india news gujarati Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-news-gujarati/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 15 Aug 2025 14:44:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png india news gujarati Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-news-gujarati/ 32 32 અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/ https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/#respond Fri, 15 Aug 2025 14:44:53 +0000 https://www.gujaratinside.com/?p=16397 રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો...

The post અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. આજે સાંજે અમદાવાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. આ વરસાદથી ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી. જોકે, ઓફિસ ટાઈમ દરમિયાન શરૂ થયેલા વરસાદને કારણે SG હાઈવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.

વરસાદ દરમિયાન બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા અને ઘુમા સહિત SG હાઈવેના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા.
અમદાવાદમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 17 ઈંચ સાથે ચોમાસાના કુલ વરસાદનું 62 ટકા પ્રમાણ પૂરું થયું છે.

શહેરમાં સરેરાશ 21.40 ઈંચ વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં માત્ર 15 ટકા વરસાદ પડ્યો હતો.

 

 

The post અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ: SG હાઈવે પર ટ્રાફિક જામ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/ahmedabad-heavy-rain-sg-highway-traffic/feed/ 0
રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/ https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/#respond Fri, 15 Aug 2025 13:48:10 +0000 https://www.gujaratinside.com/?p=16391 સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા...

The post રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં રાઈડ્સ મુદ્દે હજુ સમસ્યાઓ યથાવત છે. ગુરૂવારે લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો હોવા છતાં બીજા દિવસે પણ 34માંથી ફક્ત 11 રાઈડ્સ જ શરૂ થઈ શકી હતી, જ્યારે બાકીની 23 રાઈડ્સને મંજૂરી મળી નથી. રાઈડ્સ સંચાલકોનું કહેવું છે કે માર્ગ અને મકાન વિભાગ રાઈડ્સ મુદ્દે જવાબદારી લેતા નથી, જેના કારણે મેળાની મજા લોકોને મળી નથી.

મેળાના મુલાકાતીઓએ રોષ વ્યક્ત કર્યો કે રાઈડ્સ વિના મેળાની મજા અધૂરી રહી છે. આ જ સ્થિતિ ગોંડલના લોકમેળામાં પણ જોવા મળી હતી, જ્યાં સતત બીજા દિવસે રાઈડ્સ બંધ રહી હતી. સંચાલકોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા આકરી SOP લાગુ કરવામાં આવી છે અને અધિકારીઓની મંજૂરીના અભાવે મુલાકાતીઓને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

આ વર્ષે સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, હવામાન વિભાગે 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જે મેળાની મજામાં વિઘ્ન ઊભું કરી શકે છે. તેમ છતાં મેળાનું આયોજન યથાવત રહેશે.

 

The post રાજકોટ લોકમેળામાં ફક્ત 11 રાઈડ્સ શરૂ, મંજૂરીના અભાવે 23 રાઈડ્સ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/rajkot-lokmela-rides-permission-issue/feed/ 0
સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર https://www.gujaratinside.com/2025/08/15/surendranagar-gang-rape-murder-case/ https://www.gujaratinside.com/2025/08/15/surendranagar-gang-rape-murder-case/#respond Fri, 15 Aug 2025 13:38:38 +0000 https://www.gujaratinside.com/?p=16387 સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી...

The post સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે, પ્રકાશ પરમાર સાથે ઝુમા ભદાણી સહિત કુલ પાંચ લોકો સામેલ હતા. પોલીસે ખુલાસો કર્યો કે, આરોપીઓએ મહિલાને ધાબા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યા બાદ મોતને ઘાટ ઉતારી હતી. હાલ ચાર આરોપીઓ ફરાર છે અને તેમની શોધ માટે પોલીસ ચક્રોગતિમાન થઈ છે.

ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો આધારિત તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં ત્રણ જણા સામે ગુનો દાખલ થયો છે, જેમાંથી એકની ધરપકડ થઈ ગઈ છે.

 

The post સુરેન્દ્રનગરમાં મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર ફરાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/surendranagar-gang-rape-murder-case/feed/ 0
જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-extra-st-buses-gujarat-1200-service/ https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-extra-st-buses-gujarat-1200-service/#respond Thu, 14 Aug 2025 12:18:59 +0000 https://www.gujaratinside.com/?p=16249 ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસર પર લોકો મોટા પ્રમાણમાં પોતાના વતન તરફ રવાના થાય છે. તહેવાર દરમ્યાન મુસાફરોને સહુલિયત મળી રહે તે માટે એસ.ટી નિગમે વિશેષ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય. અંદાજ મુજબ બે...

