IMD weather update Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/imd-weather-update/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 08 Sep 2025 13:48:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png IMD weather update Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/imd-weather-update/ 32 32 ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/ https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/#respond Mon, 08 Sep 2025 13:47:55 +0000 https://www.gujaratinside.com/?p=18789 ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો.

ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને કચ્છના 7 રાજમાર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.

  • રાપરમાં 4.45 ઇંચ
  • ગાંધીધામમાં 3.43 ઇંચ
  • ભચાઉમાં 3.15 ઇંચ
  • નખત્રાણામાં 2.99 ઇંચ
  • ભુજમાં 2.64 ઇંચ
  • અંજારમાં 2.36 ઇંચ
  • અબડાસામાં 1.5 ઇંચ
  • માંડવીમાં 1.1 ઇંચ 
  • મુંદ્રામાં 1 ઇંચ 

પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ અને રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ અને વલસાડના કેટલાક તાલુકામાં 4.50 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં આશરે 2.5 ઇંચ નોંધાયો.

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર છે, અને કચ્છ કલેક્ટર આન્નંદ પટેલે નાગરિકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભુજ, અંજાર અને પૂર્વ કચ્છમાં પાણી ભરાવાના ખતરાને પગલે પોલીસ તંત્ર સજ્જ છે, અને સ્થાનિક લોકોને મદદ માટે સતત પ્રાવસ્થા રાખવામાં આવી છે.

 

 

The post ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/gujarat-heavy-rain-kutch-banas-kantha-patan-alert/feed/ 0
હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/ https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/#respond Sat, 30 Aug 2025 05:02:07 +0000 https://www.gujaratinside.com/?p=17757 ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં...

The post હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા બે કલાકમાં રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ હાલોલમાં પડ્યો હતો, જ્યાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુવામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચ વરસાદ થયો હતો.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને હવામાનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

 

The post હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/feed/ 0
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/ https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/#respond Sat, 16 Aug 2025 09:20:37 +0000 https://www.gujaratinside.com/?p=16429 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આગાહી...

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે તાજા અપડેટમાં જણાવ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

આગામી આગાહી
હવામાન વિભાગ મુજબ, શનિવાર (16 ઓગસ્ટ)ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવાર (17 ઓગસ્ટ)એ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

બે જિલ્લામાં રેડ એલર્ટ
સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.

યેલો એલર્ટ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં સાંજ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં
ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે, જે મુજબ સાંજ સુધી મધ્યમથી ભારે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

વરસાદના આંકડા
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદમાં 1.22 ઈંચ, ગાંધીનગરમાં 0.94 ઈંચ, સુરતમાં 0.43 ઈંચ, છોટા ઉદેપુરમાં 0.39 ઈંચ અને નર્મદા જિલ્લામાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે.

 

 

The post ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: બે જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/gujarat-heavy-rainfall-alert-imd-update/feed/ 0