Hardik Pandya Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hardik-pandya/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 09 Sep 2025 12:56:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Hardik Pandya Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hardik-pandya/ 32 32 એશિયા કપ 2025: આ 4 ખેલાડી બની શકે છે મેચના ગેમ ચેન્જર https://www.gujaratinside.com/2025/09/09/asia-cup-2025-four-game-changers/ https://www.gujaratinside.com/2025/09/09/asia-cup-2025-four-game-changers/#respond Tue, 09 Sep 2025 13:20:42 +0000 https://www.gujaratinside.com/?p=18922 એશિયા કપ 2025ની શરૂઆત આજથી મંગળવારે શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ આબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉંગકૉંગ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14 સપ્ટેમ્બરે યોજાશે. દર વખતે જેમ કે ગેમ ચેન્જર્સ ઊભા થતાં હોય છે, આ વખતે પણ કેટલાક...

The post એશિયા કપ 2025: આ 4 ખેલાડી બની શકે છે મેચના ગેમ ચેન્જર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એશિયા કપ 2025ની શરૂઆત આજથી મંગળવારે શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ આબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉંગકૉંગ વચ્ચે રમાશે.

આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14 સપ્ટેમ્બરે યોજાશે. દર વખતે જેમ કે ગેમ ચેન્જર્સ ઊભા થતાં હોય છે, આ વખતે પણ કેટલાક ખેલાડીઓ પોતાની ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભુમિકા ભજવી શકે છે.

ભારતીય ટીમ માટે હાર્દિક પંડયા સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે, જે ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા મેચનું પરિણેપ બદલી શકે છે. હાર્દિકે અત્યાર સુધી 8 એશિયા કપ T20 મેચમાં 11 વિકેટ લીધી છે અને 83 રન બનાવ્યા છે.

જો તે ટુર્નામેન્ટમાં 17 રન બનાવવામાં સફળ થાય, તો તે T20 એશિયા કપમાં 100 રન અને 10 વિકેટસના કારકિર્દી માપદંડને પાર કરવાનો પહેલો ઓલરાઉન્ડર બનશે. હાર્દિક T20માં 114 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે, જેમાં 1812 રન અને 91 વિકેટ મેળવી છે.

અફઘાનિસ્તાન માટે રહેમાનુલ્લાહ ગુરબાઝ ગેમ ચેન્જર બની શકે છે. ગુરબાઝ 71 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1781 રન 132.71ની સ્ટ્રાઈક રેટથી બનાવી ચૂક્યા છે.

આ સાથે, અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને નૂર અહમદ જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ પણ બોલર્સ માટે મોટો ખતરો બની શકે છે. ખાસ કરીને યુવા બોલર નૂર અહમદ IPL 2025માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યા બાદ એશિયા કપમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અત્યાર સુધી એશિયા કપમાં તેણે 14 મેચમાં 24 વિકેટ મેળવી છે.

ભારતીય ટીમ માટે અભિષેક શર્મા એક ઝડપી અને આક્રમક ઓપનિંગ બેટર તરીકે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અભિષેકે અત્યાર સુધી 17 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 535 રન બનાવી, 193.84ની સ્ટ્રાઈક રેટ બતાવી છે. તેનો ખેલ દર્શાવે છે કે જો તે ટુર્નામેન્ટમાં પોતાનો આક્રમક ખેલ જાળવી રાખે, તો ભારત માટે મેચ વિજેતા બની શકે છે.

આ ટુર્નામેન્ટમાં આ ચાર ખેલાડીઓ – હાર્દિક પંડયા, રહેમાનુલ્લાહ ગુરબાઝ, નૂર અહમદ અને અભિષેક શર્મા – પોતાની ટીમ માટે ગેમ ચેન્જર બની શકે છે અને મેચની બાજી પલટી શકે છે.

The post એશિયા કપ 2025: આ 4 ખેલાડી બની શકે છે મેચના ગેમ ચેન્જર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/asia-cup-2025-four-game-changers/feed/ 0
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/ https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/#respond Tue, 19 Aug 2025 09:48:01 +0000 https://www.gujaratinside.com/?p=16693 યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...

The post એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યા, તિલક વર્મા અને અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીઓ પર પણ વિશ્વાસ મૂકાયો છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.

ટીમમાં સામેલ ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટ યુએઈના બે શહેરો – અબૂધાબી અને દુબઈમાં યોજાશે અને તે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈ જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે.

ભારતની ગ્રૂપ મેચોની વાત કરીએ તો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે દુબઈમાં યુએઈ સામે, બીજી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે અબૂધાબીમાં ઓમાન સામે રમાશે. ત્યારબાદ સુપર-4 સ્ટેજ અને ફાઈનલ મેચો યોજાશે. દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર-4માં જશે અને ત્યાંથી ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.

આ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું કારણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. પહલગામ હુમલા બાદ બંને દેશોએ 2027 સુધી એકબીજા સામે ત્રીજા દેશમાં જ રમવાની સહમતી આપી હતી. માર્ચમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતે પોતાની બધી મેચો દુબઈમાં રમી હતી અને ટાઇટલ જીતી લીધો હતો.

 

The post એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/feed/ 0