The post જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસર પર લોકો મોટા પ્રમાણમાં પોતાના વતન તરફ રવાના થાય છે. તહેવાર દરમ્યાન મુસાફરોને સહુલિયત મળી રહે તે માટે એસ.ટી નિગમે વિશેષ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય. અંદાજ મુજબ બે લાખથી વધુ મુસાફરો આ સુવિધાનો લાભ લેશે.

એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે તહેવારો અને મેળાઓ દરમ્યાન નાગરિકોની સુવિધા માટે વિશેષ બસો ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા જેવા મોટા શહેરો ઉપરાંત ડાકોર, દેવભૂમિ દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક સ્થળોએ બસોના વધારાના ફેરીઓની વ્યવસ્થા કરવામાં આવશે.

ગત વર્ષે જન્માષ્ટમી પર 1000 બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે વધતી જરૂરિયાતને કારણે 1200 બસો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાથી નાગરિકોની મુસાફરી આરામદાયક અને સલામત બનશે.

 

The post જન્માષ્ટમી પર ગુજરાતમાં મુસાફરી સહેલી બનશે: 1200 એક્સ્ટ્રા ST બસો દોડશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/janmashtami-extra-st-buses-gujarat-1200-service/feed/ 0
વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/ https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/#respond Thu, 14 Aug 2025 12:10:25 +0000 https://www.gujaratinside.com/?p=16246 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી...

The post વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા.

આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો નમૂનો અને ગાયત્રી સ્ટોરમાંથી ઘીનો નમૂનો લેવામાં આવ્યો. ઉપરાંત અન્નમબ્રહ્મમમાંથી જીરુંનો નમૂનો લેવામાં આવ્યો હતો. જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં હનુરામ ફુડ પ્રા. લિ.માંથી કેસર કાજુકતરી વિથ સિલ્વર લીફનો નમૂનો લેવામાં આવ્યો.

કમાટીબાગ વિસ્તારમાં ખોડલ કોર્પોરેશન પ્રા. લિ.માંથી પફ, બટાકા પૌવા અને દાલવડાના નમૂના લેવામાં આવ્યા. ખોડીયારનગર વિસ્તારમાં અમૃતસરી કુલચામાં ચેકિંગ કરી હળદર પાવડર અને મટકા બિરયાનીના નમૂના લેવામાં આવ્યા. તેમજ નિઝામપુરા વિસ્તારમાં ગોપાલ ખમણ હાઉસ, છાણી જકાતનાકા નજીક મધુરમ ફૂડ રેસ્ટોરન્ટ અને છાણી વિસ્તારમાં ધનલક્ષ્મી ફોર્ટમાં પણ ફૂડ ઇન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું.

 

The post વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/feed/ 0
જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/ https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/#respond Thu, 14 Aug 2025 11:59:09 +0000 https://www.gujaratinside.com/?p=16243 અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....

The post જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે જુગાર રમાડતા શખ્સો પર દરોડો પાડી મોટો ગુનો ઉકેલી લીધો. પોલીસે કમિશન પર જુગાર રમાડતા જીગ્નેશ પટેલ સહિત 10 જુગારીઓને ઝડપી લીધા અને સ્થળ પરથી 7.57 લાખની રોકડ, 50 હજારની કમિશન રકમ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

માહિતી મુજબ જીગ્નેશ પટેલ પોતાના ફ્લેટ નં. 801, સાતત્ય હાઇટ્સમાં બહારથી જુગારીઓને બોલાવીને નાળ કપાવતો હતો. જુગાર રમવા આવતા લોકોના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા. અંતે પોલીસને બાતમી મળતાં પીઆઇ વી.જે. ચૌધરીના નેતૃત્વમાં દરોડો પાડવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે જુગારીઓને ખાણીપીણીની સુવિધા પણ અપાતી હતી.

