India-China trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-china-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 05:09:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India-China trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-china-trade/ 32 32 ભારત-ચીન સામે 100% ટેરિફની ટ્રમ્પની સલાહથી યુરોપિયન યુનિયન માં ચિંતા https://www.gujaratinside.com/2025/09/10/trump-urges-eu-100-percent-tariff-india-china/ https://www.gujaratinside.com/2025/09/10/trump-urges-eu-100-percent-tariff-india-china/#respond Wed, 10 Sep 2025 05:09:38 +0000 https://www.gujaratinside.com/?p=18980 અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજકીય અને આર્થિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અહેવાલો મુજબ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ના અધિકારીઓ સાથેની એક કોન્ફરન્સ કોલ દરમિયાન ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ લાગુ કરવાની અપીલ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત અને ચીન રશિયાથી તેલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે અને તેમના...

The post ભારત-ચીન સામે 100% ટેરિફની ટ્રમ્પની સલાહથી યુરોપિયન યુનિયન માં ચિંતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજકીય અને આર્થિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અહેવાલો મુજબ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ના અધિકારીઓ સાથેની એક કોન્ફરન્સ કોલ દરમિયાન ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ લાગુ કરવાની અપીલ કરી છે.

ટ્રમ્પનું માનવું છે કે ભારત અને ચીન રશિયાથી તેલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે અને તેમના વેપારથી જ રશિયાનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. આ કારણે જ 2022થી યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને સતત ફાયદો મળતો રહ્યો છે.

ટ્રમ્પના મત મુજબ જો ઈયુ ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ લગાવે તો રશિયા પર આર્થિક દબાણ વધી શકે છે, જેનાથી રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ મળી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો ઈયુ આવા કડક પગલાં લેશે તો અમેરિકા પણ સમાન રીતે ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ લાગુ કરશે.

હાલમાં ઈયુનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનમાં છે અને ટ્રમ્પ સાથેની ચર્ચા દરમિયાન વેપાર પ્રતિબંધો અને વ્યૂહાત્મક નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

યુરોપિયન નેતાઓ માટે આ પ્રસ્તાવ રાજકીય રીતે સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારત અને ચીન સાથેના વેપાર સંબંધો યુરોપ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ટ્રમ્પની આ ટિપ્પણીથી એક તરફ વૈશ્વિક રાજકીય અર્થતંત્રમાં તણાવની શક્યતા વધતી દેખાઈ રહી છે તો બીજી તરફ આ અપીલ અમલમાં આવે તો તે ભારત, ચીન તેમજ યુરોપિયન બજાર માટે મોટા પડકારો ઉભા કરી શકે છે.

The post ભારત-ચીન સામે 100% ટેરિફની ટ્રમ્પની સલાહથી યુરોપિયન યુનિયન માં ચિંતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/trump-urges-eu-100-percent-tariff-india-china/feed/ 0
ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ https://www.gujaratinside.com/2025/08/21/india-china-nepal-lipulekh-border-dispute/ https://www.gujaratinside.com/2025/08/21/india-china-nepal-lipulekh-border-dispute/#respond Thu, 21 Aug 2025 15:36:38 +0000 https://www.gujaratinside.com/?p=16900 ભારત અને ચીન વચ્ચે લિપુલેખ માર્ગ દ્વારા સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે થયેલા કરાર બાદ નેપાળે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે આ વિસ્તારને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો છે અને જણાવ્યું કે તે તેના સત્તાવાર નકશામાં દર્શાવવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની મહાકાલી નદીના પૂર્વમાં આવેલા છે...

The post ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને ચીન વચ્ચે લિપુલેખ માર્ગ દ્વારા સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે થયેલા કરાર બાદ નેપાળે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે આ વિસ્તારને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો છે અને જણાવ્યું કે તે તેના સત્તાવાર નકશામાં દર્શાવવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની મહાકાલી નદીના પૂર્વમાં આવેલા છે અને તે નેપાળનો હિસ્સો છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેપાળના દાવાને પાયા વિનાનો ગણાવ્યો. તેમણે કહ્યું કે લિપુલેખ ઘાટથી સરહદી વેપાર 1954થી ચાલી રહ્યો છે અને તે દાયકાઓથી પરંપરા મુજબ થઈ રહ્યો છે. કોવિડ અને અન્ય કારણોસર તે બંધ થયો હતો, પરંતુ હવે ફરી શરૂ કરાયો છે. ભારતે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારના એકતરફી દાવા સ્વીકારવામાં નહીં આવે.

મંગળવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થયેલી બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત દસ્તાવેજમાં જણાવાયું હતું કે બંને દેશો લિપુલેખ ઘાટ, શિપકી લા ઘાટ અને નાથુ લા ઘાટ મારફતે વેપાર ફરી શરૂ કરશે.

નેપાળે આ જાહેરાત પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેણે ભારતને આ વિસ્તારમા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા વિનંતી કરી હતી. નેપાળે દાવો કર્યો કે આ વિસ્તાર તેના રાજકીય નકશાનો ભાગ છે અને વિવાદનું સમાધાન રાજદ્વારી માધ્યમથી કરવું જોઈએ.

લિપુલેખ ભારત, નેપાળ અને ચીનની ત્રિજંક્શન પાસે આવેલો છે. ભારત તેને ઉત્તરાખંડનો ભાગ માને છે, જ્યારે નેપાળ તેને પોતાનો ભાગ ગણે છે. 2019માં ભારતના નવા નકશામાં આ વિસ્તાર દર્શાવાયા બાદ 2020માં નેપાળે પોતાના બંધારણમાં સુધારો કરીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધૂરા સમાવેશ કર્યો હતો. ભારતે તેને એકતરફી પગલું ગણાવીને નેપાળના દાવાનો ઇન્કાર કર્યો હતો.

 

The post ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/india-china-nepal-lipulekh-border-dispute/feed/ 0