Heavy Rain in Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rain-in-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 05:14:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Heavy Rain in Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/heavy-rain-in-gujarat/ 32 32 સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/ https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/#respond Wed, 20 Aug 2025 05:14:47 +0000 https://www.gujaratinside.com/?p=16775 સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો...

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અજાબ, અગતરાય અને માણેકવાડા સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં વડાળા, આંબેચા, ઉંઘતી, ઝડકા અને ધણેજ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુવંતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતાં નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓઝત-2, ઓઝત શાપુર અને ઓઝત વંથલી સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. ઓઝત શાપુરના 10 દરવાજા 0.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ટીંબી ગામમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીમાં પૂર આવ્યું હતું. રાજુલાના ડુંગર, માંડળ અને બાલાપર વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો છે, મહુવામાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

 

The post સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/gujarat-rain-saurashtra-heavy-downpour-dams-overflow/feed/ 0
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/ https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/#respond Sun, 17 Aug 2025 11:15:10 +0000 https://www.gujaratinside.com/?p=16534 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ,...

The post ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.

19 ઓગસ્ટે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા અન્ય 29 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

20-21 ઓગસ્ટ દરમ્યાન, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા બાકી જિલ્લાના મોટા ભાગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને 21 ઓગસ્ટે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

22-23 ઓગસ્ટની આગાહી મુજબ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

 

The post ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/feed/ 0