Health Safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/health-safety/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 13:33:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Health Safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/health-safety/ 32 32 પાવાગઢમાં યાત્રાળુને હાર્ટ એટેક, ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક CPRથી જીવ બચ્યો https://www.gujaratinside.com/2025/09/21/pavagadh-heart-attack-gondola-staff-saves-life/ https://www.gujaratinside.com/2025/09/21/pavagadh-heart-attack-gondola-staff-saves-life/#respond Sun, 21 Sep 2025 14:15:11 +0000 https://www.gujaratinside.com/?p=19816 પાવાગઢ, ગુજરાત: પાવાગઢ યાત્રાધામ ખાતે એક હૃદયસ્પર્શી ઘટના સર્જાઈ છે, જેમાં ઉડન ખટોલાના સ્ટાફની  તાત્કાલિક કાર્યવાહીના કારણે એક યાત્રાળુનું જીવન બચી ગયું છે. પર્વતીય ઉંચાઈ પર પહોંચતાં જ યાત્રાળુને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના પરિણામે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ. આ સમયે ઉડન ખટોલાના સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા તરત જ ઓળખી, અને કોઈ વિલંબ કર્યા વિના...

The post પાવાગઢમાં યાત્રાળુને હાર્ટ એટેક, ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક CPRથી જીવ બચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાવાગઢ, ગુજરાત: પાવાગઢ યાત્રાધામ ખાતે એક હૃદયસ્પર્શી ઘટના સર્જાઈ છે, જેમાં ઉડન ખટોલાના સ્ટાફની  તાત્કાલિક કાર્યવાહીના કારણે એક યાત્રાળુનું જીવન બચી ગયું છે.

પર્વતીય ઉંચાઈ પર પહોંચતાં જ યાત્રાળુને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના પરિણામે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ. આ સમયે ઉડન ખટોલાના સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા તરત જ ઓળખી, અને કોઈ વિલંબ કર્યા વિના યાત્રાળુને તાત્કાલિક CPR (Cardiopulmonary Resuscitation) આપી.

CPR સારવારથી યાત્રાળુની હાલતમાં સુધારો આવ્યો અને તેમને જીવનું જોખમ ટળી ગયું. તેની પછી, સ્ટાફના અન્ય સભ્યો દ્વારા યાત્રાળુને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવામાં પણ મદદ કરવામાં આવી.

આ ઘટના એ સ્પષ્ટપણે દર્શાવે છે કે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી જીવન બચાવવામાં કેટલી મહત્વની સાબિત થઈ શકે છે. ઉડન ખટોલાના સ્ટાફની જાગૃતતા, ફરજપ્રેમ અને માનવતાભર્યું કાર્ય સર્વત્ર પ્રશંસનીય ઠેરવાયું છે.

યાત્રાધામ પર આ ઘટના પ્રવાસીઓ માટે સંદેશ આપે છે કે, પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને અસુવિધા સમયે તાત્કાલિક મદદ માટે તૈયાર રહેવું કેટલું જરૂરી છે.

 

The post પાવાગઢમાં યાત્રાળુને હાર્ટ એટેક, ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક CPRથી જીવ બચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/pavagadh-heart-attack-gondola-staff-saves-life/feed/ 0
વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/ https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/#respond Thu, 14 Aug 2025 12:10:25 +0000 https://www.gujaratinside.com/?p=16246 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી...

The post વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા.

આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો નમૂનો અને ગાયત્રી સ્ટોરમાંથી ઘીનો નમૂનો લેવામાં આવ્યો. ઉપરાંત અન્નમબ્રહ્મમમાંથી જીરુંનો નમૂનો લેવામાં આવ્યો હતો. જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં હનુરામ ફુડ પ્રા. લિ.માંથી કેસર કાજુકતરી વિથ સિલ્વર લીફનો નમૂનો લેવામાં આવ્યો.

કમાટીબાગ વિસ્તારમાં ખોડલ કોર્પોરેશન પ્રા. લિ.માંથી પફ, બટાકા પૌવા અને દાલવડાના નમૂના લેવામાં આવ્યા. ખોડીયારનગર વિસ્તારમાં અમૃતસરી કુલચામાં ચેકિંગ કરી હળદર પાવડર અને મટકા બિરયાનીના નમૂના લેવામાં આવ્યા. તેમજ નિઝામપુરા વિસ્તારમાં ગોપાલ ખમણ હાઉસ, છાણી જકાતનાકા નજીક મધુરમ ફૂડ રેસ્ટોરન્ટ અને છાણી વિસ્તારમાં ધનલક્ષ્મી ફોર્ટમાં પણ ફૂડ ઇન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું.

 

The post વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/feed/ 0