#Haryana Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/haryana/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 10:32:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Haryana Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/haryana/ 32 32 AAP ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર, ફાયરિંગ કર્યું https://www.gujaratinside.com/2025/09/02/aap-mla-harmeet-pathanmajra-escapes-police-custody/ https://www.gujaratinside.com/2025/09/02/aap-mla-harmeet-pathanmajra-escapes-police-custody/#respond Tue, 02 Sep 2025 10:42:39 +0000 https://www.gujaratinside.com/?p=18090 પટિયાલા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા છે. મંગળવારે, 2 સપ્ટેમ્બરના સવારે, હરિયાણાના કરનાલના ડાબરી ગામથી ધરપકડ બાદ, પોલીસ તેમને સ્થાનિક સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો અને તેમની કારથી કચડવાનો પ્રયાસ કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો. ધારાસભ્ય અને તેમના સાથીઓ...

The post AAP ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર, ફાયરિંગ કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પટિયાલા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા છે. મંગળવારે, 2 સપ્ટેમ્બરના સવારે, હરિયાણાના કરનાલના ડાબરી ગામથી ધરપકડ બાદ, પોલીસ તેમને સ્થાનિક સ્ટેશન લઈ જઈ રહી હતી ત્યારે પઠાણમાજરા અને તેમના સાથીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો અને તેમની કારથી કચડવાનો પ્રયાસ કર્યો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો.

ધારાસભ્ય અને તેમના સાથીઓ એક સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરાર થયા. પોલીસે ફોર્ચ્યુનર કબજે કરી લીધી છે જ્યારે સ્કોર્પિયો સાથે ફરાર ધારાસભ્યનો પીછો ચાલુ છે.

પઠાણમાજરાની ધરપકડ હિન્દી કલમ 376 હેઠળના જૂના કેસમાં કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પંજાબ સરકારે સોમવારે જ ધારાસભ્યની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. એવી જાણકારી મળી છે કે પઠાણમાજરા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની જ સરકારના વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા અને તાજેતરના પૂર માટે સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારી કૃષ્ણ કુમારને જવાબદાર ઠેરવ્યા હતા. ધારાસભ્યની ધરપકડ પછી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.

પોલીસએ ફરાર ધારાસભ્યને ઝડપી પાડવા માટે તપાસ અને નાકાબંધી શરૂ કરી છે.

The post AAP ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ફરાર, ફાયરિંગ કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/aap-mla-harmeet-pathanmajra-escapes-police-custody/feed/ 0
દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા https://www.gujaratinside.com/2025/07/10/earthquake-tremors-felt-in-delhi-and-surrounding-cities/ https://www.gujaratinside.com/2025/07/10/earthquake-tremors-felt-in-delhi-and-surrounding-cities/#respond Thu, 10 Jul 2025 07:08:16 +0000 https://www.gujaratinside.com/?p=14697 ગુરવારે સવારે  9:04 વાગ્યે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતી હલતાની અનુભૂતિ થતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો અને ઘરો તથા ઑફિસોમાંથી દોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપના આંચકા સાતથી દસ સેકન્ડ સુધી સતત લાગ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભયભીત...

The post દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુરવારે સવારે  9:04 વાગ્યે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતી હલતાની અનુભૂતિ થતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો અને ઘરો તથા ઑફિસોમાંથી દોડીને બહાર આવી ગયા હતા.

ભૂકંપના આંચકા સાતથી દસ સેકન્ડ સુધી સતત લાગ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ભયભીત લોકો મકાનો બહાર દોડી આવ્યા

દિલ્હી સહિત નોઇડા અને ગાઝિયાબાદમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. ગઈકાલથી દિલ્હી-NCR વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં હવે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ વધુ ઘનાઈ ગયો છે.

ભૂકંપની તીવ્રતા 4.4, કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં

જિયોલોજિકલ માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જર જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 નોંધાઈ છે. દિલ્હી સુધી આંચકા મહેસૂસ થયાં હતાં. એનડીઆરએફ અને અન્ય તંત્રોને સજ્જ રાખવામાં આવ્યા છે.

The post દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/10/earthquake-tremors-felt-in-delhi-and-surrounding-cities/feed/ 0