Gujarat Tragedy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-tragedy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 13:08:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Tragedy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-tragedy/ 32 32 પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો https://www.gujaratinside.com/2025/09/06/pavagadh-goods-ropeway-collapse-six-dead/ https://www.gujaratinside.com/2025/09/06/pavagadh-goods-ropeway-collapse-six-dead/#respond Sat, 06 Sep 2025 13:08:20 +0000 https://www.gujaratinside.com/?p=18607 પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે...

The post પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ.

મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે સામગ્રી પરિવહન કરતી ગુડ્સ રોપ-વેનો તાર અચાનક તૂટી ગયો, જે દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું જણાયું છે. પંચમહાલના પોલીસ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સાથે જ, પવન અને વરસાદી સ્થિતિને પગલે પાવાગઢમાં પેસેન્જર રોપ-વે પણ સુરક્ષાની દૃષ્ટિએ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, જાહેર નિર્દેશ આપ્યા વિના પેસેન્જર રોપ-વે ચાલુ નહીં કરવામાં આવે.

 

The post પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/pavagadh-goods-ropeway-collapse-six-dead/feed/ 0
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/ https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/#respond Sun, 17 Aug 2025 12:21:15 +0000 https://www.gujaratinside.com/?p=16546 સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત...

The post સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો, પોલીસ તંત્ર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના કારણે હાઈવે પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકોની ઓળખ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.

The post સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/feed/ 0
પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત https://www.gujaratinside.com/2025/08/15/panchmahal-boy-drowned-in-pond/ https://www.gujaratinside.com/2025/08/15/panchmahal-boy-drowned-in-pond/#respond Fri, 15 Aug 2025 14:47:49 +0000 https://www.gujaratinside.com/?p=16400 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી...

The post પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ ટીમે કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો.

ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે.

The post પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/panchmahal-boy-drowned-in-pond/feed/ 0
બગોદરામાં કરુણાંતિકા: એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પીધી https://www.gujaratinside.com/2025/07/20/ahmedabad-family-suicide-bagodra-2025/ https://www.gujaratinside.com/2025/07/20/ahmedabad-family-suicide-bagodra-2025/#respond Sun, 20 Jul 2025 04:48:20 +0000 https://www.gujaratinside.com/?p=14960 અમદાવાદના નજીક આવેલા બગોદરા ગામમાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીધા બાદ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કૌટુંબિક ઓળખ અને ઘટનાનું વર્ણન પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિપુલ વાઘેલા પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને ચલાવતો હતો. તેઓ ધોળકાના બોરકોઠા...

The post બગોદરામાં કરુણાંતિકા: એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પીધી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના નજીક આવેલા બગોદરા ગામમાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીધા બાદ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

કૌટુંબિક ઓળખ અને ઘટનાનું વર્ણન

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિપુલ વાઘેલા પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને ચલાવતો હતો. તેઓ ધોળકાના બોરકોઠા ગામના દેવીપૂજક વાસના મૂળ નિવાસી હતા અને હાલમાં બગોદરામાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા.

મૃતકોમાં નીચેના સભ્યોનો સમાવેશ થાય છે:

  • વિપુલ વાઘેલા (પતિ)
  • સોનલ વાઘેલા (પત્ની)
  • સિમરન (11 વર્ષની દીકરી)
  • મયુર (8 વર્ષનો દીકરો)
  • પ્રિન્સી (5 વર્ષની દીકરી)

આ તમામે એકસાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ પગલાં પાછળનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

તાત્કાલિક પોલીસ કાર્યવાહી અને સ્થળ પર દોડધામ

ઘટનાની જાણ મળતા જ:

  • બગોદરા પોલીસ
  • એમ્બ્યુલન્સ ટીમ
  • અમદાવાદ ગ્રામ્ય SOG
  • LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)
  • FSL (ફોરેન્સિક ટીમ)
  • ધંધુકાના ASP

ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તપાસ ચાલુ, હજુ સુધી કોઈ સુસાઇડ નોટ નહિ મળી

પોલીસે હાલમાં ઘરના આંતરિક તટસ્થ પરિસ્થિતિની તપાસ શરૂ કરી છે. ત્યાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસ આજુબાજુના લોકોના નિવેદનો પણ લઈ રહી છે. પરિવારે શા માટે આ પગલું લીધું તે અંગે હાલ કોઈ નક્કર સંકેત મળ્યો નથી, પરંતુ આર્થિક તંગી અથવા માનસિક તણાવ શક્ય કારણ બની શકે છે .

The post બગોદરામાં કરુણાંતિકા: એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા પીધી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/ahmedabad-family-suicide-bagodra-2025/feed/ 0