

ભારે વરસાદને કારણે સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘરોમાં પાણી ઘુસી જતાં સામાનને નુકસાન થયું છે, જ્યારે માર્ગોમાં પાણી ભરાતા રોજિંદી જિંદગી અસરગ્રસ્ત થઈ છે. બીજી તરફ ખેડૂતોમાં મિશ્ર ભાવનાઓ છે. કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની ભીતિ છે, તો કેટલાક વિસ્તારોમાં પાકને જીવતદાન મળ્યું છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદે એક તરફ રાહતનો શ્વાસ આપ્યો છે, તો બીજી તરફ ચિંતા અને મુશ્કેલીઓ ઊભી કરી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી, રાજ્યના નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

The post બનાસકાંઠાના સુઇગામમાં 14 ઈંચ અને કચ્છના રાપરમાં 9.25 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/banaskantha-suigam-rain-14-inch-kutch-rapar-9-inch/feed/ 0
સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/ https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/#respond Sat, 30 Aug 2025 16:25:30 +0000 https://www.gujaratinside.com/?p=17829 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ નોંધાયો.

ડેમમાં છેલ્લા 24 કલાકમાં સપાટી 24 સે.મી. વધતાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23,501 ક્યુસેક છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8,850.40 MCM છે. સપાટી વધતા તંત્ર દ્વારા 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યુસેક પાણી છોડાયું છે.

નદીમાં પાણી છોડાયના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

The post સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/sardar-sarovar-dam-94-percent-full/feed/ 0
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ https://www.gujaratinside.com/2025/08/29/gujarat-103-taluka-heavy-rain-tapi-dolwan/ https://www.gujaratinside.com/2025/08/29/gujarat-103-taluka-heavy-rain-tapi-dolwan/#respond Fri, 29 Aug 2025 13:30:04 +0000 https://www.gujaratinside.com/?p=17717 રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર નોંધાયો. તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસ્તારવાર વાત કરીએ તો પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં...

The post ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શુક્રવારે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર નોંધાયો. તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વિસ્તારવાર વાત કરીએ તો પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં 2.95 ઇંચ, સુરતના માંડવીમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના ઉમરગામ, આણંદ, સુરતના બારડોલી, ભાવનગરના મહુવા તાલુકામાં 2 ઇંચના આસપાસ વરસાદ નોંધાયો છે.

નવસારીના ચીખલી, ગણદેવી, ખેરગામ, વાંસદા, સુરતના મહુવા, કામરેજ, ખેડાના વસો, તાપીના સોનગઢ, સાબરકાંઠાના હિંમતનગર, વિજયનગર અને વલસાડના ધરમપુર સહિત 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 77 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં મોસમ અનુકૂળ રહેતા ખેડૂતો અને લોકોને વરસાદના લાભ મળી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર નોંધાઈ રહી છે.

 

The post ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, તાપી-ડોલવણમાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/gujarat-103-taluka-heavy-rain-tapi-dolwan/feed/ 0
ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ https://www.gujaratinside.com/2025/08/25/harnav-river-flood-two-families-rescued/ https://www.gujaratinside.com/2025/08/25/harnav-river-flood-two-families-rescued/#respond Mon, 25 Aug 2025 11:22:02 +0000 https://www.gujaratinside.com/?p=17270 રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં...

The post ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં કામ કરતા બે પરિવારો અને કુલ 15 લોકો હરણાવ નદીના પાણીમાં ફસાયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું. ફાયર વિભાગે તમામને સલામત બહાર કાઢી દીધા છે. NDRF અને SDRF ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પણ પાણીમાં ફસાયા હતા, જેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

હરણાવ જળાશયમાંથી 15,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદી ભયજનક સ્તરે વહી રહી છે. આ વચ્ચે, ગુજરાતમાં ચોમાસું મોસમ બરાબર ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 27.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે વર્ષના 80% વરસાદના સમાન છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોનું સરેરાશ જળસ્તર 78.82 ટકા છે, જેમાંથી 59 જળાશયો છલોછલ ભરાયા છે અને જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

The post ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/harnav-river-flood-two-families-rescued/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/#respond Sun, 24 Aug 2025 04:39:14 +0000 https://www.gujaratinside.com/?p=17120 ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં સર્વાધિક 101.37 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં પણ 80 ઈંચથી વધુ વરસાદ થયો છે.

હાલમાં ગુજરાતના 42 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરાઈ ગયો છે, પરંતુ કેટલાક તાલુકામાં હજુ પણ 60 ટકાથી ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સાંતલપુર, સમી અને રાધનપુર સહિત અનેક તાલુકાનો સમાવેશ થાય છે.

જળાશયોની સ્થિતિ જોતા હાલ 59 જળાશયો છલોછલ ભરાયા છે, 71માં 70 થી 100 ટકા, 31માં 50 થી 70 ટકા, 26માં 25 થી 50 ટકા અને 19 જળાશયો 25 ટકાથી પણ ઓછા સ્તરે છે.

શનિવારે રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડના ધરમપુરમાં 4.25 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 4 ઈંચ અને પારડીમાં 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાપીના વ્યારા-સોનગઢ અને નર્મદાના ગરૂડેશ્વર તથા નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર આજે રવિવારે (24મી ઓગસ્ટ) ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/feed/ 0
સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/#respond Wed, 20 Aug 2025 05:14:47 +0000 https://www.gujaratinside.com/?p=16775 સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો...

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય અને માણેકવાડા સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુવંતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓઝત-2, ઓઝત શાપુર અને ઓઝત વંથલી સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. ઓઝત શાપુરના 10 દરવાજા 0.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ અને બાલાપર વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે, મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/feed/ 0