Gujarat Weather Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 05:40:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Weather Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-weather/ 32 32 વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા https://www.gujaratinside.com/2025/09/21/vadodara-waghodia-navratri-rain-garba-ground-waterlogging/ https://www.gujaratinside.com/2025/09/21/vadodara-waghodia-navratri-rain-garba-ground-waterlogging/#respond Sun, 21 Sep 2025 05:40:04 +0000 https://www.gujaratinside.com/?p=19754 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ગરબા આયોજકો...

The post વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં નવરાત્રીના એક દિવસ પહેલાં વહેલી સવારે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

આ અચાનક આવેલા વરસાદથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. વરસાદને કારણે વાઘોડિયાની મુખ્ય સડકો તેમજ નાની ભાગોળ અને ઈન્દ્રપુરી જેવા ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું છે.

જેના કારણે ગરબા આયોજકો માટે ગ્રાઉન્ડ ફરીથી તૈયાર કરવું મોટો પડકાર બની ગયો છે. માટી અને ધૂળ ધરાવતા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કાદવ ફેલાઈ ગયો છે, જે ખેલૈયાઓ માટે રમવાની અનુકૂળતા ઘટાડી શકે છે.

લોકોમાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે અને ખેલૈયાઓ આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. આવા સમયે વરસાદ પડવાથી ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે કે જો વરસાદ ચાલુ રહેશે તો તેમની પ્રેક્ટિસ તેમજ તહેવારની ઉજવણી પર અસર પડી શકે છે.

હાલમાં વાતાવરણ ઠંડું અને આનંદમય બની ગયું છે, છતાં સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આકાશ સાફ થઈ જાય અને માતાજીની આરાધનામાં કોઈ વિઘ્ન ન પડે.

 

The post વાઘોડિયામાં નવરાત્રિ પૂર્વે વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા, આયોજકોમાં ચિંતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/vadodara-waghodia-navratri-rain-garba-ground-waterlogging/feed/ 0
નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/#respond Sat, 20 Sep 2025 12:05:00 +0000 https://www.gujaratinside.com/?p=19702 અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...

The post નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયું છે અને ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર કાદવ કીચડ દેખાઈ રહી છે.

પાણી ભરાતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

હવામાન વિભાગની માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ નોંધાયો છે:

  • વાગરામાં 3.78 ઇંચ
  • સુરતમાં 3.31 ઇંચ
  • લાઠીમાં 2.13 ઇંચ
  • ગઢડામાં 1.97 ઇંચ
  • વંથલીમાં 1.81 ઇંચ
  • બાબરામાં 1.77 ઇંચ
  • લિલિયામાં 1.54 ઇંચ
  • તળાજામાં 1.42 ઇંચ
  • વાઘોડિયામાં 1.18 ઇંચ
  • કામરેજમાં 1.18 ઇંચ
  • ઝઘડિયામાં 1.14 ઇંચ
  • ગરબાડામાં 1.02 ઇંચ 
  • વડોદરામાં 0.98 ઇંચ

આગાહી અનુસાર, રાજ્યમાં આજે હળવો થી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે નવરાત્રિ દરમ્યાન આયોજકો અને શહેરવાસીઓએ સાવચેતી રાખવી જરૂરી છે.

 

The post નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/feed/ 0
ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/ https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/#respond Fri, 19 Sep 2025 10:50:07 +0000 https://www.gujaratinside.com/?p=19610 ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24...

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાનું વિદાય વેળાએ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ત્યાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદના ઓછી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ૨૦૨૫ના ચોમાસામાં આજની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં કચ્છમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૧૧૦ ટકા તેમજ સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ વરસાદ થયો છે.

છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ૨૦૨૨માં ૧૨૨ ટકા, ૨૦૨૩માં ૧૦૮ ટકા અને ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો.

 

The post ગુજરાતમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી, કચ્છ-ઉત્તર ગુજરાતમાં શક્યતાઓ નહિવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/gujarat-rain-forecast-2025-monsoon-update/feed/ 0
ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/ https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/#respond Sun, 14 Sep 2025 15:25:59 +0000 https://www.gujaratinside.com/?p=19367 ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...

