India Russia trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-russia-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 12:25:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India Russia trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-russia-trade/ 32 32 ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ https://www.gujaratinside.com/2025/08/25/india-responds-us-oil-tariff/ https://www.gujaratinside.com/2025/08/25/india-responds-us-oil-tariff/#respond Mon, 25 Aug 2025 12:25:27 +0000 https://www.gujaratinside.com/?p=17280 અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાએ ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરે. આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. રશિયામાં ભારતના રાજદૂત...

The post ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાએ ભારત પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે કે તે રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરે. આ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે.

રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય કંપનીઓને જ્યાંથી સસ્તુ તેલ મળશે ત્યાંથી જ ખરીદી થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતની પ્રાથમિકતા પોતાના દેશની 140 કરોડ વસ્તી માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અમેરિકાના ટેરિફને “વિચિત્ર અને બિનજરૂરી” ગણાવતા કહ્યું કે, અન્ય દેશોની ખરીદીને રોકવા પ્રયાસ કરવો યોગ્ય નથી.

વિનય કુમારે કહ્યું કે, ભારત-રશિયા વચ્ચે તેલની ચુકવણીમાં કોઈ સમસ્યા નથી, કારણ કે બંને દેશો સ્થાનિક કરન્સીમાં વેપાર કરે છે. ભારતીય નિકાસ સંગઠન મહાસંઘના મહાનિર્દેશક અજય સાહાએ જણાવ્યું કે, ભારતીય બેંકોમાં રશિયન નિકાસકારોના અબજો રૂપિયા જમા છે અને રશિયા સાથે ભારતીય રૂપિયામાં વેપાર ચાલુ છે.

અમેરિકામાં પણ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ થયો છે. રિપબ્લિકન નેતા નિકી હેલી અને પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીએ કહ્યું કે, ભારત સાથે નાંતિભર્યા સંબંધો ટાઢા કરવાથી અમેરિકા પોતાના સહયોગીઓને દૂર કરી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટે જણાવ્યું કે, ચીન પણ રશિયાથી તેલ ખરીદી રહ્યું છે, છતાં ટ્રમ્પએ ચીન પર ટેરિફ નથી લગાવ્યા, જેથી ભારત રશિયા અને ચીનની નજીક જઈ શકે છે.

The post ‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો અમેરિકાને સ્પષ્ટ જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-responds-us-oil-tariff/feed/ 0
ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન https://www.gujaratinside.com/2025/08/25/india-ambassador-vinay-kumar-oil-imports-tariffs/ https://www.gujaratinside.com/2025/08/25/india-ambassador-vinay-kumar-oil-imports-tariffs/#respond Mon, 25 Aug 2025 04:41:10 +0000 https://www.gujaratinside.com/?p=17206 ભારતના ક્રૂડ ઓઈલના વપરાશને લઈને હાલ વૈશ્વિક સ્તરે ચર્ચા જોર પકડી રહી છે. અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. આ પરિસ્થિતિમાં રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટ જણાવ્યું કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાને રાખીને જ કોઈપણ દેશ...

The post ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ક્રૂડ ઓઈલના વપરાશને લઈને હાલ વૈશ્વિક સ્તરે ચર્ચા જોર પકડી રહી છે. અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. આ પરિસ્થિતિમાં રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટ જણાવ્યું કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાને રાખીને જ કોઈપણ દેશ પાસેથી ઓઈલ ખરીદી કરશે. તેમણે જણાવ્યું કે ભારતીય કંપનીઓ હંમેશા એવી જગ્યાએથી ઓઈલ ખરીદશે જ્યાં તેમને શ્રેષ્ઠ સોદો (બેસ્ટ ડીલ) મળશે.

વિનય કુમારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ભારત 1.4 અબજ નાગરિકોના હિતોને પ્રથમ પ્રાથમિકતા આપે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને તેઓ “અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય” ગણાવીને કહ્યું કે ભારત સરકાર ક્યારેય રાષ્ટ્રીય હિત અને સુરક્ષાના મુદ્દે સમાધાન કરશે નહીં. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક ક્રૂડ બજારમાં સ્થિરતા લાવવા માટે ભારત રશિયા સહિતના અનેક દેશો સાથે મળીને સહકાર આપતું રહેશે.

રાજદૂત વિનય કુમારે વધુમાં જણાવ્યું કે દુનિયામાં કોઈપણ વેપાર સારા સોદા અને આર્થિક પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. એટલા માટે, ભારત તે જ જગ્યાએથી ક્રૂડ ઓઈલ ખરીદશે જ્યાંથી તેને શ્રેષ્ઠ અને યોગ્ય સોદો મળશે. તેમના જણાવ્યા મુજબ, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર માત્ર બજાર આધારિત જ નથી પરંતુ બંને દેશોની પરસ્પર સમજણ અને લોકહિત સાથે પણ જોડાયેલો છે.

થોડા દિવસો પહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પોતાની વેપાર નીતિ, ખેડૂતોના હિતો અને રાષ્ટ્રીય સાર્વભૌમત્ત્વ પર કોઈ સમાધાન સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે સરકાર હંમેશા આ હિતોને સુરક્ષિત કરવા માટે જરૂરી દરેક પગલું ભરશે. આ રીતે, ભારતે વિશ્વને સાફ સંદેશો આપ્યો છે કે તેની ઊર્જા નીતિ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવશે.

The post ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/india-ambassador-vinay-kumar-oil-imports-tariffs/feed/ 0