#GujaratGovernment Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujaratgovernment/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 10 Jul 2025 07:01:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #GujaratGovernment Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujaratgovernment/ 32 32 ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/ https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/#respond Thu, 10 Jul 2025 07:01:15 +0000 https://www.gujaratinside.com/?p=14693 વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ...

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે.

દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ છે. કમિટી બ્રિજ તૂટી પડવાનું મુખ્ય કારણ, તંત્રની બેદરકારી અને તકેદારીના મુદ્દે તપાસ કરીને 30 દિવસમાં સમગ્ર અહેવાલ સરકારને સોંપશે. આ સાથે આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે પણ જરૂરી સૂચનો આપશે.

ઉચ્ચ અધિકારીઓની મુલાકાત અને સ્થળ નિરીક્ષણ

દુર્ઘટનાના બીજા દિવસે, 10 જુલાઈના વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં મુખ્ય ઇજનેર શ્રી સી. પટેલ, એન. કે. પટેલ, અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા સહિતના અધિકારીઓ શામેલ હતા. સાથે જ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા, મહેસૂલી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. સ્થળ પર રાતભર તંત્રના કર્મચારીઓ તહેનાત રહ્યા હતા.

સર્ચ ઓપરેશન ચાલુ, વધુ એક મૃતદેહ મળી આવ્યો

એનડીઆરએફની ટીમે સતત બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ રાખી છે. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે.

અન્ય તંત્રોની કામગીરી પણ શરૂ

દુર્ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આજે સવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી છે. તૂટી પડેલા બ્રિજના ઝૂલી ગયેલા ભાગને સુરક્ષા દૃષ્ટિકોણે તોડી પાડવાની કામગીરી માટે કલેક્ટરે સૂચના આપી છે.

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/gambhira-bridge-tragedy-15-tragic-deaths-so-far-committee-formed-to-investigate/feed/ 0
ફેક્ટરી ઍક્ટમાં સુધારા: હવે દરરોજ 12 કલાક કામ, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી https://www.gujaratinside.com/2025/07/04/amendments-to-factory-act-now-12-hours-of-work-per-day-women-allowed-to-work-in-night-shifts/ https://www.gujaratinside.com/2025/07/04/amendments-to-factory-act-now-12-hours-of-work-per-day-women-allowed-to-work-in-night-shifts/#respond Fri, 04 Jul 2025 14:20:21 +0000 https://www.gujaratinside.com/?p=14603 ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ, 1948માં મહત્વપૂર્ણ સુધારા કરતા ફેક્ટરીઓમાં રોજના કામના કલાકો 9થી વધારીને 12 કર્યા છે. તેમ છતાં સપ્તાહના કુલ કામના કલાકોની મર્યાદા અગાઉની જેમ 48 કલાક યથાવત્ રહેશે. આ ફેરફાર ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઑર્ડિનન્સ 2025 દ્વારા કરવામાં આવ્યો છે, જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા 1 જુલાઈથી અમલમાં મૂકાયો છે. સરકારના...

The post ફેક્ટરી ઍક્ટમાં સુધારા: હવે દરરોજ 12 કલાક કામ, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ, 1948માં મહત્વપૂર્ણ સુધારા કરતા ફેક્ટરીઓમાં રોજના કામના કલાકો 9થી વધારીને 12 કર્યા છે. તેમ છતાં સપ્તાહના કુલ કામના કલાકોની મર્યાદા અગાઉની જેમ 48 કલાક યથાવત્ રહેશે. આ ફેરફાર ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઑર્ડિનન્સ 2025 દ્વારા કરવામાં આવ્યો છે, જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા 1 જુલાઈથી અમલમાં મૂકાયો છે.

સરકારના જણાવ્યા મુજબ, આ સંશોધનનો હેતુ ઉદ્યોગોમાં રોકાણ વધારવું અને રોજગારીની તકો ઊભી કરવી છે. નવા નિયમો અનુસાર કોઈ પણ કામદારે દિવસમાં મહત્તમ 12 કલાક સુધી કામ કરી શકે છે, જો કે આ માટે તેની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. વધારાના કામ માટે ભવિષ્યમાં પેઇડ હોલિડે આપવામાં આવશે.

ઓવરટાઇમના નિયમોમાં પણ બદલાવ

નવા સંશોધન અનુસાર, હવે કામદારો 6 કલાક સતત કામ કરી શકશે, જે અગાઉ 5 કલાક સુધી મર્યાદિત હતું. નિર્ધારિત કલાકો કરતા વધુ કામ કરનારા કર્મચારીઓને બેવડું વેતન ચૂકવવું ફરજિયાત રહેશે. ઉપરાંત, કામદારોને હવે દરેક ત્રિમાસિક ગાળામાં 125 કલાક સુધી ઓવરટાઇમ કરવાની મંજૂરી છે, પણ તેની પણ લેખિત સંમતિ જરૂરી રહેશે.

મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ, સુરક્ષા સાથે જોડાયેલા નિયમો પણ લાગુ

નવા ઓર્ડિનન્સ અંતર્ગત મહિલાઓને પણ સાંજના 7 વાગ્યા બાદથી સવારે 6 વાગ્યા સુધીની નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા લાગુ કરાઈ છે, જેમાં પરિવહન, સીસીટીવી દ્વારા દેખરેખ, આરામગૃહ અને સુરક્ષિત કાર્યસ્થળની વ્યવસ્થા રાખવાની શરત છે. મહત્વનું છે કે આ નાઇટ શિફ્ટમાં કામ કરવું સંપૂર્ણપણે સ્વઇચ્છાએ જ આધારિત રહેશે.

ગુજરાત સરકારના આ પગલાને ઉદ્યોગ જગતથી પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે કેટલાક કામદારોના હિતની વાત કરનારા જૂથો દ્વારા આમાં વિશ્લેષણાતમક અભિગમ અપનાવવાની જરૂરિયાત વ્યકત કરવામાં આવી છે.

The post ફેક્ટરી ઍક્ટમાં સુધારા: હવે દરરોજ 12 કલાક કામ, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/04/amendments-to-factory-act-now-12-hours-of-work-per-day-women-allowed-to-work-in-night-shifts/feed/ 0