Highway Project Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/highway-project/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 12:23:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Highway Project Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/highway-project/ 32 32 ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/ https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/#respond Wed, 10 Sep 2025 12:45:41 +0000 https://www.gujaratinside.com/?p=19029 બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન...

The post ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન હાઈવેને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા મુસાફરીમાં લગભગ એક કલાકનો સમય બચશે.

આ સાથે જ 3,169 કરોડના ખર્ચે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈન (177 કિમી) ના નિર્માણને પણ મંજૂરી મળી છે, જે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને સીધી કનેક્ટિવિટી આપશે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં મંજૂર કરાયેલા કુલ 11 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો એક ભાગ છે, જે રોજગાર તકો વધારશે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

ચૂંટણી પૂર્વે આવી જાહેરાતો પર ઉઠેલા સવાલોના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે પ્રોજેક્ટ્સને માત્ર ચૂંટણી રાજ્યો માટે જ નહીં પરંતુ દેશના વિવિધ ભાગોમાં પણ મંજૂરી આપવામાં આવી રહી છે.

 

The post ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/bihar-highway-railway-projects-approved/feed/ 0
ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/ https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/#respond Thu, 14 Aug 2025 09:23:23 +0000 https://www.gujaratinside.com/?p=16189 મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય...

The post ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે.

ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. તેમનો આરોપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર ₹20 થી ₹22 જેટલું વળતર મળે છે, જ્યારે નજીકની NA કરેલી જમીનનો ભાવ ₹4000 થી ₹4500 સુધી પહોંચી ગયો છે. આ મુદ્દે ખેડૂતો અનેકવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં ઉકેલ મળ્યો નથી.

 

The post ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/feed/ 0