આ ઉપરાંત નારણપુરા પોલીસે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા મંગલમ નિર્વાણ એપાર્ટમેન્ટના ભાવિન પટેલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. તેણે માન સરોવર કોમ્પ્લેક્સમાં આવેલી પંચમ એન્ટરપ્રાઇઝ ઓફિસમાં જુગાર રમાડતા 10 શખ્સોને 1.23 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા.

ઝડપાયેલા શખ્સોમાં: જીગ્નેશ પટેલ (સાતત્ય હાઇટ્સ), અમિત દેકીવાડીયા (સેટેલાઇટ), વિશાલ બારોટ (સાબરમતી), પંકજ પટેલ (જજીસ બંગ્લોઝ રોડ), સુભાષ પટેલ, શૈલેષ ઇસોટિયા (જોધપુર), રતિ ટાંક (સોલા), મુનેષ પટેલ (સાઉથ બોપલ), હાર્દિક વાછાણી અને જીગ્નેશ વાછાણી (વસ્ત્રાપુર) સામેલ છે.

 

The post જોધપુર સાતત્ય હાઇટ્સમાં જુગારખાનું પકડાયું: 10 જુગારીઓ રોકડ અને લક્ઝરી કાર સાથે ઝડપાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/ahmedabad-gambling-raid-satatya-heights-10-arrested/feed/ 0
બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/ https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/#respond Thu, 14 Aug 2025 11:16:59 +0000 https://www.gujaratinside.com/?p=16219 બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...

The post બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે.

ચૂંટણી પંચે બૂથવાર યાદી તૈયાર કરવાની સાથે EPIC સર્ચ સુવિધા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. જેથી મતદાર પોતાનો EPIC નંબર દાખલ કરીને યાદીમાં નામ ચકાસી શકે. યાદીમાં નામ ન હોવાનું કારણ સ્પષ્ટ દર્શાવવામાં આવશે. ઉપરાંત, આધાર કાર્ડની નકલ જોડીને દાવો કરવાની સુવિધા પણ મળશે.

આ માહિતી માત્ર જિલ્લા સ્તરની વેબસાઇટ પર જ નહીં પરંતુ સ્થાનિક મીડિયા અને સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જાહેર કરવામાં આવશે. બૂથ લેવલ ઓફિસર પંચાયત ભવન અને બ્લોક ઓફિસમાં પણ ગુમ થયેલા નામોની યાદી મૂકશે, સાથે હટાવવાના કારણો પણ દર્શાવશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરની વેબસાઇટ પર જિલ્લાવાર યાદી અપલોડ કરવામાં આવશે. દરેક બૂથ અને જિલ્લા સ્તરના અધિકારીઓ અનુપાલન અહેવાલ રજૂ કરશે, જેના આધારે સુપ્રીમ કોર્ટને માહિતી આપવામાં આવશે. આ મામલે આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

 

The post બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/bihar-sir-case-supreme-court-orders-publication-of-missing-voters-data/feed/ 0
સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/ https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/#respond Thu, 14 Aug 2025 11:09:02 +0000 https://www.gujaratinside.com/?p=16216 સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...

The post સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી.

હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ હવે કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લાની તખ્તીનું અનાવરણ થયું, જેના કારણે રહેવાસીઓમાં ઉત્સાહ છવાયો.

ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને આ નામકરણને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. અગાઉ લોકો પાકિસ્તાની મહોલ્લા નામને કારણે નારાજગી વ્યક્ત કરતા હતા. અંતે લાંબા સમય બાદ નામ બદલાતા રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે હવે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ હિન્દુસ્તાની મહોલ્લો લખાશે.

ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે ભારતના ભાગલા પહેલા સિંધ પ્રદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થયા બાદ તેઓ સુરત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વસ્યા હતા. તેમાંથી જ આ મહોલ્લા બન્યો હતો, જેને ત્યારે પાકિસ્તાની મહોલ્લો તરીકે ઓળખવામાં આવતો હતો. વર્ષ 2015થી ચર્ચા પછી 2018માં ઠરાવ થઈને નામકરણ થયું, પરંતુ અમલ હવે થયો છે. આ સાથે રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં દસ્તાવેજોમાં નામ સુધારવા માટે સુવિધા આપવામાં આવશે.

