India US Trade Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-us-trade-tensions/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 15:07:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India US Trade Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-us-trade-tensions/ 32 32 ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/ https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/#respond Wed, 27 Aug 2025 15:07:58 +0000 https://www.gujaratinside.com/?p=17549 ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી...

The post ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. છેવટે તો અમે બંને દેશ સાથે જ આવી જઈશું.”

ભારત સાથે ડીલ ન થવા અંગે તેમણે જણાવ્યું કે, અમેરિકા સાથે ડીલ કરવા માટે ભારત સૌથી પહેલાથી તૈયાર દેશોમાંથી એક હતું. ટેરિફ મુદ્દે વાતચીત શરૂ થયા બાદ આશા હતી કે મે અથવા જૂન સુધીમાં ટ્રેડ ડીલ થઈ જશે, પરંતુ વાટાઘાટો લાંબા સમય સુધી ખેંચાઈ અને અંતે ડીલ થઈ શકી નહીં.

નોંધનીય છે કે કૃષિ ક્ષેત્રને લઈને ભારત અને અમેરિકા વચ્ચે મતભેદો હોવાથી આ ડીલ અટકી ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે રશિયાને યુક્રેન યુદ્ધમાં મદદ મળી રહી છે. આ કારણે ટ્રમ્પે વધારાના ટેરિફની જાહેરાત કરી અને અમેરિકાએ ભારતની પ્રોડક્ટ્સ પર કુલ 50 ટકા ટેરિફ લાગુ કરી દીધા છે.

 

The post ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-us-trade-tariff-tensions-soft-stance/feed/ 0
ટ્રમ્પના ટેરિફ મુદ્દે PM મોદીને ફિજીના વડાપ્રધાનનો સાથ, 7 કરારો પર હસ્તાક્ષર https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-india-on-trump-tariff-signs-7-agreements/ https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-india-on-trump-tariff-signs-7-agreements/#respond Wed, 27 Aug 2025 05:28:12 +0000 https://www.gujaratinside.com/?p=17446 ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીના સપ્રુ હાઉસ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ઓશન ઓફ પીસ લેકચરમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાબુકાએ શ્રોતાઓ સાથેની ચર્ચામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર લગાવવામાં આવેલા 50% ટેરિફને લઈને કટાક્ષ...

The post ટ્રમ્પના ટેરિફ મુદ્દે PM મોદીને ફિજીના વડાપ્રધાનનો સાથ, 7 કરારો પર હસ્તાક્ષર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીના સપ્રુ હાઉસ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ઓશન ઓફ પીસ લેકચરમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાબુકાએ શ્રોતાઓ સાથેની ચર્ચામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર લગાવવામાં આવેલા 50% ટેરિફને લઈને કટાક્ષ કર્યો.

રાબુકાએ જણાવ્યું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમની મુલાકાત દરમિયાન અમેરિકન ટેરિફ મુદ્દે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, “કોઈ તમારાથી ખુશ નથી, પણ તમે એટલા મોટા અને શક્તિશાળી છો કે આ પડકારોને પાર કરી શકશો.”

અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% ટેરિફ અને રશિયન તેલ ખરીદીના કારણે વધારાના 25% ટેક્સ લગાવવામાં આવ્યો છે, જે 27 ઓગસ્ટથી લાગુ થયો છે. આ પગલાનો અસર ઝીંગા, ચામડા, કપડાં અને રત્ન-આભૂષણ જેવા શ્રમ આધારિત નિકાસ ક્ષેત્રો પર ગંભીર થશે.

રાબુકાની મુલાકાત દરમિયાન ભારત અને ફિજી વચ્ચે દરિયાઈ સુરક્ષા, વેપાર, આરોગ્ય, ડિજિટલ ટેકનોલોજી અને ક્ષમતા વિકાસ સહિતના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદી અને રાબુકા વચ્ચે થયેલી બેઠક બાદ બંને દેશોએ સાત કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિપૂર્ણ અને સમાવેશી વાતાવરણ બનાવવા માટે સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ICWAના કાર્યક્રમમાં રાબુકાએ પોતાના ઓસેન ઓફ પિસ વિઝન પર ભાર મૂક્યો, જે પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરે છે. તેમણે ભારતને આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો અને જણાવ્યું કે ફિજી તથા ભારત મળીને પ્રશાંતને “શાંતિનો સાગર” બનાવી શકે છે, જે વૈશ્વિક શાંતિ માટે પણ યોગદાન આપશે.

