India Foreign Policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-foreign-policy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 15:55:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Foreign Policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-foreign-policy/ 32 32 વડાપ્રધાન મોદીની કતારના અમીર સાથે વાતચીત, દોહા હુમલાઓ પર ચિંતા વ્યક્ત https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-qatar-ameer-talks-doha-airstrike/ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-qatar-ameer-talks-doha-airstrike/#respond Wed, 10 Sep 2025 15:55:33 +0000 https://www.gujaratinside.com/?p=19057 નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મંગળવારે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી અને દોહામાં થયેલા તાજા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. 9 સપ્ટેમ્બર 2025ના રોજ ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. વડાપ્રધાને આ હુમલાને કતારની સંપ્રભુતા પર આંચકો ગણાવી તેનો...

The post વડાપ્રધાન મોદીની કતારના અમીર સાથે વાતચીત, દોહા હુમલાઓ પર ચિંતા વ્યક્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મંગળવારે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી અને દોહામાં થયેલા તાજા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી.

9 સપ્ટેમ્બર 2025ના રોજ ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. વડાપ્રધાને આ હુમલાને કતારની સંપ્રભુતા પર આંચકો ગણાવી તેનો કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો.

વાતચીત દરમિયાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશાં વાતચીત અને કૂટનીતિ દ્વારા વિવાદોનું સમાધાન શોધવાનું સમર્થન કરે છે અને હિંસા તથા તણાવને ટાળવા માટે તમામ પક્ષોને અપીલ કરે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના હિતમાં મજબૂત રીતે ઉભું છે અને આતંકવાદના તમામ સ્વરૂપો સામે લડત ચાલુ રાખશે. મોદીએ કતારને ખાતરી આપી કે ભારત આ કટોકટીમાં તેની સાથે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે પણ વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-ઇટલી રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી અને યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે સહયોગ વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

 

The post વડાપ્રધાન મોદીની કતારના અમીર સાથે વાતચીત, દોહા હુમલાઓ પર ચિંતા વ્યક્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-qatar-ameer-talks-doha-airstrike/feed/ 0
ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-jaishankar-reaction-trump-india-us-ties/ https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-jaishankar-reaction-trump-india-us-ties/#respond Sat, 06 Sep 2025 11:50:07 +0000 https://www.gujaratinside.com/?p=18577 નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા...

The post ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા હતા. તેના પ્રતિસાદમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “અમે ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકા વચ્ચેના ખાસ સંબંધો અંગેના તેમના સકારાત્મક વિચારોની પ્રશંસા કરીએ છીએ અને તેનો સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”

થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે અમેરિકા “ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.” જોકે, ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી કે, ભારત-અમેરિકા સંબંધો હંમેશાં ખાસ રહેશે અને તેઓ મોદીના હંમેશાં મિત્ર રહેશે.

જયશંકરે પણ આ મુદ્દે ઉમેર્યું કે, “પીએમ મોદીના ટ્રમ્પ સાથે અંગત સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે અને ભારત અમેરિકા સાથે જોડાયેલું રહે છે.”

આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે ગયા મહિને ટ્રમ્પ સરકારે ભારત પર 50% ટેરિફ લાદ્યું હતું અને તેલ આયાતના મુદ્દે ભારતની ટીકા કરી હતી. SCO શિખર સંમેલનમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળ્યા બાદ ટ્રમ્પના ટિપ્પણીઓ વધુ ચર્ચામાં આવી હતી.

 

The post ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-jaishankar-reaction-trump-india-us-ties/feed/ 0
પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/#respond Sun, 31 Aug 2025 11:20:11 +0000 https://www.gujaratinside.com/?p=17885 ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ...

The post પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ જિનપિંગ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે જોડાણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન હરીફ નથી, પરંતુ વિકાસના ભાગીદાર છે અને મતભેદોને વિવાદોમાં ફેરવવા ન જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને 2026માં ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.