The post ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે. આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

આજે રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઈસરા ગામમાં વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભાવનગરના મહુવા તાલુકામાં અને ભાદ્રોડ ગામમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ઉકળાટ ઘટ્યો અને ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલીના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાધકડા ગામમાં નદીમાં પૂર આવતા નવીન પાણીની આવક થઈ હતી. અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં.

વરસાદના આ પહેલા પોક્ષેપાત્ર પ્રભાવથી કપાસ, બાજરી, મગફળી, મગ, અડદ, જુવાર અને મકાઈ જેવા પાકોને લાભ મળ્યો છે. છોટા ઉદેપુર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબકતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ગીરી મથક સાપુતારામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, જેમાં કુદરતી સૌંદર્ય અને ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજ્યમાં આ સીઝન દરમિયાન અત્યાર સુધી 108 ટકા વરસાદ નોંધાયો છે. સો ટકાથી વધુ વરસાદ ચાર ઝોનમાં નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોન હજી 93.55 ટકા પર છે.

અન્ય ઝોનોમાં ઉત્તર ગુજરાતમાં 118.72%, કચ્છમાં 135.95%, મધ્યપૂર્વમાં 110.11% અને દક્ષિણ ગુજરાતમાં 111.36% વરસાદ નોંધાયો છે. આ વરસાદી સ્થિતિ રાજ્યના ખેડૂતો માટે લાભદાયક અને સૌરાષ્ટ્રમાં હજુ વધુ વરસાદની રાહ જોવાઈ રહી છે.

 

The post ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/gujarat-rain-update-september-2025/feed/ 0
પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/ https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/#respond Mon, 08 Sep 2025 12:25:18 +0000 https://www.gujaratinside.com/?p=18762 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે. તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે....

The post પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે.

તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.

મેઘમહેર અને ડેમમાં પાણીની આવક વધતા અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. બોરીયા-મઠ જેકનપુરા રોડ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો માટે માર્ગ બંધ કરાયો છે અને હવે લોકો રાજગઢ તરફથી લાંબો વિકલ્પિક રસ્તો વાપરવા મજબૂર થયા છે. ધનેશ્વર અને નવાકુવા વિસ્તારના ક્રોસવે પર પણ પાણી ભરાઇને વાહનવ્યવહાર થંભી ગયો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બોરીયા અને મઠ જેકનપુરા પુલ પર બે ફૂટથી વધુ પાણી ફરી વળ્યા હોવાથી લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયાર છે.

 

The post પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/panchmahal-karad-dam-overflow-alert/feed/ 0
ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી https://www.gujaratinside.com/2025/09/04/gujarat-heavy-rain-red-alert/ https://www.gujaratinside.com/2025/09/04/gujarat-heavy-rain-red-alert/#respond Thu, 04 Sep 2025 11:09:19 +0000 https://www.gujaratinside.com/?p=18334 અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી. 5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ,...

The post ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી.

5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

6 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ અને 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, બાકીના 21 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

7 સપ્ટેમ્બરે માત્ર કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ અને 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

8 સપ્ટેમ્બરે વરસાદની સ્થિતિ શાંત રહેશે, માત્ર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જ રહેશે. હવામાન વિભાગે સૌને જરૂરી સાવચેતી રાખવા માટે આગાહી આપી છે અને પાણી ભરાવાના જોખમવાળા વિસ્તારોમાં સચેત રહેવાની સલાહ આપી છે.

ગુજરાતના મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા વહીવટી તંત્ર અને સેવાસંસ્થાઓ દ્વારા રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

 

The post ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/gujarat-heavy-rain-red-alert/feed/ 0
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/ https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/#respond Tue, 02 Sep 2025 13:18:12 +0000 https://www.gujaratinside.com/?p=18136 ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ ડેમમાં પાણીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઇએલર્ટ, 27 એલર્ટ અને 9 વોર્નિંગ લેવલ પર છે. સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજની વિગતો પણ આપવામાં આવી હતી.

