I.N.D.I.A Alliance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/i-n-d-i-a-alliance/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 01 Sep 2025 12:53:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png I.N.D.I.A Alliance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/i-n-d-i-a-alliance/ 32 32 નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/ https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/#respond Mon, 01 Sep 2025 13:15:16 +0000 https://www.gujaratinside.com/?p=18000 વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો...

The post નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા આયોજિત મતદાતા અધિકાર યાત્રાનું સમાપન પટણામાં થયું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે સભા સંબોધી હતી. બંને નેતાઓએ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા અને દાવો કર્યો કે, નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં લઈ ગયા છે, જે યુવાનોના અધિકારો, આરક્ષણ અને રોજગારી માટે સીધો હુમલો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વૉટ ચોરી માત્ર ચૂંટણીમાં ગેરરીતિ નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. વૉટ ચોરી એટલે અધિકારો, આરક્ષણ, રોજગાર અને શિક્ષણના અવસરોની ચોરી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી ઉદાહરણ આપતાં પુછ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં લગભગ સમાન મત મળવા છતાં, એક કરોડ નવા મતદારોના વોટ કેવી રીતે ભાજપના ખાતામાં ગયા? આ દર્શાવે છે કે ચૂંટણી પંચ અને ભાજપ મળીને વૉટ ચોરી કરી રહ્યા છે.

રાહુલ ગાંધી દ્વારા મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જે શક્તિઓએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તે જ શક્તિઓ આજે સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમના આગ્રહ પ્રમાણે આવું નહીં થવા દઈએ. તેમણે જણાવ્યું કે મતદાતા અધિકાર યાત્રાને સમગ્ર બિહાર અને દેશભરમાંથી અપાર સમર્થન મળ્યું છે.

તે જ સમયે, તેજસ્વી યાદવે જણાવ્યું કે, ભાજપ લોકશાહીને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહી છે, પરંતુ બિહારની 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જનતા તેની યોગ્ય જવાબ આપશે. યાત્રાના સમાપન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા.

The post નવા મતદારોના વૉટ પર આક્ષેપ: રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/rahul-gandhi-tejashwi-yadav-voter-fraud-allegation/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/ https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/#respond Tue, 19 Aug 2025 06:04:10 +0000 https://www.gujaratinside.com/?p=16678 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

TMCનું કહેવું છે કે આ ચૂંટણી ફક્ત પદ માટેની લડાઈ નથી, પરંતુ બંધારણ અને ‘આઈડિયા ઑફ ઈન્ડિયા’ને બચાવવાની લડાઈ છે. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 12:30 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાશે અને સાંજ સુધીમાં મજબૂત ઉમેદવારના નામની જાહેરાત થશે તેવી આશા છે.

બીજી તરફ, NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે. તેઓ 31 જુલાઈ, 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને તે પહેલાં ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. રાધાકૃષ્ણન તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે અને ચાર દાયકાથી વધુનો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ બે વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમનો RSSની વિચારધારા સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/vice-president-election-2025-nda-cp-radhakrishnan-tmc-demand/feed/ 0