Hit and Run Case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hit-and-run-case/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 04:29:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Hit and Run Case Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/hit-and-run-case/ 32 32 પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ https://www.gujaratinside.com/2025/08/23/patna-daniyawan-road-accident-truck-hits-rickshaw-8-dead/ https://www.gujaratinside.com/2025/08/23/patna-daniyawan-road-accident-truck-hits-rickshaw-8-dead/#respond Sat, 23 Aug 2025 04:29:36 +0000 https://www.gujaratinside.com/?p=17019 બિહારના પટણા જિલ્લામાં શનિવારે (23 ઓગસ્ટ) થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મલમા ગામના કેટલાક લોકો રિક્ષામાં ફતુહા ખાતે ગંગા સ્નાન...

The post પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના પટણા જિલ્લામાં શનિવારે (23 ઓગસ્ટ) થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મલમા ગામના કેટલાક લોકો રિક્ષામાં ફતુહા ખાતે ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે દોડતી એક ટ્રક રિક્ષાને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાનું કચ્ચરઘાણ થઈ ગયું. ઘટનાસ્થળ પર જ આઠ લોકોના મોત થયા હતા અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર વાહન સાથે ફરાર થઈ ગયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર સ્થિતિને કારણે તેમને પટણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.

આ મામલે પોલીસે હિટ એન્ડ રન સહિત અકસ્માતનો ગુનો દાખલ કરી ટ્રક ચાલકની શોધ શરૂ કરી છે. હાલ સુધી ડ્રાઈવર વિશે કોઈ માહિતી સામે આવી નથી.

The post પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/patna-daniyawan-road-accident-truck-hits-rickshaw-8-dead/feed/ 0
હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ https://www.gujaratinside.com/2025/07/30/assam-actress-nandini-kashyap-arrested-hit-and-run-guwahati/ https://www.gujaratinside.com/2025/07/30/assam-actress-nandini-kashyap-arrested-hit-and-run-guwahati/#respond Wed, 30 Jul 2025 16:38:45 +0000 https://www.gujaratinside.com/?p=15733 25 જુલાઈએ ગુવાહાટીમાં બનેલા હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન નંદિનીને ગુવાહાટીમાંથી કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના 25 જુલાઈની રાત્રે લગભગ 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થી સમીઉલ હક રસ્તો ક્રોસ કરી...

The post હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
25 જુલાઈએ ગુવાહાટીમાં બનેલા હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન નંદિનીને ગુવાહાટીમાંથી કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટના

25 જુલાઈની રાત્રે લગભગ 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થી સમીઉલ હક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી SUVએ તેને ટક્કર મારી હતી. સમીઉલ નલબાડી પોલિટેકનિક કોલેજનો વિદ્યાર્થી હતો અને સાથે ગુવાહાટી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કામ કરતો હતો. અકસ્માત બાદ SUV ચલાવી રહેલી નંદિની કશ્યપ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે.

પોલીસની કાર્યવાહી અને આરોપ

ગુવાહાટી પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી. પહેલા અભિનેત્રીને ડિટેઈન કરી લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસે તપાસ કરી રહી છે કે દુર્ઘટના સમયે નંદિની નશામાં હતી કે નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેના સામે IPC ધારા 279 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું) અને 304A (બેદરકારીથી મોત) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીનું મોત અને પરિવારનો રોષ

સમીઉલને અકસ્માત બાદ પહેલા ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલત ગંભીર થતાં તેને એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ચાર દિવસ સુધી સારવાર બાદ 29 જુલાઈએ સમીઉલનું મોત થયું.

પોલીસે જણાવ્યું છે કે તેમને ઘટનાસ્થળના CCTV ફૂટેજ મળી ગયા છે અને નંદિની કશ્યપની બે કાર જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે.

 

The post હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/assam-actress-nandini-kashyap-arrested-hit-and-run-guwahati/feed/ 0
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/ https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/#respond Sun, 20 Jul 2025 13:25:26 +0000 https://www.gujaratinside.com/?p=14998 ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને  નીકળેલી કારે અચાનક સાફ સફાઈ કરી રહેલી મહિલા સફાઈકર્મીને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ મહિલાની હાલત ગંભીર બની ગઈ અને તે જમીન પર પટકાઈ પડી. આ ઘટના બાદ કારચાલક એ અકસ્માત સર્જીને કોઈપણ પ્રકારની મદદ કર્યા વગર તુરંત ગાડી લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

ગુજરાતમાં આવી ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે અને લોકોમાં રોડ સલામતી અને ડ્રાઇવિંગ શિસ્ત અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે.

The post સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/hit-and-run-surat-petrol-pump-woman-injured/feed/ 0