Gujarat Weather Forecast Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather-forecast/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 17 Aug 2025 11:15:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Weather Forecast Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather-forecast/ 32 32 ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/ https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/#respond Sun, 17 Aug 2025 11:15:10 +0000 https://www.gujaratinside.com/?p=16534 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ,...

The post ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.

19 ઓગસ્ટે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા અન્ય 29 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

20-21 ઓગસ્ટ દરમ્યાન, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા બાકી જિલ્લાના મોટા ભાગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને 21 ઓગસ્ટે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

22-23 ઓગસ્ટની આગાહી મુજબ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

 

The post ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/feed/ 0