 

The post સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/surat-pakistani-mohalla-renamed-to-hindustani-mohalla/feed/ 0
સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો https://www.gujaratinside.com/2025/08/14/surat-women-earning-by-making-krishna-vagh-on-janmashtami/ https://www.gujaratinside.com/2025/08/14/surat-women-earning-by-making-krishna-vagh-on-janmashtami/#respond Thu, 14 Aug 2025 10:16:31 +0000 https://www.gujaratinside.com/?p=16207 સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને...

The post સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી રહી છે.

સુરતના લોકો તહેવારની ઉજવણીમાં હંમેશા અગ્રેસર રહે છે, અને જન્માષ્ટમીમાં પણ કોઈ કસર બાકી રાખતા નથી. તાજેતરના સમયમાં ઘરે બનાવેલા ડિઝાઈનર વાઘાની માંગ ખૂબ વધી છે. અનેક મહિલાઓ ઘરમાં બેઠા વાઘા બનાવી રહી છે, જેથી ભક્તિ સાથે રોજગાર પણ મળે છે.

કતારગામમાં રહેતી ભક્તિ વઘાસીયાએ જણાવ્યું કે, શરૂઆતમાં તેમણે પોતાના ઘરના ભગવાન માટે વાઘા બનાવ્યા, પછી સગાંઓ અને પડોશીઓએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું. હવે તેઓ અન્ય મહિલાઓને સાથે રાખીને વાઘા બનાવે છે. બીજી બાજુ, ગીતા મોણપરા જેવા અનેક મહિલાઓએ સાડીમાં સ્ટોન લગાવવાના કામમાંથી બદલીને વાઘા બનાવવાના કામમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે તેમના માટે રોજગારીનો નવો માર્ગ ખુલ્યો છે.

હાલ વાઘાના બિઝનેસમાં ભારે સ્પર્ધા છે, તેથી મહિલાઓ નવા અને ડિઝાઈનર વાઘા બનાવવા માટે રો મટીરીયલ્સ દિલ્હી અને કોલકત્તાથી મંગાવે છે, કારણ કે ત્યાંથી સસ્તા અને યુનિક ડિઝાઈન મળે છે. આ વર્ષે 16 ઓગસ્ટે જન્માષ્ટમી હોવાથી તિરંગા થીમ વાળા વાઘાની ખાસ માંગ છે, કારણ કે તહેવાર સ્વાતંત્ર્ય દિવસ પછી આવી રહ્યો છે. સુરતના બજારમાં તિરંગા રંગના વાઘાનું વેચાણ જોર શોરથી થઈ રહ્યું છે.

 

The post સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/surat-women-earning-by-making-krishna-vagh-on-janmashtami/feed/ 0
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/#respond Thu, 14 Aug 2025 10:08:09 +0000 https://www.gujaratinside.com/?p=16203 તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર મુખ્ય કારણ છે. બાળકોના અભાવે ઘણી સરકારી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. જો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આવશે તો શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઘટતો જન્મ દર એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. આંકડાઓ દર્શાવે છે કે તમિલનાડુનો કુલ પ્રજનન દર 2011 થી 2015 દરમિયાન 1.68 ટકા હતો, જે 2021-2025માં ઘટીને 1.54 ટકા થયો છે. જન્મદર ઘટવાના કારણે બાળકોની સંખ્યા પણ ઓછી થઈ છે. 2011માં આશરે 10.7 લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2023માં 9.02 લાખ અને 2024માં માત્ર 8.46 લાખ જન્મ નોંધાયા છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં માતાપિતા પોતાના બાળકોને સારી શિક્ષણ માટે શહેર લઈ જતા હોવાથી પણ આ સમસ્યા વધી છે. ખાસ કરીને 1204 શાળાઓમાં કોઈ એડમિશન નથી, જેમાંથી 208 સરકારી શાળાઓ છે અને મોટાભાગે દૂરના વિસ્તારોમાં આવેલી છે. ઘણા પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં દાખલ કરવાનું પસંદ કરે છે.

હાલમાં તમિલનાડુમાં કુલ 37,595 સરકારી શાળાઓ છે, જેમાં 42.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે ધોરણ 1માં આશરે 4,07,379 વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે. સરકારી આંકડા મુજબ 2024-25માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં લગભગ 1.75 લાખ વધુ વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં સરકારી શાળાઓમાં એડમિશન વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

 

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/feed/ 0