#GujaratBreakingNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujaratbreakingnews/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 09:23:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #GujaratBreakingNews Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujaratbreakingnews/ 32 32 ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/ https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/#respond Thu, 14 Aug 2025 09:23:23 +0000 https://www.gujaratinside.com/?p=16189 મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય...

The post ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે.

ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. તેમનો આરોપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર ₹20 થી ₹22 જેટલું વળતર મળે છે, જ્યારે નજીકની NA કરેલી જમીનનો ભાવ ₹4000 થી ₹4500 સુધી પહોંચી ગયો છે. આ મુદ્દે ખેડૂતો અનેકવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં ઉકેલ મળ્યો નથી.

 

The post ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/feed/ 0
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત https://www.gujaratinside.com/2025/07/09/gambhira-bridge-in-padra-vadodara-collapses-many-vehicles-fall-into-the-river-8-dead/ https://www.gujaratinside.com/2025/07/09/gambhira-bridge-in-padra-vadodara-collapses-many-vehicles-fall-into-the-river-8-dead/#respond Wed, 09 Jul 2025 06:24:50 +0000 https://www.gujaratinside.com/?p=14667 વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો...

The post વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 8એ પહોંચ્યો છે.

નદીમાં ખાબક્યા ટ્રક, બોલેરો અને બાઈક

પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટનાના સમયે બ્રિજ પર એક ટ્રક, બોલેરો અને બાઈક સહિત કુલ પાંચ વાહનો હતા. એક ટ્રક તો બ્રિજના તૂટેલા હિસ્સા પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો, જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક તંત્ર હરકતમાં, રાજકીય પ્રતિસાદ

આ દુર્ઘટનાની જાણ થતા વડોદરા જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે જઈ સંપૂર્ણ વિગતો આપી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ઘટનાનું વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું હતું અને તંત્રને તાત્કાલિક પગલા લેવા અપીલ કરી હતી. તેમણે ટ્રાફિકના મુદ્દાને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા તંત્રને તાકીદ પણ કરી. હાલ મોટી સંખ્યામાં વાહનો અટવાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.

મહત્વપૂર્ણ બ્રિજ, દાયિત્વની ઉદાસીનતા?

ગંભીરા બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ છે. આ બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાને પણ જોડે છે. તેથી, તેની તૂટી પડેલી હાલત સરકારે અવગણ્યા હોવાના પ્રશ્નો ઉભા કરી રહી છે. દુર્ઘટનાની જગ્યાએ એક મહિલા પોતાની બાઈક છોડીને પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાનું પ્રયત્ન કરતી પણ નજરે પડી હતી, જે ઘટનાની ગંભીરતા અને લાગણીશીલતા દર્શાવે છે.

હાલ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે અને તંત્ર તરફથી વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

The post વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/09/gambhira-bridge-in-padra-vadodara-collapses-many-vehicles-fall-into-the-river-8-dead/feed/ 0