Health News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/health-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 13:13:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Health News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/health-news/ 32 32 કોકી ઇવેન્ટમાં સ્ટેજ પર ઢળી પડ્યા અભિનેતા રાજેશ કેશવ, વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર ચાલુ https://www.gujaratinside.com/2025/08/27/rajesh-keshav-cardiac-arrest-treatment/ https://www.gujaratinside.com/2025/08/27/rajesh-keshav-cardiac-arrest-treatment/#respond Wed, 27 Aug 2025 13:13:24 +0000 https://www.gujaratinside.com/?p=17512 કોચી: સાઉથ ફિલ્મ્સના જાણીતા અભિનેતા અને ટીવી હોસ્ટ રાજેશ કેશવ લાઇવ ઇવેન્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, 24 ઓગસ્ટ રવિવારની રાત્રે થયેલા કાર્યક્રમ દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, જેના કારણે તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું. હાલમાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર શ્વાસ લઈ રહ્યા છે....

The post કોકી ઇવેન્ટમાં સ્ટેજ પર ઢળી પડ્યા અભિનેતા રાજેશ કેશવ, વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોચી: સાઉથ ફિલ્મ્સના જાણીતા અભિનેતા અને ટીવી હોસ્ટ રાજેશ કેશવ લાઇવ ઇવેન્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, 24 ઓગસ્ટ રવિવારની રાત્રે થયેલા કાર્યક્રમ દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, જેના કારણે તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું. હાલમાં તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર શ્વાસ લઈ રહ્યા છે. ચાહકો તેમની આરોગ્યસંભાળ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

હૉસ્પિટલમાં દાખલ થતાં જ ડોક્ટરો દ્વારા તરત જ તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે કાર્ડિયાક અરેસ્ટ પછી રાજેશની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી છે. ડોક્ટરો જણાવે છે કે આગામી 72 કલાક તેમની સ્થિતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

ફિલ્મમેકર અને ડિરેક્ટર પ્રતાપ જયલક્ષ્મીએ પણ સોશિયલ મીડિયા પર રાજેશનો ફોટો શેર કર્યો અને તેમની હાલત વિશે માહિતી આપી. તેમણે લખ્યું કે, “રાજેશ અત્યારે મશીનોના સહારે શ્વાસ લઈ રહ્યા છે. જે વ્યક્તિ હંમેશા સ્ટેજ પર ખુશીઓ ફેલાવતો હતો, આજે તે શાંત છે.”

રાજેશ કેશવના કારકિર્દીની વાત કરીએ તો તેમણે જયસૂર્યા, અનૂપ મેનન અને મેઘના રાજની ફિલ્મોમાં અભિનય કર્યો છે. આમાં બ્યુટીફુલ (2011), હોટેલ કેલિફોર્નિયા (2013), ની-ના (2015) અને થટ્ટુમ પુરથ અચુથન (2018) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના ફિલ્મી જીવનમાં તેમણે તમન્ના, મોહનલાલ, સંજય દત્ત, ત્રિશા કૃષ્ણન, કમલ હાસન, સૂર્યા, રશ્મિકા મંદાના જેવા કલાકારો સાથે સ્ટેજ શેર કર્યો છે.

 

The post કોકી ઇવેન્ટમાં સ્ટેજ પર ઢળી પડ્યા અભિનેતા રાજેશ કેશવ, વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર ચાલુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rajesh-keshav-cardiac-arrest-treatment/feed/ 0
સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ https://www.gujaratinside.com/2025/08/25/tannishtha-chatterjee-battles-stage-4-cancer/ https://www.gujaratinside.com/2025/08/25/tannishtha-chatterjee-battles-stage-4-cancer/#respond Mon, 25 Aug 2025 15:11:52 +0000 https://www.gujaratinside.com/?p=17310 ‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની...

