Income Tax Bill 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/income-tax-bill-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 12 Aug 2025 03:28:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Income Tax Bill 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/income-tax-bill-2025/ 32 32 કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી https://www.gujaratinside.com/2025/08/12/income-tax-amendment-bill-2025-passed-without-debate/ https://www.gujaratinside.com/2025/08/12/income-tax-amendment-bill-2025-passed-without-debate/#respond Tue, 12 Aug 2025 03:28:55 +0000 https://www.gujaratinside.com/?p=16107 નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે. આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર...

The post કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે.

આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર એ થયો છે કે જો કોઇ વ્યક્તિ વિલંબથી રિટર્ન ફાઈલ કરે છે, તો તેને હવે રિફંડ મળશે અને તેના પર પેનલ્ટી નહીં લેવામાં આવે. અગાઉના ડ્રાફ્ટ બિલમાં વિલંબિત રિટર્ન ફાઈલ કરનારાને રિફંડથી વંચિત કરવાની જોગવાઈ હતી, જે હવે પાછી ખેંચાઈ ગઈ છે.

નવા સુધારામાં ટીડીએસ, એક્ઝમ્પ્શન અને અન્ય અનુપાલન સંબંધિત જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. તેમજ વ્યક્તિગત કરદાતાઓ માટે રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. જૂની ખોટ કેરી ફોરવર્ડ કરવાની તક આપવામાં આવશે અને ટૅક્સ કલમોમાં 50% સુધીનો ઘટાડો કર્યો છે.

કંપનીઓ વચ્ચે ડિવિડંડ વહેંચણી અંગે કલમ 80(M) પણ સુધારવામાં આવી છે, જેથી હવે કંપનીઓને ઘટાડેલા કોર્પોરેટ ટેક્સ રેટનો લાભ મળવાનો માર્ગ ખૂલી ગયો છે. શૂન્ય વેરા કપાત માટે પ્રમાણપત્ર આપવાની જોગવાઈ પણ નવો ઉમેરાયો છે. વધુમાં, ભૂલથી થયેલા ટેક્સ ભંગ માટે અધિકારીઓ પાસે માફી આપવાની સત્તા રહેશે.

વિપક્ષના હોબાળા વચ્ચે કુલ 9 બિલ પસાર થયા જેમાંથી 4 લોકસભામાં અને 5 રાજ્યસભામાં હતા. તેમાં ઈન્કમટેક્સ બિલ ઉપરાંત નેશનલ સ્પોર્ટ્સ બિલ, નેશનલ એન્ટી ડોપિંગ બિલ, ટેક્સેશન લો એમેન્ડમેન્ટ બિલ અને મણિપુરના સંબંધિત ઘણા બિલોનો સમાવેશ થાય છે.

 

The post કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/12/income-tax-amendment-bill-2025-passed-without-debate/feed/ 0
કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે https://www.gujaratinside.com/2025/08/08/income-tax-bill-2025-withdrawn-new-draft-coming-august-11/ https://www.gujaratinside.com/2025/08/08/income-tax-bill-2025-withdrawn-new-draft-coming-august-11/#respond Fri, 08 Aug 2025 11:20:44 +0000 https://www.gujaratinside.com/?p=16042 ચાલું નાણાકીય વર્ષના બજેટમાં ખાસ ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું છે. આ બિલનું ઉદ્દેશ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલીને વધુ સરળ અને આધુનિક નીતિઓ લાવવાનું હતું. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર વધુ સુધારાની જરૂર જણાતા સરકાર આ બિલને પાછું ખેંચી રહી છે. હવે 11 ઓગસ્ટે બૈજયંત પાંડાની અધ્યક્ષતા...

The post કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચાલું નાણાકીય વર્ષના બજેટમાં ખાસ ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું છે. આ બિલનું ઉદ્દેશ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલીને વધુ સરળ અને આધુનિક નીતિઓ લાવવાનું હતું. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર વધુ સુધારાની જરૂર જણાતા સરકાર આ બિલને પાછું ખેંચી રહી છે. હવે 11 ઓગસ્ટે બૈજયંત પાંડાની અધ્યક્ષતા હેઠળ કાર્યરત સિલેક્ટ કમિટીની ભલામણો સાથે નવી આવૃત્તિ રજૂ કરવામાં આવશે.

આ કમિટીએ 4,500 પેજના રિપોર્ટમાં કુલ 285 ભલામણો આપી છે. ખાસ કરીને એનજીઓ અને ધાર્મિક સંસ્થાઓ માટે ગુપ્ત દાન પર ટેક્સ છૂટની ભલામણો કરવામાં આવી છે. આમ દાનધર્મ અને ચેરિટેબલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે આ નવા બિલમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.

મહત્વની ભલામણોમાં પોતાની સ્થાવર જંગમ મિલકત જેટલી હોમ લોન વ્યાજ પર પર છૂટ હવે ભાડે અપાતી મિલકત માટે પણ આપવામાં આવે તેવી માંગ છે. સાથે જ TDS અને TCSના રિફંડની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા પણ સૂચન કરાયું છે.

આ નિર્ણય એ પણ બતાવે છે કે કેન્દ્ર સરકાર કરદાતાઓ અને સામાજિક સંસ્થાઓ માટે વધુ સંવેદનશીલ અને અસરકારક નીતિ લાવવાની દિશામાં આગ્રહપૂર્વક આગળ વધી રહી છે. હવે નવો બિલ કેટલી રાહતો સાથે આવશે તે 11 ઓગસ્ટે સામે આવશે.

The post કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/income-tax-bill-2025-withdrawn-new-draft-coming-august-11/feed/ 0