Income Tax Relief Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/income-tax-relief/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 13:18:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Income Tax Relief Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/income-tax-relief/ 32 32 રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી https://www.gujaratinside.com/2025/09/21/pm-modi-neo-middle-class-gst-reform/ https://www.gujaratinside.com/2025/09/21/pm-modi-neo-middle-class-gst-reform/#respond Sun, 21 Sep 2025 13:40:39 +0000 https://www.gujaratinside.com/?p=19812 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના તહેવારની શરૂઆત પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશના નાગરિકોને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારાઓના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી. સંબોધનમાં વડાપ્રધાને નવા મધ્યમ વર્ગનું ઉલ્લેખ કર્યો, જે તાજેતરમાં ગરીબીમાંથી ઉપર ઉઠેલા એવા સામાજિક-આર્થિક સમૂહને દર્શાવે છે, જે સારું શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય સેવાઓની અપેક્ષા રાખે છે, પરંતુ હજુ સુધી...

The post રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના તહેવારની શરૂઆત પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશના નાગરિકોને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારાઓના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી.

સંબોધનમાં વડાપ્રધાને નવા મધ્યમ વર્ગનું ઉલ્લેખ કર્યો, જે તાજેતરમાં ગરીબીમાંથી ઉપર ઉઠેલા એવા સામાજિક-આર્થિક સમૂહને દર્શાવે છે, જે સારું શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય સેવાઓની અપેક્ષા રાખે છે, પરંતુ હજુ સુધી સ્થિર મધ્યમ વર્ગની સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો નથી.

વડાપ્રધાએ જણાવ્યું કે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકવેરા છૂટ નવા મધ્યમ વર્ગ માટે ડબલ ભેટ સમાન છે, જ્યારે GST ઘટાડાથી નાગરિકોને પોતાના સપનાઓને પૂરું કરવા વધુ સહેલાઇ મળશે.

વડાપ્રધાએ GST સુધારા અંગે કહ્યું કે ‘એક દેશ એક કર’નું સ્વપ્ન હવે સાકાર થયું છે. પૂર્વે વેપારીઓ અને ગ્રાહકો વિવિધ પ્રકારના કર અને ટોલના જાળમાં ફસાયેલા હતા, જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર માટે મુશ્કેલીરૂપ બનતું હતું.

વિવિધ કર નિયમો વેપારીઓને અને નાગરિકોને મુશ્કેલીમાં મુકતા હતાં. સરકારના પ્રયાસોથી GST ને પ્રાથમિકતા આપવામાં આવી અને વેપારીઓ તથા નાગરિકોને આ જાળમાંથી મુક્ત કરવામાં સફળતા મળી, જેના કારણે દેશના અર્થતંત્ર અને નાગરિકો બંનેને લાભ થશે.

The post રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/pm-modi-neo-middle-class-gst-reform/feed/ 0