રાબુકાએ ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી અને આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિને સમર્થન આપ્યું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે ફિજીનું સમર્થન પુનરાવર્તિત કર્યું.

 

 

The post ટ્રમ્પના ટેરિફ મુદ્દે PM મોદીને ફિજીના વડાપ્રધાનનો સાથ, 7 કરારો પર હસ્તાક્ષર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-india-on-trump-tariff-signs-7-agreements/feed/ 0
ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે” https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-modi-on-trump-tariffs/ https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-modi-on-trump-tariffs/#respond Wed, 27 Aug 2025 04:28:38 +0000 https://www.gujaratinside.com/?p=17429 ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા 50% ટેરિફ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત એટલું શક્તિશાળી છે કે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી...

The post ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા 50% ટેરિફ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત એટલું શક્તિશાળી છે કે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

રાબુકાએ જણાવ્યું કે તાજેતરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની ચર્ચા દરમિયાન અમેરિકા દ્વારા ભારતીય માલસામાન પર 50% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઝીંગા, કપડાં, ચામડા અને રત્ન-આભૂષણ જેવા શ્રમ-આધારિત નિકાસ ક્ષેત્રોને મોટો ફટકો પડશે. નોંધનીય છે કે આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.

ફિજીના વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન ભારત અને ફિજી વચ્ચે દરિયાઈ સુરક્ષા, આરોગ્ય, વેપાર, ડિજિટલ ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સાત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં બંને દેશોએ સંરક્ષણ સહકાર મજબૂત કરવાનો તથા શાંતિપૂર્ણ અને સમાવેશી ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મળીને કામ કરવાની યોજનાઓ ઘડેલી.

ICWA કાર્યક્રમ દરમિયાન રાબુકાએ તેમના ‘ઓશન ઓફ પીસ’ વિઝન પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે અને ફિજી સાથે મળીને પ્રશાંત ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાનું કેન્દ્ર બનાવી શકે છે. આ દ્રષ્ટિકોણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સમર્થન આપ્યું છે.

વધુમાં, રાબુકાએ ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી તથા આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિને સમર્થન આપ્યું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સદસ્યપદ માટે ફિજીના સમર્થનને ફરીથી દોહરાવ્યું.

The post ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/fiji-pm-supports-modi-on-trump-tariffs/feed/ 0
ભારત પર અમેરિકાના 50% ટેરિફનો આંચકો: ટ્રેડ ડીલ નિષ્ફળ https://www.gujaratinside.com/2025/08/26/us-imposes-50-percent-tariff-on-indian-goods/ https://www.gujaratinside.com/2025/08/26/us-imposes-50-percent-tariff-on-indian-goods/#respond Tue, 26 Aug 2025 04:39:11 +0000 https://www.gujaratinside.com/?p=17330 ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ હવે 50 ટકા થઈ જશે. નવા ટેરિફ 27 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 12.01 વાગ્યાથી લાગુ થશે. ટ્રેડ ડીલ માટે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ ગયા...

The post ભારત પર અમેરિકાના 50% ટેરિફનો આંચકો: ટ્રેડ ડીલ નિષ્ફળ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ હવે 50 ટકા થઈ જશે. નવા ટેરિફ 27 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 12.01 વાગ્યાથી લાગુ થશે.

ટ્રેડ ડીલ માટે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત રશિયાથી ઓઈલ ખરીદી રહ્યું છે, જે યુક્રેન યુદ્ધ અટકાવવામાં અવરોધ બની રહ્યું છે. જેના કારણે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ ઝીંકવાનો નિર્ણય લીધો છે.

ભારત હાલમાં અમેરિકામાં આશરે 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે, જે દેશના GDPનો લગભગ 2.5 ટકા હિસ્સો છે. નવા ટેરિફને કારણે ટેક્સટાઈલ (કપડાં), રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ અને ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રો પર ભારે અસર થવાની શક્યતા છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ અને ઉર્જા સંસાધનો પર આ વધારાનો ટેરિફ લાગુ નહીં થાય.

