ભારત અને ફ્રાન્સ મળીને સ્વદેશી સ્ટીલ્થ ફાઈટર જેટ અને અન્ય આધુનિક એરક્રાફ્ટ માટે શક્તિશાળી જેટ એન્જિન બનાવવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં દેશનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ફ્રાન્સની એરોસ્પેસ કંપની સેફરાન સહભાગી રહેશે. પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) પાસે મંજૂરી માટે રજૂ કરવામાં...
