Harshvardhan Jain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/harshvardhan-jain/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 27 Jul 2025 16:28:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Harshvardhan Jain Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/harshvardhan-jain/ 32 32 નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ https://www.gujaratinside.com/2025/07/27/fake-embassy-harshvardhan-jain-300cr-scam/ https://www.gujaratinside.com/2025/07/27/fake-embassy-harshvardhan-jain-300cr-scam/#respond Sun, 27 Jul 2025 16:28:19 +0000 https://www.gujaratinside.com/?p=15623 ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...

The post નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે છેલ્લા 10 વર્ષમાં 162 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો.

એસટીએફના જણાવ્યા મુજબ, હર્ષવર્ધન ₹300 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ છે. વિદેશમાં લોન આપવાના નામે તથા હવાલાના ધંધામાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ કરવામાં આવી છે. જાણીતા ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનની મુલાકાત સાઉદીના હથિયાર ડીલર અદનામ ખગોશી અને લંડનમાં એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી, ત્યારબાદ અનેક શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી.

હર્ષવર્ધન પાસે દુબઈમાં છ, મોરેશિયસમાં એક, યુકેમાં ત્રણ અને ભારતમાં એક બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, તે બે પાનકાર્ડ ધરાવે છે. પાસપોર્ટ તપાસમાં ખુલ્યું છે કે 2005 થી 2015 દરમિયાન તેણે યુએઈ (54), યુકે (22) સહિત 19 દેશોમાં 162 વખત પ્રવાસ કર્યો હતો.

પોલીસે તેની કસ્ટડી રિમાન્ડ માટે કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી સોમવારે થશે. તપાસ દરમિયાન તેની પાસેથી 12 નાના દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ જપ્ત કરાયા છે.

The post નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/27/fake-embassy-harshvardhan-jain-300cr-scam/feed/ 0
ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન! https://www.gujaratinside.com/2025/07/24/fake-embassy-harshvardhan-jain-ghaziabad-fraud/ https://www.gujaratinside.com/2025/07/24/fake-embassy-harshvardhan-jain-ghaziabad-fraud/#respond Thu, 24 Jul 2025 05:08:12 +0000 https://www.gujaratinside.com/?p=15145 ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા....

The post ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન! appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાઝિયાબાદમાં એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના ભેજાબાજએ નકલી દૂતાવાસ ચલાવતા પકડાયો છે. આરોપી પોતાને પશ્ચિમ આર્ટિકા, પૌલ્વિયા, લાડેનિયા અને સેબોરગા જેવા અસ્તિત્વમાં ન હોય એવા દેશોનો રાજદૂત જાહેર કરતો હતો. તેની દફતરમાં તેણે પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાથેના મોર્ફ કરેલા ફોટા પણ લગાડ્યા હતા.

નોઈડાની એસટીએફે નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી અનેક કારો પણ જપ્ત કરી છે. આશ્ચર્યજનક રીતે હર્ષવર્ધન લંડનના કોલેજ ઑફ એપ્લાઈડ સાયન્સમાંથી અને ગાઝિયાબાદની આઇટીએસ કોલેજમાંથી એમબીએ કર્યું છે. તેની પૃષ્ઠભૂમિ સમૃદ્ધ રહી છે — તેના પિતા માર્બલની ખાણોના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ હતાં. પિતાના અવસાન પછી વેપારમાં નુકસાન થતાં હર્ષવર્ધનની મુલાકાત ચંદ્રાસ્વામી સાથે થઈ હતી.

ચંદ્રાસ્વામીએ તેને લંડન મોકલ્યો જ્યાં તેણે શેલ કંપનીઓ શરૂ કરી અને ત્યારબાદ દુબઈમાં પણ ધંધો ફેલાવ્યો. અદનાન ખાશોગી જેવા આર્મ્સ ડીલર સાથે પણ તેનો સંપર્ક થયો હતો. ત્યારબાદ, ભારત પરત ફર્યા બાદ તેણે નકલી દૂતાવાસ શરૂ કર્યો અને વિદેશમાં નોકરીના લાલચમાં લોકોને છેતરતો રહ્યો.

યુપીએસટીએફ મુજબ હર્ષવર્ધનનું મુખ્ય કામ છે — વિદેશી નોકરીના નામે દલાલી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાં, શેલ કંપનીઓ દ્વારા હવાલાના વ્યવહારો ચલાવવાં. હાલ તે કોની સાથે નાણાકીય વ્યવહારો કરતો હતો અને વિદેશમાં કયા નેટવર્ક સાથે જોડાયો હતો તે શોધ ચાલુ છે.

The post ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસનો પર્દાફાશ: અસ્તિત્વમાં જ ન હોય એવા દેશોનો ‘રાજદૂત’ બન્યો ભેજાબાજ હર્ષવર્ધન! appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/24/fake-embassy-harshvardhan-jain-ghaziabad-fraud/feed/ 0