Gujarat Road Accident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-road-accident/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 12:41:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Road Accident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-road-accident/ 32 32 સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/ https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/#respond Sun, 17 Aug 2025 12:21:15 +0000 https://www.gujaratinside.com/?p=16546 સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત...

The post સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો, પોલીસ તંત્ર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના કારણે હાઈવે પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકોની ઓળખ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.

The post સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/feed/ 0
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત https://www.gujaratinside.com/2025/08/15/bhavnagar-ahmedabad-highway-accident-one-dead-15-injured/ https://www.gujaratinside.com/2025/08/15/bhavnagar-ahmedabad-highway-accident-one-dead-15-injured/#respond Fri, 15 Aug 2025 09:41:01 +0000 https://www.gujaratinside.com/?p=16335 ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત...

The post ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માત પછી તાત્કાલિક સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ ટેન્કર ચાલકની શોધ માટે તપાસ હાથ ધરાઈ રહી છે.

 

The post ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/bhavnagar-ahmedabad-highway-accident-one-dead-15-injured/feed/ 0
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/ https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/#respond Sun, 20 Jul 2025 13:25:26 +0000 https://www.gujaratinside.com/?p=14998 ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને  નીકળેલી કારે અચાનક સાફ સફાઈ કરી રહેલી મહિલા સફાઈકર્મીને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ મહિલાની હાલત ગંભીર બની ગઈ અને તે જમીન પર પટકાઈ પડી. આ ઘટના બાદ કારચાલક એ અકસ્માત સર્જીને કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર તુરંત ગાડી લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

ગુજરાતમાં આવી ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે અને લોકોમાં રોડ સલામતી અને ડ્રાઇવિંગ શિસ્ત અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે.

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/feed/ 0