Haryana weather Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/haryana-weather/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 04:47:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Haryana weather Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/haryana-weather/ 32 32 વરસાદ બાદ ગુરુગ્રામમાં ટ્રાફિકનો કહેર: લાંબો ટ્રાફિક જામ, શાળા અને ઓફિસ બંધ રાખવા નિર્દેશ https://www.gujaratinside.com/2025/09/02/gurugram-traffic-jam-after-rain-school-office-closed/ https://www.gujaratinside.com/2025/09/02/gurugram-traffic-jam-after-rain-school-office-closed/#respond Tue, 02 Sep 2025 04:47:11 +0000 https://www.gujaratinside.com/?p=18049 દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સોમવારની સવારથી જ શરૂ થયેલા સતત વરસાદે ગુરુગ્રામમાં અવરજવરનું કચડાટ સર્જી દીધો છે. ભારે વરસાદને કારણે ગુરુગ્રામના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા. દિલ્હી-જયપુર હાઇવે પરના ઇફ્કો ચોક ખાતે ટ્રાફિકની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી હતી. પીક અવર્સ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે સેંકડો...

The post વરસાદ બાદ ગુરુગ્રામમાં ટ્રાફિકનો કહેર: લાંબો ટ્રાફિક જામ, શાળા અને ઓફિસ બંધ રાખવા નિર્દેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સોમવારની સવારથી જ શરૂ થયેલા સતત વરસાદે ગુરુગ્રામમાં અવરજવરનું કચડાટ સર્જી દીધો છે. ભારે વરસાદને કારણે ગુરુગ્રામના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, જેમાં હજારો વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા. દિલ્હી-જયપુર હાઇવે પરના ઇફ્કો ચોક ખાતે ટ્રાફિકની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી હતી. પીક અવર્સ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે સેંકડો વાહનો એક જ જગ્યાએ અટવાઈ ગયા અથવા ખૂબ ધીમે ગતિ કરતા જોવા મળ્યા.

ભારે વરસાદથી એક બાજુ લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી બાજુ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકોના મુસાફરીમાં અતિશય વિલંબ થયો. સામાન્ય રીતે અડધા કલાકમાં પૂર્ણ થતી મુસાફરી માટે લોકોને ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો. દિલ્હીથી ગુરુગ્રામ જતા રસ્તાઓ પર પણ લાંબો જામ રહ્યો.

સ્થિતિ ગંભીર બનતાં વહીવટીતંત્રે શાળા અને કોર્પોરેટ ઓફિસોને ઓનલાઈન વ્યવસ્થા અપનાવવા સલાહ આપી છે. ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ અજય કુમારે જણાવ્યું કે વરસાદને કારણે પરિસ્થિતિ નાજુક છે, તેથી ટ્રાફિકમાં રાહત લાવવા આ પગલું જરૂરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધીમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. મંગળવાર માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકીય સ્તરે પણ આ મુદ્દે હલચલ થઈ. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સોશ્યલ મીડિયા પર ટ્રાફિક જામનો વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું, “માત્ર બે કલાકના વરસાદે ગુરુગ્રામમાં 20 કિમીનો ટ્રાફિક જામ સર્જી દીધો. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની હેલિકોપ્ટરમાં મુસાફરી કરે છે, રાજ્યના રસ્તાઓ પર નહીં. આ જ છે ભાજપનું ટ્રિપલ એન્જિન મોડેલ.”

The post વરસાદ બાદ ગુરુગ્રામમાં ટ્રાફિકનો કહેર: લાંબો ટ્રાફિક જામ, શાળા અને ઓફિસ બંધ રાખવા નિર્દેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gurugram-traffic-jam-after-rain-school-office-closed/feed/ 0