Gujarat Weather Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 24 Aug 2025 04:39:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Weather Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather-alert/ 32 32 ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/ https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/#respond Sun, 24 Aug 2025 04:39:14 +0000 https://www.gujaratinside.com/?p=17120 ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ...

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે કુલ 167 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ થયો છે. જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ વલસાડમાં 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ નોંધાયો છે. ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં સર્વાધિક 101.37 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં પણ 80 ઈંચથી વધુ વરસાદ થયો છે.

હાલમાં ગુજરાતના 42 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરાઈ ગયો છે, પરંતુ કેટલાક તાલુકામાં હજુ પણ 60 ટકાથી ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સાંતલપુર, સમી અને રાધનપુર સહિત અનેક તાલુકાનો સમાવેશ થાય છે.

જળાશયોની સ્થિતિ જોતા હાલ 59 જળાશયો છલોછલ ભરાયા છે, 71માં 70 થી 100 ટકા, 31માં 50 થી 70 ટકા, 26માં 25 થી 50 ટકા અને 19 જળાશયો 25 ટકાથી પણ ઓછા સ્તરે છે.

શનિવારે રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડના ધરમપુરમાં 4.25 ઈંચ, જૂનાગઢના ભેસાણમાં 4 ઈંચ અને પારડીમાં 3.54 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાપીના વ્યારા-સોનગઢ અને નર્મદાના ગરૂડેશ્વર તથા નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર આજે રવિવારે (24મી ઓગસ્ટ) ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, વલસાડમાં સર્વાધિક 78 ઈંચ વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/24/gujarat-monsoon-80-percent-rainfall-valsad-78-inch-heavy-rain-alert/feed/ 0