વિવિધ ચર્ચાઓમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળના મહત્વ પર ભાર મૂક્યો અને બંને વડાઓએ સરહદ મદ્દે યોગ્ય, નિષ્પક્ષ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગયા વર્ષે સૈનિકોની સફળ વાપસી બાદ સરહદ પર શાંતિ જાળવી રાખવામાં સંતોષ વ્યક્ત કર્યો.

જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે “મિત્ર બનવું બંને દેશો માટે યોગ્ય વિકલ્પ છે. એલિફન્ટ અને ડ્રેગન સાથે મળીને કામ કરે અને બંને લોકોની સુખાકારી, વિકાસશીલ દેશોની એકતા અને માનવ સમાજની પ્રગતિને વેગ આપે.” તેમણે જણાવ્યું કે બંને દેશોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે સંબંધો બાંધવા જોઈએ.

ચીનની શિન્હુઆ એજન્સીના અહેવાલ મુજબ, જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે ભારત અને ચીન હરીફ નથી પરંતુ સહયોગી ભાગીદાર છે. અમેરિકાની એકપક્ષીય નીતિઓ ટીકાજનક છે અને બંને દેશોને બહુપક્ષીયતા જાળવવા, એશિયા અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા કામ કરવું જોઈએ.

લગભગ દસ મહિનામાં પીએમ મોદી- જિનપિંગ ની આ બીજી મુલાકાત છે. અમેરિકાની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં પડેલી તિરાડને ધ્યાનમાં લેતા ચીન સાથે વેપાર સંબંધો સુધારવા પર ભાર મુકાયો. જિનપિંગે જણાવ્યું કે વિશ્વ હાલ સદીમાં એકવાર આવતા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, અને ભારત-ચીન જેવી પ્રાચીન અને મોટી વસ્તી ધરાવતી રાષ્ટ્રો આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.

 

The post પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/feed/ 0
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/#respond Sun, 31 Aug 2025 04:56:43 +0000 https://www.gujaratinside.com/?p=17854 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું....

The post વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.”

જવાબમાં, ઝેલેન્સ્કીએ ‘X’ પર જણાવ્યું કે તેમણે પીએમ મોદીને વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુરોપીય નેતાઓ સાથે થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે યુક્રેન રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે તૈયાર છે, પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેત આપ્યા નથી અને નાગરિકો પર હુમલાઓ ચાલુ રહ્યા છે. ઝેલેન્સ્કીએ પીડિતોના પરિવારો માટે વડાપ્રધાન મોદા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા બંને નેતાઓએ પોતાની સ્થિતિનું સંકલન કર્યું હોવાનું જણાવ્યું.

 

The post વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-telephonic-call-ukraine-president-zelensky/feed/ 0
‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ https://www.gujaratinside.com/2025/08/23/jaishankar-slams-us-pakistan-ties-abbottabad-remark/ https://www.gujaratinside.com/2025/08/23/jaishankar-slams-us-pakistan-ties-abbottabad-remark/#respond Sat, 23 Aug 2025 14:40:35 +0000 https://www.gujaratinside.com/?p=17093 ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા...

The post ‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના આશ્રયની યાદ અપાવી છે.

એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે, “અમેરિકા અને પાકિસ્તાનનો એકબીજા સાથેનો ઈતિહાસ રહ્યો છે અને ઈતિહાસને અવગણવાનો પણ ઈતિહાસ રહ્યો છે. આ પહેલીવાર નથી. આજે અમેરિકી સેના કોઈને સર્ટિફિકેટ આપે છે, પરંતુ થોડા વર્ષો પહેલા એ જ સેના એબટાબાદમાં ઘૂસી હતી. આખી દુનિયાને ખબર છે કે ત્યાં કોણ મળ્યું હતું.”

ટ્રમ્પના મધ્યસ્થીના દાવા પર પણ જયશંકરે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “ભારતે ક્યારેય કોઈ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર સમયે અમેરિકા સહિત અનેક દેશોએ અમારો સંપર્ક કર્યો હતો, પરંતુ મધ્યસ્થીનો કોઈ પ્રશ્ન જ નહોતો. આવા દાવા ખોટા છે.”