NDRF અને SDRFના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસાની સ્થિતિમાં આવી શકે તેવી કટોકટી માટે NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એક NDRF ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે.

આબોહવા રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સૌથી વધુ 55 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 27 ઇંચ, સૌરાષ્ટ્રમાં 25 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 84 ઇંચ, ડાંગમાં 72 ઇંચ અને નવસારીમાં 66 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડા તાલુકામાં 110 ઇંચ, સુરતના ઉમરગામમાં 96.25 અને નવસારીના ખેરગામમાં 90 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 48 તાલુકામાં 40 ઇંચથી વધુ, 140 તાલુકામાં 20થી 40 ઇંચ અને 61 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે લોકો અને ખેતીવાડીઓને સાવચેત રહેવા આદેશ આપ્યો છે.

 

The post 4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gujarat-heavy-rain-forecast-sep-2025/feed/ 0
ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ https://www.gujaratinside.com/2025/08/20/bhavnagar-rain-mahuva-flood/ https://www.gujaratinside.com/2025/08/20/bhavnagar-rain-mahuva-flood/#respond Wed, 20 Aug 2025 09:28:03 +0000 https://www.gujaratinside.com/?p=16783 સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે...

The post ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે ગામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના તેજ પ્રવાહ વચ્ચે અવરજવર અશક્ય બની ગઈ હતી.

આ વચ્ચે ગુંદરણી ગામના શીવાભાઈ સોલંકી નામના વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને તેઓ ચાર કલાક સુધી અટવાયેલા રહ્યા. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીને કારણે શીવાભાઈને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જેને કારણે ગામજનો અને તંત્રને રાહતનો શ્વાસ મળ્યો. સાથે જ, ટ્રેક્ટરની મદદથી અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

આ સિવાય, ઠાંસા ગામમાં પણ જળબંબાકાર સર્જાયો છે. અહીં ભારે વરસાદના કારણે મકાનો અને મંદિરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

 

The post ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/bhavnagar-rain-mahuva-flood/feed/ 0
સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/#respond Wed, 20 Aug 2025 05:14:47 +0000 https://www.gujaratinside.com/?p=16775 સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો...

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય અને માણેકવાડા સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુવંતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓઝત-2, ઓઝત શાપુર અને ઓઝત વંથલી સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. ઓઝત શાપુરના 10 દરવાજા 0.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ અને બાલાપર વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે, મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/feed/ 0
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/ https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/#respond Fri, 15 Aug 2025 13:30:04 +0000 https://www.gujaratinside.com/?p=16384 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે....

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારતા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ આગામી 48 કલાકમાં રાજ્ય તરફ આગળ વધશે. ઉપરાંત મોન્સૂન ટ્રફ રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ સુધી આવી ગયું છે, જ્યારે મધ્ય લેવલે ટ્રફ સિસ્ટમ સક્રિય છે. આ ચારેય સિસ્ટમને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. ખાસ કરીને 17 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ
અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો છે. મેઘરજ, અંબાજી, દાંતા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘ મહેર જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. ખાંભા, બગસરા, ધારી, ગઢિયા અને સાવરકુંડલા વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ખુબ ફાયદો થશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ
સુરત અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરતના અઠવાલાઈન્સ, અડાજણ, રાંદેર, ડુમસ અને પીપલોદ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વડોદરાના શિનોર, કરજણ અને કંજેઠામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે કારણ કે આ વરસાદ પાક માટે જીવનદાયી સાબિત થશે. લાંબા વિરામ બાદ મળેલા આ વરસાદથી પાકને નવજીવન મળ્યું છે, ખાસ કરીને કપાસ, સોયાબીન અને મગફળી માટે આ વરસાદ અત્યંત મહત્વનો છે.

 

The post ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર વાપસી: ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ખેડૂતોમાં ખુશીની લહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/gujarat-four-rain-systems-active-heavy-rainfall-alert/feed/ 0