આજે જ PMOમાં અમેરિકાના આ નિર્ણયની સમીક્ષા અને જરૂરી પગલાં લેવા માટે મહત્વની બેઠક યોજાવાની શક્યતા છે.

 

The post ભારત પર અમેરિકાના 50% ટેરિફનો આંચકો: ટ્રેડ ડીલ નિષ્ફળ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/us-imposes-50-percent-tariff-on-indian-goods/feed/ 0
25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ https://www.gujaratinside.com/2025/07/31/trump-india-25-percent-tariff-brics-penalty-trade-talks/ https://www.gujaratinside.com/2025/07/31/trump-india-25-percent-tariff-brics-penalty-trade-talks/#respond Thu, 31 Jul 2025 03:19:42 +0000 https://www.gujaratinside.com/?p=15752 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. 30 જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને તેલની ખરીદી કરી રહ્યું છે, જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો બંધ કરે. ટ્રમ્પે કહ્યું કે આ પરિસ્થિતિ યોગ્ય નથી...

The post 25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. 30 જુલાઈના રોજ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રો અને તેલની ખરીદી કરી રહ્યું છે, જ્યારે વિશ્વ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલો બંધ કરે. ટ્રમ્પે કહ્યું કે આ પરિસ્થિતિ યોગ્ય નથી અને પરિણામે ભારતને 25% ટેરિફ સાથે દંડ પણ ચૂકવવો પડશે. આ નિયમ 1 ઓગસ્ટથી લાગુ થશે.

મોદી મારા મિત્ર, પરંતુ ભારત સહયોગી નથી: ટ્રમ્પ

ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા કરતાં ટ્રમ્પે જણાવ્યું,

“વડાપ્રધાન મોદી મારા મિત્ર છે, પરંતુ ભારત વેપારમાં સહયોગ નથી કરતું. ભારત ઘણી વસ્તુઓ અમેરિકા વેચે છે પરંતુ અમારી પાસેથી ખરીદતું નથી. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનાર દેશ છે.”

ટ્રમ્પે ઉમેર્યું કે અમેરિકા હાલમાં ભારત સાથે ડીલના પ્રયાસો કરી રહ્યું છે અને અઠવાડિયાના અંત સુધીમાં નિર્ણય આવી શકે છે. સાથે જ તેમણે BRICS પર પ્રહાર કરતાં કહ્યું કે ભારત અમેરિકા વિરોધી જૂથ BRICSનો ભાગ છે અને “અમે ડોલર પર કોઈને હુમલો કરવા નહીં દઈએ.”

ભારત સરકારની પ્રતિક્રિયા: રાષ્ટ્રીય હિતની રક્ષા માટે પગલાં લેશું

ટ્રમ્પના ટેરિફના નિર્ણય બાદ નવી દિલ્હીએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી. ભારત સરકારે જણાવ્યું કે તેઓ ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે આકરા પગલાં ભરશે.
સરકારે સ્પષ્ટ કર્યું કે,

“અમારા ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોના કલ્યાણને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે, જેમ કે અન્ય આર્થિક કરારોમાં કરવામાં આવ્યા છે.”

અમેરિકાની માંગ અને ભારતની અસ્વીકૃતિ

અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો તેમજ જિનેટિકલી મોડિફાઈડ પાકો માટે બજારો ખોલવા અને ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે આ ક્ષેત્રોમાં ટેરિફ સંપૂર્ણપણે દૂર અથવા ઘટાડવામાં આવે.

ભારતે આ માંગને નકારી છે કારણ કે આ પગલાંથી નાના ખેડૂતો પર નકારાત્મક અસર થઈ શકે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પોતાની વસ્તી અને નાના ખેડૂતોના હિત માટે તેવા કોઈ કરારોમાં સંમત નહીં થાય.