જયશંકરે આગળ કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચેની વાટાઘાટો ચાલુ છે અને કોઈ મતભેદને કારણે સંબંધોમાં તોડફોડ નથી થઈ. પરંતુ ભારત પોતાની રેડ લાઈન્સ પરથી સમાધાન નહીં કરે, ખાસ કરીને ખેડૂતો અને નાના ઉત્પાદકો સંબંધિત મુદ્દાઓ પર.

રશિયા પાસેથી તેલ ખરીદી પર અમેરિકાની ટિપ્પણીઓને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે, “જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો.”

 

The post ‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/jaishankar-slams-us-pakistan-ties-abbottabad-remark/feed/ 0
પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા https://www.gujaratinside.com/2025/08/08/modi-putin-trump-brics-response/ https://www.gujaratinside.com/2025/08/08/modi-putin-trump-brics-response/#respond Fri, 08 Aug 2025 14:03:13 +0000 https://www.gujaratinside.com/?p=16055 અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ...

The post પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ ભારત-રશિયા “વિશેષ અને અધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી”ને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ પુતિનને આ વર્ષના અંતે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.

પીએમ મોદીએ એક્સ (પૂર્વેના ટ્વિટર) પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે વિશાળ વિષયો પર વાતચીત થઈ અને યુક્રેનના સંઘર્ષ અંગે અપડેટ મળ્યું. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલાં જ પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી.

બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને ભારત સામે અનેક તીખા નિવેદનો પણ આપ્યા છે. તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદી યુદ્ધને નાણાં આપે છે. જોકે, ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે યુરોપ અને અમેરિકા પોતે પણ રશિયાથી ઓઇલ અને ગેસ ખરીદે છે.

ટ્રમ્પના આ નિવેદનો વચ્ચે ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે કોઈ દબાણ હેઠળ નિર્ણય નહીં કરે. NSA અજિત ડોભાલ રશિયામાં પુતિન સાથે મળ્યા હતા અને વડાપ્રધાન મોદી આ જ મહિને ચીનની મુલાકાતે જવાનો કાર્યક્રમ ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું છે કે જો સુધી ટેરિફ મુદ્દે સમાધાન નહીં થાય, ત્યા સુધી ભારત સાથે કોઈ પણ વેપાર ચર્ચા નહીં કરવામાં આવે. 27 ઓગસ્ટથી વધારેલી ટેરિફ અમલમાં આવશે.

ટ્રમ્પ અગાઉ પણ ભારતને લઈને ઝેરી ટિપ્પણીઓ કરતા રહ્યાં છે — તેમણે ભારતના અર્થતંત્રને “મૃત” ગણાવ્યું છે અને કહ્યું છે કે “મને ફરક નથી પડતો કે ભારત અને રશિયા પોતાના અર્થતંત્રને તળિયે લઈ જાય.”

The post પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/modi-putin-trump-brics-response/feed/ 0
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ https://www.gujaratinside.com/2025/08/01/india-rejects-f35-offer-mea-clarification-trump-tariff/ https://www.gujaratinside.com/2025/08/01/india-rejects-f35-offer-mea-clarification-trump-tariff/#respond Fri, 01 Aug 2025 13:38:06 +0000 https://www.gujaratinside.com/?p=15798 અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ...

The post ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.

લોકસભામાં લેખિત જવાબ આપતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ‘આ મુદ્દા પર હજી સુધી કોઈ ઔપચારિક વાતચીત નથી થઈ.’ MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત ભાગીદારી છે અને તે તાજેતરના સમયમાં વધુ મજબૂત બની છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા સાથે મળીને અમે 21મી સદીની ભારત-અમેરિકન કોમ્પેક્ટ પાર્ટનરશીપ બનાવી છે, જે સંબંધોને વધુ વેગ આપશે.’

જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી F-35 જેટનો પ્રશ્ન છે, ત્યાં સંબંધિત મંત્રાલય જ યોગ્ય જવાબ આપી શકશે. તેમણે ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધ અંગે પણ કહ્યું કે ભારતે આ પ્રતિબંધોની નોંધ લીધી છે અને તેના પર વિચાર ચાલી રહ્યો છે.

સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી અંગે તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ મજબૂત છે અને અનેક પડકારો છતાં તે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. ટેરિફ મુદ્દે તેમણે કહ્યું કે તેના જવાબ માટે વ્હાઈટ હાઉસનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.

The post ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/01/india-rejects-f35-offer-mea-clarification-trump-tariff/feed/ 0
“ભારતે સહાય ન કરી હોત તો માલદીવ નાદાર થઈ ગયો હોત”: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો મોટો ખુલાસો https://www.gujaratinside.com/2025/07/23/maldives-nasheed-thanks-india-economic-aid-modi-visit/ https://www.gujaratinside.com/2025/07/23/maldives-nasheed-thanks-india-economic-aid-modi-visit/#respond Wed, 23 Jul 2025 18:01:59 +0000 https://www.gujaratinside.com/?p=15116 ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂના સારા સંબંધો ફરી મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25થી 26 જુલાઈ દરમિયાન માલદીવની યાત્રા પર જશે, જ્યાં તેઓ દેશની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ યાત્રા પૂર્વે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતની સહાય માટે ઋણસ્વીકાર વ્યક્ત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું...

The post “ભારતે સહાય ન કરી હોત તો માલદીવ નાદાર થઈ ગયો હોત”: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો મોટો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂના સારા સંબંધો ફરી મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25થી 26 જુલાઈ દરમિયાન માલદીવની યાત્રા પર જશે, જ્યાં તેઓ દેશની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ યાત્રા પૂર્વે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતની સહાય માટે ઋણસ્વીકાર વ્યક્ત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

મોહમ્મદ નશીદે જણાવ્યું હતું કે, “જ્યારે માલદીવ સૌથી ભયાનક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય દેવું સતત વધી રહ્યું હતું, ત્યારે ભારતે સમયસર સહાયતા કરી. જો ભારતની મદદ ન મળત, તો દેશ નાદાર થઈ જાત.” તેમણે ભારતની આર્થિક સહાયને ઐતિહાસિક અને જીવનરક્ષક પગલું ગણાવ્યું.

માત્ર આર્થિક емес, નશીદે ભારત સાથેના સંબંધોને વ્યાપક સ્તરે મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેમણે સંરક્ષણ સહયોગ, સમુદ્રી સુરક્ષા અને આપત્તિ પ્રતિક્રિયા જેવા ક્ષેત્રોમાં ભારત સાથેની ભાગીદારીને આવશ્યક ગણાવી. “ભારત અને માલદીવની નીતિમાં હવે સ્થિરતા જોવા મળી રહી છે, અને માલદીવની ‘India First’ નીતિ હવે વધુ મજબૂત બની છે,” નશીદે ઉમેર્યું.

આર્થિક વિકાસના પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ભારત હવે 4 ટ્રિલિયન ડૉલર જીડીપી સાથે વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામે છે. ભારતની ‘Neighbourhood First’ નીતિના કારણે માલદીવ જેવા નાના દેશોને ભારતની વૃદ્ધિ સાથે જોડાવાનો મોકો મળ્યો છે.

પર્યટન ક્ષેત્રમાં પણ નશીદે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન મોદીની યાત્રા ઉત્તર માલદીવમાં પર્યટન ઉદ્યોગ માટે નવી દિશા આપે. ખાસ કરીને ભારતની સહાયથી હનીમાડૂ એરપોર્ટનું બાંધકામ પુરું થવામાં છે, જે દક્ષિણ ભારતના શહેરોથી માત્ર એક કલાકની ફ્લાઇટ અંતરે રહેશે. આ નવેસરથી ઉભી થતી કનેક્ટિવિટી વેપાર અને પર્યટન બંનેમાં ઊંચો ઉછાળો લાવશે.

The post “ભારતે સહાય ન કરી હોત તો માલદીવ નાદાર થઈ ગયો હોત”: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો મોટો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/maldives-nasheed-thanks-india-economic-aid-modi-visit/feed/ 0