India Pakistan Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-pakistan-tensions/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 14:56:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Pakistan Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-pakistan-tensions/ 32 32 ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો https://www.gujaratinside.com/2025/09/23/india-extends-airspace-ban-for-pakistani-planes-till-october-24/ https://www.gujaratinside.com/2025/09/23/india-extends-airspace-ban-for-pakistani-planes-till-october-24/#respond Tue, 23 Sep 2025 15:40:31 +0000 https://www.gujaratinside.com/?p=19979 ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી...

The post ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.

આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી હતી.

આ નવા નિર્ણય અનુસાર પાકિસ્તાની સૈન્ય કે નાગરિક વિમાનો, તેમજ પાકિસ્તાની એરલાઈન્સ દ્વારા ખરીદેલા અથવા લીઝ પર લીધેલા કોઈપણ વિમાનને 23 ઓક્ટોબરની રાત્રે 11:59 સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે.

આ પ્રતિબંધને લઈને ભારત અને પાકિસ્તાન બંનેએ અલગ-અલગ નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર કરી છે.

પ્રતિબંધને કારણે બંને દેશો વચ્ચેની હવાઈ અવરજવરમાં સીધી અસર પડી રહી છે, જેના કારણે મુસાફરોને લાંબા રૂટ અને વધારાના ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પગલું ભારત-પાકિસ્તાન વચ્ચેના ગંભીર સુરક્ષા પડકારો અને રાજકીય તણાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. પાકિસ્તાને પણ જવાબી પગલા રૂપે પોતાની એરસ્પેસ ભારતીય વિમાનો માટે 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

 

The post ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/india-extends-airspace-ban-for-pakistani-planes-till-october-24/feed/ 0
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકત સેટેલાઈટ તસવીરમાં કેદ https://www.gujaratinside.com/2025/08/18/operation-sindoor-pakistan-navy-hiding-sat-images/ https://www.gujaratinside.com/2025/08/18/operation-sindoor-pakistan-navy-hiding-sat-images/#respond Mon, 18 Aug 2025 14:38:13 +0000 https://www.gujaratinside.com/?p=16607 ભારતના ઓપરેશન સિંદૂરને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મે મહિનામાં જ્યારે ભારતીય સેનાએ આ ઓપરેશન શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની નૌકાદળ પોતાના જંગી જહાજો કરાચીમાંથી ખસેડી કોમર્શિયલ ટર્મિનલમાં છુપાવી દીધા હતા. ત્યારબાદ કેટલાક જહાજોને ગ્વાદર અને ઈરાન બોર્ડર તરફ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂરના...

The post ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકત સેટેલાઈટ તસવીરમાં કેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઓપરેશન સિંદૂરને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મે મહિનામાં જ્યારે ભારતીય સેનાએ આ ઓપરેશન શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની નૌકાદળ પોતાના જંગી જહાજો કરાચીમાંથી ખસેડી કોમર્શિયલ ટર્મિનલમાં છુપાવી દીધા હતા. ત્યારબાદ કેટલાક જહાજોને ગ્વાદર અને ઈરાન બોર્ડર તરફ ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂરના સમયમાં પાકિસ્તાની સેનાને ડર હતો કે ભારત કરાચી પોર્ટ પર હુમલો કરી શકે છે. કદાચ તેને 1971ના યુદ્ધની યાદ આવી ગઈ હશે, જ્યારે ભારતીય નૌકાદળે કરાચી પર હુમલો કરી અનેક દિવસો સુધી આગ ફેલાવી હતી. આ કારણે પાકિસ્તાનના જંગી જહાજોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

આ સેટેલાઈટ તસવીરો 8 મેના હોવાનું કહેવાઈ રહ્યું છે. તસવીરોમાં જોવા મળે છે કે પાકિસ્તાની નૌકાદળના ત્રણ જહાજ કરાચીના કોમર્શિયલ કાર્ગો પોર્ટ પર હતા, જ્યારે બીજું એક જહાજ બીજા ટર્મિનલ પર જોવા મળ્યું હતું. ભારતે આ કાર્યવાહી પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરી કરી હતી. તસવીરો સાબિત કરે છે કે ભારતીય હુમલાના કારણે પાકિસ્તાન કેટલું ભયભીત થયું હતું.

 

The post ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકત સેટેલાઈટ તસવીરમાં કેદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/operation-sindoor-pakistan-navy-hiding-sat-images/feed/ 0
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો https://www.gujaratinside.com/2025/07/19/masood-azhar-hiding-in-gilgit-baltistan/ https://www.gujaratinside.com/2025/07/19/masood-azhar-hiding-in-gilgit-baltistan/#respond Sat, 19 Jul 2025 14:15:33 +0000 https://www.gujaratinside.com/?p=14925 ભારતની ગુપ્તચર એજન્સીઓને મોટો ખુલાસો મળ્યો છે. દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અંગે મળેલી તાજી માહિતી પ્રમાણે તે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિમી દૂર હોવાનું કહેવાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પાકિસ્તાનના દાવા પર...

The post ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતની ગુપ્તચર એજન્સીઓને મોટો ખુલાસો મળ્યો છે. દેશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર અંગે મળેલી તાજી માહિતી પ્રમાણે તે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિમી દૂર હોવાનું કહેવાય છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

પાકિસ્તાનના દાવા પર ફરીથી સવાલ

અગાઉ, પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ દાવો કર્યો હતો કે અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયો હોય શકે છે. પરંતુ હવે મળેલી નવી વિગતો આ દાવાને ખોટો સાબિત કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની નિષ્ઠા પર શંકા ઊભી કરે છે.

પુલવામા અને પઠાણકોટ હુમલાઓનો મુખ્ય આરોપી

મસૂદ અઝહર ભારત માટે માત્ર ખતરનાક આતંકવાદી જ નહિ પરંતુ પુલવામા (2019) અને પઠાણકોટ (2016) જેવા ભયાનક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ છે. બંને ઘટનામાં કરોડો રૂપિયાની હાનિ ઉપરાંત અનેક જવાનો શહીદ થયા હતા. યુએન દ્વારા પણ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

જૈશ તરફથી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ

જૈશ-એ-મોહમ્મદના મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા મસૂદના જૂના ઓડિયો મેસેજ ફરીથી જાહેર કરીને તેને હજુ બહાવલપુરમાં બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ભારતીય ગુપ્તચર સૂત્રો આ દાવાઓને ભ્રામક અને દિગ્દર્શક માનીએ છે.

આ ખુલાસાના ભારત-પાકિસ્તાન સંબંધો પર પડતા અસરો

જો મસૂદ અઝહરના POKમાં છુપાયેલો હોવાની માહિતી સાચી સાબિત થાય છે તો તે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી દાવાઓને પર્દાફાશ કરી શકે છે. ભારતે લાંબા સમયથી અઝહરની ભારતને સોંપણીની માંગ ઉઠાવી છે, અને હવે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધુ વધી શકે છે.

અગામી પગલાં શું હોઈ શકે?

ભારતની ગુપ્તચર એજન્સીઓ હવે મસૂદની હલચલો પર વધુ નજર રાખી રહી છે. પ્રશ્ન એ છે કે શું પાકિસ્તાન હવે ખરેખર તેની ધરપકડ કરશે કે ફરી એકવાર ટાળી જશે?

The post ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર POK ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં છુપાયેલો હોવાનો ખુલાસો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/masood-azhar-hiding-in-gilgit-baltistan/feed/ 0