imachal Cloudburst Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/imachal-cloudburst/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 04:18:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png imachal Cloudburst Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/imachal-cloudburst/ 32 32 હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન https://www.gujaratinside.com/2025/08/14/himachal-cloudburst-kullu-shimla-roads-closed-heavy-loss/ https://www.gujaratinside.com/2025/08/14/himachal-cloudburst-kullu-shimla-roads-closed-heavy-loss/#respond Thu, 14 Aug 2025 04:18:45 +0000 https://www.gujaratinside.com/?p=16164 હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ આ વખતે ફરી વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સાંજે કુલ્લુ અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તબાહી સર્જી છે. સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને ઓછામાં ઓછા 325 રસ્તાઓ બંધ કરવાનો ફરમાન આપવા પડ્યો છે. ₹2031 કરોડથી વધુનું નુકસાન, 126 મોત અધિકારીઓ મુજબ...

The post હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ આ વખતે ફરી વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સાંજે કુલ્લુ અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તબાહી સર્જી છે. સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને ઓછામાં ઓછા 325 રસ્તાઓ બંધ કરવાનો ફરમાન આપવા પડ્યો છે.

₹2031 કરોડથી વધુનું નુકસાન, 126 મોત

અધિકારીઓ મુજબ 20 જૂનથી ચાલુ થયેલા ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યને લગભગ ₹2031 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ સિવાય 126 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 36 લોકો હજુ સુધી ગુમ છે. ઘરો, પુલો, રોડ અને વાહનોને ભારે નુકસાન થયું છે.

વાદળ ફાટવાના મુખ્ય સ્થળો

  • કુલ્લુના નિરમંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બંજાર ઉપમંડળની તીર્થન ખીણની બાથાધ પહાડી – બે સ્થળે વાદળ ફાટ્યું.
  • શિમલાના રામપુર વિસ્તારમાં નંટી ગામે પણ બુધવારે રાત્રે વાદળ ફાટ્યું, જ્યાં એક પુલ ધરાશાયી થયો અને તીર્થન નદી પાસેના કેટલાંક કૉટેજ અને વાહનો પાણીમાં વહી ગયા.

કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ. રવિશે જણાવ્યું કે, “સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું છે અને રાહત કામગીરી શરૂ થઈ છે. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં હિમાચલના કેટલાક વિસ્તારોમાં વધુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે:

  • ગુરુવારે: ચંબા, કાંગડા અને મંડી – ઓરેન્જ એલર્ટ
  • શુક્રવારથી રવિવાર સુધી: 4થી 6 જિલ્લામાં ભારે વરસાદ માટે આગાહી

The post હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/himachal-cloudburst-kullu-shimla-roads-closed-heavy-loss/feed/ 0