India Russia Oil Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-russia-oil-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 06 Sep 2025 09:39:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Russia Oil Trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-russia-oil-trade/ 32 32 ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/ https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/#respond Sat, 06 Sep 2025 10:15:43 +0000 https://www.gujaratinside.com/?p=18561 ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે...

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. છતાં ચિંતાની કોઈ વાત નથી, કારણ કે ક્યારેક આવો સમય આવી શકે છે.”

પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે ભારતના રશિયા સાથેના તેલ વેપારને લઈને અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ભારત રશિયાથી ભારે પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, જેના કારણે અમેરિકાને પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવો પડ્યો. તેમ છતાં, મોદી સાથેના તેમના સંબંધ સારા હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું.

થોડા સમય પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અમેરિકા “ભારત અને રશિયાને ગુમાવીને ચીન તરફ ધકેલી રહ્યું છે.” તેમણે મોદી, પુતિન અને શી જિનપિંગની સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી.

ટ્રમ્પના નિવેદન પહેલાં તેમના વરિષ્ઠ સલાહકાર પીટર નવારોએ પણ ભારત પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી ને નફો કમાઈ રહ્યું છે અને આ રીતે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને આર્થિક સહારો આપી રહ્યું છે.

 

 

The post ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%95%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa/feed/ 0
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી ચાલ: સપ્ટેમ્બરમાં રશિયાથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે: રિપોર્ટ https://www.gujaratinside.com/2025/08/29/india-to-increase-russian-crude-imports-despite-us-pressure/ https://www.gujaratinside.com/2025/08/29/india-to-increase-russian-crude-imports-despite-us-pressure/#respond Fri, 29 Aug 2025 05:16:25 +0000 https://www.gujaratinside.com/?p=17640 અમેરિકાના કડક સંદેશાઓ છતાં ભારત તેના ઊર્જા હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. તાજેતરના અહેવાલ અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ સપ્ટેમ્બર મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારત સરકાર અથવા રિફાઇનરીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, રોયટર્સને મળેલી માહિતી મુજબ ભારતીય કંપનીઓ ઓગસ્ટની તુલનામાં 10થી 20 ટકા વધુ ક્રૂડ...

The post ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી ચાલ: સપ્ટેમ્બરમાં રશિયાથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે: રિપોર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના કડક સંદેશાઓ છતાં ભારત તેના ઊર્જા હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. તાજેતરના અહેવાલ અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ સપ્ટેમ્બર મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે.

જોકે ભારત સરકાર અથવા રિફાઇનરીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, રોયટર્સને મળેલી માહિતી મુજબ ભારતીય કંપનીઓ ઓગસ્ટની તુલનામાં 10થી 20 ટકા વધુ ક્રૂડ ઓઇલ રશિયાથી ખરીદશે. આ ખરીદી દરરોજ 1.5 લાખથી 3 લાખ બેરલ સુધી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

India's state refiners halt Russian oil purchases: Report | Latest News  India - Hindustan Times

રશિયન રિફાઇનરીઓ પર હુમલાનો પ્રભાવ

યુક્રેન-રશિયા યુદ્ધ ચાલુ હોવાના કારણે રશિયાની તેલ રિફાઇનિંગ ક્ષમતા પર અસર થઈ છે. તાજેતરના દિવસોમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી રશિયાની 10 રિફાઇનરીઓને નુકસાન પહોંચ્યું છે, જેના પરિણામે તેની રિફાઇનિંગ ક્ષમતા લગભગ 17% સુધી ઘટી છે. આ પરિસ્થિતિમાં રશિયા પાસે વેચાણ માટે કાચું તેલ (ક્રૂડ ઓઇલ) વધારે ઉપલબ્ધ થયું છે.

ભારત-રશિયા તેલ વેપાર

વર્ષ 2022માં રશિયાએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કર્યા પછી પશ્ચિમના દેશોએ મોસ્કો પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. એ સમયે ભારત રશિયન ક્રૂડનો સૌથી મોટો ગ્રાહક બન્યું હતું. ભારતે પોતાની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયન તેલની ખરીદીમાં વધારો કર્યો હતો.

Indian Oil, BPCL resume Russian oil purchases amid widened discounts:  Report - BusinessToday

અમેરિકાનો દબાવ અને ટ્રમ્પની ચેતવણી

અમેરિકા સતત ભારતના આ નિર્ણય પર નારાજગી દર્શાવી રહ્યું છે. ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાએ રશિયન તેલ ખરીદી બદલ ભારત પર 25% ટેરિફ અને દંડ લગાવ્યા હતા, જે બાદમાં વધીને કુલ 50% સુધી પહોંચી ગયા. અમેરિકાનો આક્ષેપ છે કે ભારત રશિયન તેલ સસ્તું ખરીદી પશ્ચિમના બજારમાં ઊંચી કિંમતે વેચીને નફાખોરી કરી રહ્યું છે.

