ICSE board NOC Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/icse-board-noc/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 14:37:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ICSE board NOC Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/icse-board-noc/ 32 32 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/ https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/#respond Sat, 23 Aug 2025 14:37:40 +0000 https://www.gujaratinside.com/?p=17090 અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે...

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી NOC રદ કરવા અંગે સ્કૂલને ચેતવણી આપી છે. સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ માટે ગુજરાત બોર્ડની પણ મંજૂરી છે. તેમ છતાં, ઘટનાના સંદર્ભમાં સ્કૂલ તરફથી કોઈ સત્તાવાર અહેવાલ કે વિગત રજૂ કરવામાં આવી નથી.

નોટિસમાં સ્પષ્ટ કરાયું છે કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે શાળાએ તાત્કાલિક પગલાં લીધા નહોતા અને બેદરકારી દાખવી હતી. ઉપરાંત, વિદ્યાર્થી વચ્ચેના વિગ્રહના બનાવો હોવા છતાં શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં પણ સ્કૂલના આચાર્ય અને સ્ટાફની બેદરકારી સામે આવી છે. આ તમામ મુદ્દાઓને લઈને DEOએ સ્કૂલને ત્રણ દિવસમાં સ્પષ્ટ ખુલાસો કરવા જણાવ્યું છે, નહીંતર માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

 

The post અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/ahmedabad-seventh-day-school-deo-notice-murder-case/feed/ 0