India warns Pakistan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-warns-pakistan/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 11:39:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png India warns Pakistan Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/india-warns-pakistan/ 32 32 પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ https://www.gujaratinside.com/2025/08/14/pakistan-anti-india-remarks-randhir-jaiswal-warning/ https://www.gujaratinside.com/2025/08/14/pakistan-anti-india-remarks-randhir-jaiswal-warning/#respond Thu, 14 Aug 2025 11:39:20 +0000 https://www.gujaratinside.com/?p=16223 ભારતે પાકિસ્તાનના નેતૃત્વ પર તીખો પ્રહાર કરતાં કહ્યું છે કે તે પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આ નવી બાબત નથી. પોતાના આંતરિક નિષ્ફળતાઓને ઢાંકવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા નિવેદનો આપવાનું તેનું જૂનું હથિયાર છે....

The post પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતે પાકિસ્તાનના નેતૃત્વ પર તીખો પ્રહાર કરતાં કહ્યું છે કે તે પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આ નવી બાબત નથી. પોતાના આંતરિક નિષ્ફળતાઓને ઢાંકવા માટે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષભર્યા નિવેદનો આપવાનું તેનું જૂનું હથિયાર છે.

જયસ્વાલે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ઈસ્લામાબાદે તેના વાણી અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ, કારણ કે કોઈપણ પ્રકારનો દુઃસાહસ તેના માટે ગંભીર પરિણામ લાવશે. તેમણે ઉમેર્યું કે તાજેતરમાં જ પાકિસ્તાને તેના કાર્યોના પરિણામો જોઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી અને સિંધુ નદી પર ભારતે બંધ બાંધવાની યોજના પર બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી હતી.

ભારત-અમેરિકા સંબંધોને લઈને જયસ્વાલે કહ્યું કે, બંને દેશોની ભાગીદારીને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે, છતાં ભારત હંમેશા પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે આગળ વધવા પ્રતિબદ્ધ છે. નવી દિલ્હી માટે અમેરિકા સાથેની ભાગીદારી એક મહત્વપૂર્ણ એજન્ડા તરીકે રહેતી આવી છે.

 

The post પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત વિરોધી નિવેદનો આપે છે: રણધીર જયસ્વાલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/pakistan-anti-india-remarks-randhir-jaiswal-warning/feed/ 0