Gujarat Red Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-red-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 07 Sep 2025 03:41:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Red Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-red-alert/ 32 32 અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/ https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/#respond Sun, 07 Sep 2025 03:41:09 +0000 https://www.gujaratinside.com/?p=18627 અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

આ દરમ્યાન બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાળી પાસે સાબરમતી નદી વચ્ચે 8 લોકો ફસાયા હતા. SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. GPSC પરીક્ષા કેન્દ્રોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ વિવિધ ડેમના જળસ્તર અને વરસાદની આવક અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંભવિત કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 12 NDRF અને 20 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. કપરાડામાં માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ અને 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ થયો હતો. તેમાં બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાણંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં જામકંડોરણા (2.85 ઇંચ), પ્રાંતિજ (2.75 ઇંચ), બાયડ અને ઉમરગાંવ (2.60 ઇંચ)માં વરસાદ પડ્યો હતો. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

 

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/#respond Sun, 24 Aug 2025 04:39:14 +0000 https://www.gujaratinside.com/?p=17120 ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં સર્વાધિક 101.37 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં પણ 80 ઈંચથી વધુ વરસાદ થયો છે.

હાલમાં ગુજરાતના 42 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરાઈ ગયો છે, પરંતુ કેટલાક તાલુકામાં હજુ પણ 60 ટકાથી ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સાંતલપુર, સમી અને રાધનપુર સહિત અનેક તાલુકાનો સમાવેશ થાય છે.

જળાશયોની સ્થિતિ જોતા હાલ 59 જળાશયો છલોછલ ભરાયા છે, 71માં 70 થી 100 ટકા, 31માં 50 થી 70 ટકા, 26માં 25 થી 50 ટકા અને 19 જળાશયો 25 ટકાથી પણ ઓછા સ્તરે છે.

શનિવારે રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડના ધરમપુરમાં 4.25 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 4 ઈંચ અને પારડીમાં 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાપીના વ્યારા-સોનગઢ અને નર્મદાના ગરૂડેશ્વર તથા નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર આજે રવિવારે (24મી ઓગસ્ટ) ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/feed/ 0