ભારતનો જવાબ

ભારતે સ્પષ્ટ કર્યું છે કે ઊર્જા સુરક્ષા માટે તે પોતાની જરૂરિયાતો અનુસાર નિર્ણય લેશે. ભારતે એ પણ તર્ક આપ્યો છે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા પોતે રશિયા સાથે અબજો ડોલરનો વેપાર કરી રહ્યા છે, ત્યારે ભારત પર આરોપ લગાવવો યોગ્ય નથી. વિશ્લેષકો માને છે કે જો ભારત ખરીદી અટકાવે તો રશિયા માટે તેની તેલની નિકાસ જાળવી રાખવી મુશ્કેલ બની જશે, જે તેની આવકને સીધો ફટકો પહોંચાડશે.

The post ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી ચાલ: સપ્ટેમ્બરમાં રશિયાથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે: રિપોર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/india-to-increase-russian-crude-imports-despite-us-pressure/feed/ 0
ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/ https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/#respond Wed, 27 Aug 2025 15:07:58 +0000 https://www.gujaratinside.com/?p=17549 ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી...

The post ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. છેવટે તો અમે બંને દેશ સાથે જ આવી જઈશું.”

ભારત સાથે ડીલ ન થવા અંગે તેમણે જણાવ્યું કે, અમેરિકા સાથે ડીલ કરવા માટે ભારત સૌથી પહેલાથી તૈયાર દેશોમાંથી એક હતું. ટેરિફ મુદ્દે વાતચીત શરૂ થયા બાદ આશા હતી કે મે અથવા જૂન સુધીમાં ટ્રેડ ડીલ થઈ જશે, પરંતુ વાટાઘાટો લાંબા સમય સુધી ખેંચાઈ અને અંતે ડીલ થઈ શકી નહીં.

નોંધનીય છે કે કૃષિ ક્ષેત્રને લઈને ભારત અને અમેરિકા વચ્ચે મતભેદો હોવાથી આ ડીલ અટકી ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે રશિયાને યુક્રેન યુદ્ધમાં મદદ મળી રહી છે. આ કારણે ટ્રમ્પે વધારાના ટેરિફની જાહેરાત કરી અને અમેરિકાએ ભારતની પ્રોડક્ટ્સ પર કુલ 50 ટકા ટેરિફ લાગુ કરી દીધા છે.

 

The post ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/feed/ 0
જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/ https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/#respond Thu, 21 Aug 2025 12:11:50 +0000 https://www.gujaratinside.com/?p=16868 વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે....

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે. તેમ છતાં અમેરિકા દ્વારા માત્ર ભારત પર જ ટેરિફ લાદવો, અણધારી અને એકતરફી નિર્ણય હોવાનું જણાવ્યું હતું.

જેયશંકરે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોએ રશિયાથી આયાતમાં વધારો કર્યો છે, તેમ છતાં માત્ર ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે તાકિદ કરી કે ભારતે રશિયાથી ક્રૂડ ખરીદીનો નિર્ણય ઊર્જા બજારમાં સ્થિરતા લાવવા માટે લીધો હતો, જે પોતે અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. ઉપરાંત ભારતે અમેરિકાથી પણ ક્રૂડ ખરીદીમાં વધારો કર્યો છે, છતાં અમેરિકાનું વર્તન દુખદ અને વિચિત્ર છે.

રશિયા સાથેના સંબંધો અંગે જેયશંકરે ઉમેર્યું હતું કે, ભારત અને રશિયા દુનિયાના સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશોમાંથી એક છે. બંને દેશોએ એનર્જી, ડિફેન્સ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવ્યો છે. રશિયાએ ભારતના “મેક ઈન ઈન્ડિયા” પ્રયાસોને પણ સહકાર આપ્યો છે.

તેમણે વ્યાપારના મુદ્દે જણાવ્યું કે કૃષિ, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટરમાં નિકાસ વધારવાની સાથે ભારત રશિયા સાથેના વેપાર સંતુલન સુધારવા માટે પ્રતિબદ્ધ છે. રશિયા હાલમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે, પરંતુ આ બાબત પર અમેરિકાએ જે રીતે વિવાદ ઊભો કર્યો છે, તે મૌલિક ન્યાયની વિરુદ્ધ છે.

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/feed/ 0
ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન https://www.gujaratinside.com/2025/08/07/china-supports-india-against-trump-tariff-remarks/ https://www.gujaratinside.com/2025/08/07/china-supports-india-against-trump-tariff-remarks/#respond Thu, 07 Aug 2025 17:29:24 +0000 https://www.gujaratinside.com/?p=16009 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને બ્રાઝિલ જેવી ઊભરતી અર્થવ્યવસ્થાઓ પર 50% ટેરિફ લગાડવામાં આવ્યા બાદ આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને ચીનના અભિગમમાં ભારત માટે ખુલ્લો સમર્થન જોવા મળ્યો છે. ભારત સ્થિત ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે 7 ઓગસ્ટ, 2025ના રોજ સામાજિક મિડીયા પ્લેટફોર્મ X (એક્સ) પર પોસ્ટ કરી ટ્રમ્પનું...

