Tag: Heavy Rain

Home » Heavy Rain
દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ
Post

દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...

કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત
Post

કરજણ અને શિનોરમાં 10 દિવસ બાદ ધોધમાર વરસાદ, ખેડૂતો અને નાગરિકો માટે રાહત

વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં 10 દિવસના વિરામ પછી ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસોમાં ગરમી અને ઉકળાટથી પરેશાન નાગરિકો અને ખેડૂતોએ આ વરસાદથી રાહતનો શ્વાસ લીધો છે. કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, જેનાથી વાતાવરણ ઠંડું અને સુખદ બની ગયું. શિનોરમાં...

હિંમતનગરમાં કોઝવે પસાર કરતી વખતે મહિલા નદીમાં તણાઈ, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂમાં તત્પર
Post

હિંમતનગરમાં કોઝવે પસાર કરતી વખતે મહિલા નદીમાં તણાઈ, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂમાં તત્પર

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં મહેતા પુરા કોઝવે પરથી પસાર થતા એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે પહોંચી રહેવુ પડ્યું. મળતી માહિતી મુજબ, કોઝવે પરથી મહિલા, બાળક અને એક અન્ય વ્યક્તિ...

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ
Post

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ
Post

પંચમહાલમાં ભારે વરસાદ: કરાડ ડેમ છલકાયો, 24 ગામોને એલર્ટ, માર્ગો બંધ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસતા કરાડ ડેમ છલકાઈ ગયો છે અને આથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરાડ ડેમ હવે 142 ફૂટની ભયજનક સપાટીને પહોંચી ગયો છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ થયું છે. તંત્ર દ્વારા ડેમના નીચે આવેલા 24 થી વધુ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે....

સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર
Post

સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર

ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે...

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા
Post

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનના કારણે રૂ.1000 કરોડના માર્ગો ધોવાયા

હિમાચલ પ્રદેશમાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે. કીરતપુર-મનાલી ફોરલેન માર્ગનો પાંડોહથી મનાલી સુધીનો વિસ્તાર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માત્ર બે વર્ષમાં જ આ માર્ગનો મોટો ભાગ અસ્તિત્વ ગુમાવી બેસ્યો છે અને હવે તેનું પુનર્નિર્માણ તાત્કાલિક કરવું પડશે. હવામાન પ્રદત્ત આફતોને...

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત
Post

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે સ્થગિત

જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ સહિતના જિલ્લાઓમાં વાદળ ફાટતા તાત્કાલિક તબાહી સર્જાઈ છે. હવામાન અને ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે રોકાઈ ગઈ છે. અચાનક થયેલા પૂર અને ભૂસ્ખલનમાં 10થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘર ધરાશાયી થવાથી બે...

હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ
Post

હિમાચલમાં ભારે વરસાદ: 300 વર્ષ જૂનું પંજવક્તર મહાદેવ મંદિર પૂર હેઠળ, નાગરિકો માટે એલર્ટ

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જે રાજ્યના મંડિ, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ખાસ કરીને ગંભીર બની છે. મંડિમાં બિયાસ નદીનું જળસ્તર સતત વધતાં નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઐતિહાસિક પંજવક્તર મહાદેવ મંદિરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક લોકો જણાવે છે...

ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
Post

ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

રાજસ્થાનના વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવી ગયું છે. હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવા પડ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામ નજીક ખેતરોમાં...