Hindu College Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hindu-college/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 10:00:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Hindu College Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hindu-college/ 32 32 NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા https://www.gujaratinside.com/2025/09/04/nirf-ranking-2025-iim-ahmedabad-iit-madras-top/ https://www.gujaratinside.com/2025/09/04/nirf-ranking-2025-iim-ahmedabad-iit-madras-top/#respond Thu, 04 Sep 2025 10:00:56 +0000 https://www.gujaratinside.com/?p=18317 શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં, અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. IIM અમદાવાદ 2020થી સતત છ વર્ષથી દેશની નંબર વન મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ઓળખાય છે. આ વર્ષે IIM બેંગ્લોર બીજા ક્રમે અને IIM કોઝિકોડે ત્રીજા ક્રમે રહ્યા છે....

The post NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં, અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. IIM અમદાવાદ 2020થી સતત છ વર્ષથી દેશની નંબર વન મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ઓળખાય છે. આ વર્ષે IIM બેંગ્લોર બીજા ક્રમે અને IIM કોઝિકોડે ત્રીજા ક્રમે રહ્યા છે.

એકંદરે શ્રેષ્ઠ ઈન્સ્ટિટ્યુટ તરીકે IIT મદ્રાસ પ્રથમ સ્થાને રહ્યું છે. IIT મદ્રાસ એ એન્જિનિયરિંગ કેટેગરીમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. IISc બેંગ્લોર એકંદરે બીજા ક્રમે અને IIT બોમ્બે ત્રીજા ક્રમે રહ્યા. એન્જિનિયરિંગમાં ટોચની 3 ઈન્સ્ટિટ્યુટમાં IIT મદ્રાસ, IIT દિલ્હી અને IIT બોમ્બે સામેલ છે.

આ વર્ષે કુલ 17 કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ 16 કેટેગરી હતી, જેમાં આ વર્ષે સસ્ટેનેબિલિટી કેટેગરીનો ઉમેરો થયો છે. 2024માં ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીની નવી કેટેગરીઓનો સમાવેશ થયો હતો. આ રેન્કિંગની શરૂઆત 2016માં કરવામાં આવી હતી.

રેન્કિંગના માપદંડોમાં શિક્ષણ, લર્નિંગ, રિસોર્સ, રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ્સ, આઉટરીચ, ઈન્ક્લુઝિવિટી અને હરીફાઈમાં દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી કેટેગરીમાં IISc બેંગ્લોર પ્રથમ, JNU બીજા અને મણિપાલની MAHE યુનિવર્સિટી ત્રીજા સ્થાને રહી. કોલેજ કેટેગરીમાં હિન્દુ કોલેજે પ્રથમ સ્થાન મેળવ્યું, મિરાન્ડા હાઉસ બીજા ક્રમે અને હંસરાજ કોલેજ ત્રીજા ક્રમે રહ્યું. ખાસ કરીને, હંસરાજ કોલેજ ગયા વર્ષે 12માં ક્રમે હતું.

મેડિકલ કેટેગરીમાં AIIMS દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે PGIMER ચંદીગઢ બીજા અને ક્રિસ્ટન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે રહ્યા છે.

 

The post NIRF રેન્કિંગ 2025: IIM અમદાવાદ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nirf-ranking-2025-iim-ahmedabad-iit-madras-top/feed/ 0