The post ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને બ્રાઝિલ જેવી ઊભરતી અર્થવ્યવસ્થાઓ પર 50% ટેરિફ લગાડવામાં આવ્યા બાદ આ નિર્ણયનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને ચીનના અભિગમમાં ભારત માટે ખુલ્લો સમર્થન જોવા મળ્યો છે. ભારત સ્થિત ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે 7 ઓગસ્ટ, 2025ના રોજ સામાજિક મિડીયા પ્લેટફોર્મ X (એક્સ) પર પોસ્ટ કરી ટ્રમ્પનું નામ લીધા વિના તેમને “બુલી” (ધોંસ જમાવનાર) ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે, “Give the bully an inch, he will take a mile”, જેનો અર્થ છે કે જો તેઓને થોડી છૂટ આપશો તો તેઓ અતિ કરશે.

ચીને ટ્રમ્પના ટેરિફ નિર્ણયને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને WTO નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાવ્યો છે. ચીની વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના પ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે અમેરિકાનું વર્તન વૈશ્વિક નીતિઓ વિરુદ્ધ છે. ચીને કહ્યું કે ટેરિફનો ઉપયોગ દબાણ સર્જવા માટે કરવો એ ગેરકાયદેસર છે.

ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર 50% ટેરિફ લગાવવાનું કારણ બંને દેશો દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બતાવ્યું છે. તેમનું માનવું છે કે આ રૂપિયાનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. ટ્રમ્પના આ આકસ્મિક અને આક્રમક પગલાંનો ભારતે પણ ઘાટો જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે દેશ પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરશે.

ભારત, ચીન અને બ્રાઝિલ ત્રણેય BRICS દેશોના સભ્ય છે અને હવે આ પગલાં તેમના વચ્ચેના સંબંધો પર પણ અસર કરી શકે છે. વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાઓના સમીકરણો બદલાઈ રહ્યા છે અને આ ટેરિફ યુદ્ધ તેમાં વધુ ભડકો ઉમેરે છે.

The post ટ્રમ્પ વિરુદ્ધ ચીનના તીખા શબ્દો: ભારતના પક્ષમાં સમર્થન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/china-supports-india-against-trump-tariff-remarks/feed/ 0
ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’ https://www.gujaratinside.com/2025/07/30/india-response-to-trump-25-percent-tariff/ https://www.gujaratinside.com/2025/07/30/india-response-to-trump-25-percent-tariff/#respond Wed, 30 Jul 2025 16:34:52 +0000 https://www.gujaratinside.com/?p=15730 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ જણાવ્યું કે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરશે અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, “ભારત સરકારે હંમેશા ખેડૂતો,...

The post ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ જણાવ્યું કે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરશે અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે.

સરકારે નિવેદનમાં કહ્યું છે કે,

“ભારત સરકારે હંમેશા ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના કલ્યાણની રક્ષા અને સંવર્ધનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય હિત માટે દરેક જરૂરી પગલાં ભરવામાં આવશે, જેમ કે યુકે સાથેના તાજેતરના આર્થિક અને વેપાર કરારમાં કરવામાં આવ્યું હતું.”

ભારત માટે પડકાર અને તકો

અર્થશાસ્ત્રીઓએ સૂચન કર્યું છે કે આ પરિસ્થિતિ ભારત માટે નવા બજારો શોધવા, અન્ય દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો બનાવવા અને સ્થાનિક સ્તરે નવી તકો ઊભી કરવાની તક પૂરી પાડે છે. ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓથી પ્રેરિત બદલાતી ભૂરાજનીતિ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને ફરીથી સંતુલિત કરશે.

અમેરિકા શું માગે છે?

અમેરિકા ભારત પાસેથી કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં બજારો ખોલવા, આનુવંશિક રીતે સુધારેલા પાક (GM crops) સ્વીકારવા અને આ ક્ષેત્રોમાંના ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં 100% સુધી ટેરિફ દૂર કરે અથવા ઘટાડે, પરંતુ ભારતે આ માગણીને નામંજૂર કરી છે કારણ કે તેનો સીધો પ્રભાવ નાના ખેડૂતો અને મોટી વસ્તી પર પડશે.

ટ્રમ્પનો આરોપ અને ચેતવણી

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ભારત પર રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને ઓઈલની ખરીદી કરવાનો આરોપ મૂક્યો અને જણાવ્યું કે,

“વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું બંધ કરે. ભારતે રશિયાથી ઊર્જા અને હથિયારોની ખરીદી ચાલુ રાખી છે – જે યોગ્ય નથી. આ માટે ભારતે 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે. Thank you. MAGA.”

 

The post ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/30/india-response-to-trump-25-percent-tariff/feed/ 0