The post સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને લખ્યું કે, “મારા છેલ્લા 8 મહિના ખૂબ મુશ્કેલ રહ્યા છે. લાગે છે કે પિતાને કેન્સરમાં ગુમાવવું પૂરતું ન હતું. 8 મહિના પહેલાં મને આ ગંભીર બીમારીનો ખ્યાલ થયો.”

અભિનેત્રીએ કહ્યું કે “આ પોસ્ટ તેમણે દુઃખ વ્યક્ત કરવા માટે નહીં પણ પ્રેમ અને હિંમત વિશે વાત કરવા માટે લખી છે. તેણે વધુમાં ઉમેર્યું કે, આ પરિસ્થિતિમાં મારી પર 70 વર્ષની માતા અને 9 વર્ષની દીકરીની જવાબદારી છે, પણ આ બધાની વચ્ચે મને અસાધારણ પ્રેમનો અનુભવ થયો છે. મારા મિત્રો અને પરિવારના સહારે આજે પણ હું સ્મિત સાથે લડી રહી છું.”

તનિષ્ઠાએ કેન્સરના કારણે પોતાનાં વાળ કઢાવી દીધા છે, પરંતુ તેમ છતાં તેના ચહેરા પર હિંમત અને આત્મવિશ્વાસની ઝલક દેખાઈ રહી છે.

 

The post સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/tannishtha-chatterjee-battles-stage-4-cancer/feed/ 0
પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ https://www.gujaratinside.com/2025/08/25/wife-donates-liver-to-save-husband-both-die/ https://www.gujaratinside.com/2025/08/25/wife-donates-liver-to-save-husband-both-die/#respond Mon, 25 Aug 2025 11:06:30 +0000 https://www.gujaratinside.com/?p=17264 મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે, જેમાં પતિનો જીવ બચાવવા માટે પત્નીએ પોતાનું લિવર દાન કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ સર્જરી પછી બંનેનાં મોત થઈ ગયા. અહેવાલ મુજબ બાપૂ કોમકરને લિવરની ગંભીર સમસ્યા હતી, જેને કારણે ડૉક્ટરે તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. પતિને બચાવવા માટે તેમની પત્ની કામિનીએ પોતાનું લિવર દાન કરવાનો નિર્ણય...

The post પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે, જેમાં પતિનો જીવ બચાવવા માટે પત્નીએ પોતાનું લિવર દાન કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ સર્જરી પછી બંનેનાં મોત થઈ ગયા. અહેવાલ મુજબ બાપૂ કોમકરને લિવરની ગંભીર સમસ્યા હતી, જેને કારણે ડૉક્ટરે તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. પતિને બચાવવા માટે તેમની પત્ની કામિનીએ પોતાનું લિવર દાન કરવાનો નિર્ણય લીધો.

15 ઑગસ્ટના રોજ સહ્યાદ્રી હોસ્પિટલમાં બંનેની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ સર્જરીના માત્ર બે દિવસ પછી જ બાપૂ કોમકરની તબિયત ખરાબ થઈ ગઈ અને 17 ઑગસ્ટે તેમનું મોત થયું. ત્યારબાદ કામિનીને ઈન્ફેક્શન થયું અને 21 ઑગસ્ટે તેમનું પણ નિધન થયું.

આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ મૂક્યો અને આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવાની માગ કરી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સહ્યાદ્રી હોસ્પિટલને નોટિસ ફટકારી છે. ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. નાગનાથ યેમ્પલ્લેએ જણાવ્યું કે, હોસ્પિટલને સર્જરી, પીડિતાનું વીડિયો રેકોર્ડિંગ અને સમગ્ર સારવાર પ્રક્રિયા અંગેની વિગતો સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હોસ્પિટલ તરફથી જણાવાયું કે સર્જરી સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી. “દર્દીને લિવર સાથે અન્ય અંગોની ગંભીર સમસ્યા હતી, જે હાઈ રિસ્ક કેસ હતો. અમે પરિવારને શક્ય જોખમોની જાણ કરી હતી,” એમ હોસ્પિટલએ સ્પષ્ટ કર્યું.