The post 25% ટેરિફ છતાં ભારત સાથે ચર્ચા ચાલુ, પરંતુ BRICS સભ્યપદ બદલ પેનલ્ટી અનિવાર્ય: ટ્રમ્પ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/31/trump-india-25-percent-tariff-brics-penalty-trade-talks/feed/ 0
ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ https://www.gujaratinside.com/2025/07/31/trump-pakistan-oil-deal-south-korea-trade-india-tariff/ https://www.gujaratinside.com/2025/07/31/trump-pakistan-oil-deal-south-korea-trade-india-tariff/#respond Thu, 31 Jul 2025 03:12:06 +0000 https://www.gujaratinside.com/?p=15749 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક ઐતિહાસિક તેલ વિકાસ કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ભાગીદારીને આગળ વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચે.”...

The post ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક ઐતિહાસિક તેલ વિકાસ કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ભાગીદારીને આગળ વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચે.”

દક્ષિણ કોરિયા સાથે મોટો વેપાર કરાર

ટ્રમ્પે દક્ષિણ કોરિયા સાથે એક વ્યાપક વેપાર કરારની પણ જાહેરાત કરી. આ કરાર મુજબ, દક્ષિણ કોરિયા અમેરિકામાં 350 અબજ ડોલરનું રોકાણ કરશે, જેનું નિયંત્રણ ટ્રમ્પની દેખરેખ હેઠળ થશે. ઉપરાંત, દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી 100 અબજ ડોલરનું એલએનજી (તરલ પ્રાકૃતિક ગેસ) અને અન્ય ઊર્જા ઉત્પાદનો ખરીદશે.

ટ્રમ્પે જણાવ્યું કે દક્ષિણ કોરિયા પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારાનું રોકાણ પણ કરશે. આ વધારાના રોકાણની સત્તાવાર જાહેરાત કોરિયાના પ્રમુખ લી જે માયંગની વ્હાઇટ હાઉસ મુલાકાત દરમિયાન કરવામાં આવશે.

આ કરાર મુજબ દક્ષિણ કોરિયા અમેરિકન કાર, ટ્રક અને કૃષિ ઉત્પાદનો માટે સંપૂર્ણ રીતે ખુલશે. સાથે જ સાઉથ કોરિયાથી અમેરિકા આવતા સામાન પર 15% ટેરિફ લાગુ થશે, જ્યારે અમેરિકન ઉત્પાદનો પર કોઈ ટેક્સ નહીં લાગે.

અમેરિકા-પાકિસ્તાન તેલ ભાગીદારી

ટ્રમ્પે પાકિસ્તાન સાથેના કરાર અંગે કહ્યું કે, આ સહયોગ પાકિસ્તાનના તેલ ઉદ્યોગ માટે ઐતિહાસિક સાબિત થશે અને બંને દેશોની ઊર્જા સુરક્ષામાં વધારો કરશે. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનમાંથી તેલની નિકાસ ભવિષ્યમાં ભારત જેવા દેશો સુધી પહોંચી શકે છે.

વેપાર ખાધ ઘટાડવાના પ્રયાસો

ટ્રમ્પે જણાવ્યું કે અન્ય દેશો પણ અમેરિકા સાથે ટેરિફ મુક્તિ મેળવવા માટે દરખાસ્તો કરી રહ્યા છે, જેના કારણે અમેરિકાની વેપાર ખાધ મોટા પાયે ઘટશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ નીતિઓ તેમના MAGA (Make America Great Again) એજન્ડા સાથે સુસંગત છે અને અમેરિકાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.

ભારત અને BRICS પર સીધો પ્રહાર

ટ્રમ્પે ભારત અંગે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમેરિકા ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે, પરંતુ ભારતનું BRICS સભ્યપદ અને ઊંચા ટેરિફ આ પ્રક્રિયાને મુશ્કેલ બનાવી રહ્યા છે. BRICS એવા દેશોનો સમૂહ છે જે અમેરિકાની નીતિઓને પડકાર આપે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, “ડૉલર પર કોઈને હુમલો કરવા અમે દઈશું નહીં.”

ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારતનો ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અમેરિકા સાથેના વેપાર સંબંધોમાં અસંતુલન છે. તેમણે વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા હોવા છતાં વેપાર ખાધને ગંભીર ગણાવી.

The post ટ્રમ્પે પાકિસ્તાન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- એક દિવસ ભારત પણ તેની પાસેથી ખરીદી શકે તેલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/31/trump-pakistan-oil-deal-south-korea-trade-india-tariff/feed/ 0