Gujarat violence case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-violence-case/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 07:37:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat violence case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-violence-case/ 32 32 5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ https://www.gujaratinside.com/2025/08/17/devayat-khavad-arrested-in-dhruvrajsinh-attack-case/ https://www.gujaratinside.com/2025/08/17/devayat-khavad-arrested-in-dhruvrajsinh-attack-case/#respond Sun, 17 Aug 2025 07:37:54 +0000 https://www.gujaratinside.com/?p=16504 ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે...

The post 5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં તેમને તેમના ફાર્મહાઉસ પરથી ઝડપી લીધા. હાલમાં દેવાયતની પત્નીની પણ પૂછપરછ શરૂ કરાઈ છે.

આ કેસમાં દેવાયત ખવડ પર આરોપ છે કે, તેમણે અને તેમના સાથીઓએ સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. ચિત્રોડ નજીકના રિસોર્ટથી સોમનાથ જતા વખતે તેમની કારને ટક્કર મારી અને 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપી રિવોલ્વર બતાવી ધમકી આપી હતી અને લગભગ ₹42,000થી વધુ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની પૃષ્ઠભૂમિ મુજબ, દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે અગાઉ ડાયરાની ચુકવણી મુદ્દે વિવાદ થયો હતો, જેના કારણે એ મનદુઃખ હાલ પણ ચાલી રહ્યું છે. ભોગ બનનાર યુવાને આરોપ મૂક્યો છે કે, હુમલાથી પહેલાં પણ તેને ઇન્સ્ટાગ્રામ પર ધમકી મળી હતી અને દેવાયતના ગાંઠિયા તેમના પીછા કરતા હતા.

આ સમગ્ર ઘટના લોકસાહિત્યકારના પ્રતિષ્ઠિત ઈમેજ માટે મોટો આંચકો છે, તેમજ પોલીસ હવે આગળની તપાસમાં દોષિતોને કાનૂની જાળમાં લાવવાની દિશામાં કામ કરી રહી છે.

The post 5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/devayat-khavad-arrested-in-dhruvrajsinh-attack-case/feed/ 0