દુર્ભાગ્યવશ સર્જરી પછી દર્દીને કાર્ડિયોજેનિક શોક આવ્યો અને તેમનું મૃત્યુ થયું, જ્યારે દાતાને મલ્ટી-ઓર્ગન ફેલયર થયું. હોસ્પિટલે નોટિસ મળ્યાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

 

 

The post પતિને બચાવવા પત્નીએ આપ્યો લિવર, સર્જરી બાદ બંનેનાં મોત, હોસ્પિટલને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/wife-donates-liver-to-save-husband-both-die/feed/ 0
WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં https://www.gujaratinside.com/2025/08/06/chikungunya-virus-who-warning-2025/ https://www.gujaratinside.com/2025/08/06/chikungunya-virus-who-warning-2025/#respond Wed, 06 Aug 2025 11:37:31 +0000 https://www.gujaratinside.com/?p=15936 વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી...

The post WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી પહોંચ્યો છે. હવે ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં તેના 7000થી વધુ કેસ નોંધાયા છે. વાયરસને કાબૂમાં લેવા માટે ચીનમાં વિશાળ મચ્છરો છોડવામાં આવી રહ્યા છે, જે નાના ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોનો નાશ કરે છે. સરકારએ ઘરઆંગણે પાણી જમા ન કરવા ચેતવણી આપી છે અને નિયમ તોડનારને 1 લાખ રૂપિયાથી વધુ દંડ ફટકારવાની વાત કરી છે.

WHOના જણાવ્યા મુજબ ચિકનગુનિયાનો ખતરો હવે એશિયા ઉપરાંત યુરોપ સુધી ફેલાઈ ગયો છે. ફ્રાન્સમાં 800થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 12 સ્થાનિક ચેપના કેસ સામેલ છે, જ્યારે ઇટલીમાં પણ તાજેતરમાં એક કેસ નોંધાયો છે. હવામાન પરિવર્તન અને વૈશ્વિક પર્યટનને કારણે વાયરસ યુરોપમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ સોમાંચા દરમિયાન મચ્છરોનો ત્રાસ વધવાથી ચિકનગુનિયાના કેસ વધે છે.

ડોક્ટરો જણાવે છે કે સંક્રમિત મચ્છર કરડ્યાના 4થી 8 દિવસ પછી ચિકનગુનિયાના લક્ષણો દેખાય છે. તેમાં ઊંચો તાવ, હાથ-પગના સાંધામાં અસહ્ય દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ફોલ્લીઓ અને ક્યારેક આંખમાં બળતરા કે ઉલટી જેવા લક્ષણો હોય છે. સાંધાનો દુખાવો અઠવાડિયા કે મહિનાઓ સુધી રહી શકે છે. હાલમાં આ વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ સારવાર નથી; માત્ર લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. તાવ માટે પેરાસીટામોલ અને દુખાવા માટે પેઇનકિલર્સ આપવામાં આવે છે. દર્દીઓને આરામ અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે સાંધાના દુખાવા માટે હળવો શારીરિક ઉપચાર ફાયદાકારક હોય છે.

ચિકનગુનિયાથી બચવા માટે મચ્છરથી રક્ષણ મહત્વપૂર્ણ છે. અખ્ખી બાંયના કપડાં પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ, ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું, પાણીના કન્ટેનર ઢાંકીને રાખવા, મચ્છર ભગાડનાર ક્રીમ કે સ્પ્રેનો ઉપયોગ અને બારીઓ-દરવાજા પર જાળી લગાવવી જરૂરી છે. સોમાંચા દરમિયાન વિશેષ સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ ઋતુમાં ચિકનગુનિયાનો પ્રકોપ સૌથી વધુ હોય છે.

The post WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/chikungunya-virus-who-warning-2025/feed/ 0