heavy rain Ahmedabad Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rain-ahmedabad/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 10:41:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png heavy rain Ahmedabad Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rain-ahmedabad/ 32 32 નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/ https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/#respond Sat, 20 Sep 2025 12:05:00 +0000 https://www.gujaratinside.com/?p=19702 અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...

The post નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયું છે અને ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર કાદવ કીચડ દેખાઈ રહી છે.

પાણી ભરાતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

હવામાન વિભાગની માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ નોંધાયો છે:

  • વાગરામાં 3.78 ઇંચ
  • સુરતમાં 3.31 ઇંચ
  • લાઠીમાં 2.13 ઇંચ
  • ગઢડામાં 1.97 ઇંચ
  • વંથલીમાં 1.81 ઇંચ
  • બાબરામાં 1.77 ઇંચ
  • લિલિયામાં 1.54 ઇંચ
  • તળાજામાં 1.42 ઇંચ
  • વાઘોડિયામાં 1.18 ઇંચ
  • કામરેજમાં 1.18 ઇંચ
  • ઝઘડિયામાં 1.14 ઇંચ
  • ગરબાડામાં 1.02 ઇંચ 
  • વડોદરામાં 0.98 ઇંચ

આગાહી અનુસાર, રાજ્યમાં આજે હળવો થી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે નવરાત્રિ દરમ્યાન આયોજકો અને શહેરવાસીઓએ સાવચેતી રાખવી જરૂરી છે.

 

The post નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/ahmedabad-heavy-rain-navratri-concern/feed/ 0
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/#respond Sat, 16 Aug 2025 09:34:38 +0000 https://www.gujaratinside.com/?p=16432 અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેજલપુરની સોસાયટીમાં પાણી ભરાયા
વેજલપુરના શ્રીનંદનનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદ છતાં ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે અને ગટરના ઢાંકણમાંથી પાણી બહાર આવી રહ્યું છે. આ સમસ્યા છેલ્લા 20 વર્ષથી યથાવત છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સમસ્યા હલ થઈ નથી.

વાહનચાલકોને ભારે મુશ્કેલી
પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે, જેના કારણે લોકોને વાહનો છોડીને પગપાળા જવું પડી રહ્યું છે. અંડરપાસ બંધ થતાં ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે. આજે જન્માષ્ટમીના તહેવાર હોવા છતાં ભારે વરસાદને કારણે નાગરિકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. આ પરિસ્થિતિએ AMCની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીનો પ્રતિભાવ પણ લેવામાં આવ્યો છે.

 

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/ahmedabad-heavy-rain-underpass-closed-waterlogging/feed/ 0