India Cricket Team Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-cricket-team/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 21 Aug 2025 12:07:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Cricket Team Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-cricket-team/ 32 32 એશિયા કપ 2025 માટે ભારતે પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી, પરંતુ દ્વિપક્ષીય શ્રેણી પર નિષેધ યથાવત https://www.gujaratinside.com/2025/08/21/india-pakistan-asia-cup-2025-no-bilateral-series-confirmed/ https://www.gujaratinside.com/2025/08/21/india-pakistan-asia-cup-2025-no-bilateral-series-confirmed/#respond Thu, 21 Aug 2025 12:07:44 +0000 https://www.gujaratinside.com/?p=16865 એશિયા કપ 2025ના આયોજનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ભારત પાકિસ્તાન સામે માત્ર મલ્ટી નેશનલ ટુર્નામેન્ટ્સમાં જ રમશે, જ્યારે દ્વિપક્ષીય શ્રેણી પૂર્વવત નિષિદ્ધ રહેશે. ભારત સરકારનું કહેવું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં પ્રવેશ આપવા...

The post એશિયા કપ 2025 માટે ભારતે પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી, પરંતુ દ્વિપક્ષીય શ્રેણી પર નિષેધ યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એશિયા કપ 2025ના આયોજનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ભારત પાકિસ્તાન સામે માત્ર મલ્ટી નેશનલ ટુર્નામેન્ટ્સમાં જ રમશે, જ્યારે દ્વિપક્ષીય શ્રેણી પૂર્વવત નિષિદ્ધ રહેશે. ભારત સરકારનું કહેવું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં પ્રવેશ આપવા પર મનાઈ રહેશે.

આ વખતે એશિયા કપ યુએઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગ્રૂપ સ્ટેજમાં ભારત ત્રણે મેચ રમશે – જેમાં 10 સપ્ટેમ્બરે યૂએઈ સામે, 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે દુબઈમાં હાઈ-વોલ્ટેજ મેચ અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે અબુધાબી ખાતે મેચ શામેલ છે. સુપર-4 અને ફાઈનલ રાઉન્ડ સુધી બંને ટીમો પહોંચે તો ત્રણ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે થવાની શક્યતા છે.

રમત-ગમત મંત્રાલયે જણાવ્યું કે એશિયા કપ અને ICC ટૂર્નામેન્ટ્સને મલ્ટીનેશનલ સ્પર્ધાઓ તરીકે ગણવામાં આવે છે અને તેમાં ન્યુટ્રલ વેન્યુ રાખવા શરત રહેશે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, “દ્વિપક્ષીય રમતો માટે અમારા વલણમાં કોઈ ફેરફાર નહીં થાય.”

BCCI દ્વારા 19 ઓગસ્ટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સૂર્યકુમાર યાદવને કૅપ્ટન અને શુભમન ગિલને વાઈસ કૅપ્ટન બનાવાયા છે. ટીમમાં તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન સહિત મજબૂત ખેલાડીઓનો સમાવેશ થયો છે.

The post એશિયા કપ 2025 માટે ભારતે પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી, પરંતુ દ્વિપક્ષીય શ્રેણી પર નિષેધ યથાવત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/india-pakistan-asia-cup-2025-no-bilateral-series-confirmed/feed/ 0
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/ https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/#respond Tue, 19 Aug 2025 09:48:01 +0000 https://www.gujaratinside.com/?p=16693 યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...

The post એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યા, તિલક વર્મા અને અભિષેક શર્મા જેવા યુવા ખેલાડીઓ પર પણ વિશ્વાસ મૂકાયો છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.

ટીમમાં સામેલ ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટ કિપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટ કિપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે. સમગ્ર ટૂર્નામેન્ટ યુએઈના બે શહેરો – અબૂધાબી અને દુબઈમાં યોજાશે અને તે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈ જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે.

ભારતની ગ્રૂપ મેચોની વાત કરીએ તો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે દુબઈમાં યુએઈ સામે, બીજી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે અબૂધાબીમાં ઓમાન સામે રમાશે. ત્યારબાદ સુપર-4 સ્ટેજ અને ફાઈનલ મેચો યોજાશે. દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર-4માં જશે અને ત્યાંથી ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.

આ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું કારણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. પહલગામ હુમલા બાદ બંને દેશોએ 2027 સુધી એકબીજા સામે ત્રીજા દેશમાં જ રમવાની સહમતી આપી હતી. માર્ચમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતે પોતાની બધી મેચો દુબઈમાં રમી હતી અને ટાઇટલ જીતી લીધો હતો.

 

The post એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/india-asia-cup-2025-squad-announcement/feed/ 0