જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દૂદૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી સાથે અથડામણ શરૂ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 3 થી 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે અને તેમને ઝડપી પાડવા માટે ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીની ફાયરિંગમાં ભારતીય સેનોનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. વિશેષ સૂચના આધારે ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન...
Tag: Indian Army
પીએમ મોદીનું ધાર સંબોધન: “નવું ભારત પરમાણુ ધમકીથી ડરતું નથી, ઘરમાં ઘુસીને જવાબ આપે છે”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતે સંબોધન કર્યું અને દેશને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં દેશવાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છાઓ પાઠવી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે “આ નવું ભારત છે, જે કોઈની પણ પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને જવાબ આપે છે.” પીએમ મોદીએ ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ...
કુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ; આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાની નાગરિક અટકાયો
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે મોડી રાતે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરતાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે, જ્યારે અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....
અલાસ્કામાં ભારત-અમેરિકા વચ્ચે સૌથી મોટો યુદ્ધાભ્યાસ, મલ્ટી-ડોમેન તાલીમ શરૂ
ટેરીફ ટેન્શન વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. બંને દેશો વચ્ચે યોજાતો આ અભ્યાસ 1 થી 14 સપ્ટેમ્બરના રોજ ફોર્ટ વેનરાઈટ, અલાસ્કામાં યોજાઈ રહ્યો છે. ભારતના સૈનિકો યુએસની 11મી એરબોર્ન ડિવિઝન સાથે હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, યુએએસ/કાઉન્ટર-યુએએસ અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયતોમાં તાલીમ લઈ રહ્યા છે. આ અભ્યાસ યુએન...
જમ્મુ-કાશ્મીરમાં ‘હ્યુમન GPS’ બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જ્યારે આતંકીઓની દુનિયામાં ‘હ્યુમન GPS’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને ઠાર મારવામાં આવ્યો છે. સમંદર ચાચા સાથે એક અન્ય પાકિસ્તાની આતંકી પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગુ ખાન વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો અને છેલ્લા ત્રણ દાયકામાં...
જમ્મુ-કાશ્મીર: બાંદીપોરા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ભારતીય સેનાએ વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઢેરી પાડ્યા છે. સેનાના જણાવ્યા મુજબ, આ સંયુક્ત ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું. ગોળીબારમાં બે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે વિસ્તારમાં હાલ...
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની નૌકાદળની ડરપોક હરકત સેટેલાઈટ તસવીરમાં કેદ
ભારતના ઓપરેશન સિંદૂરને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મે મહિનામાં જ્યારે ભારતીય સેનાએ આ ઓપરેશન શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની નૌકાદળ પોતાના જંગી જહાજો કરાચીમાંથી ખસેડી કોમર્શિયલ ટર્મિનલમાં છુપાવી દીધા હતા. ત્યારબાદ કેટલાક જહાજોને ગ્વાદર અને ઈરાન બોર્ડર તરફ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂરના...
ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત
ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે. જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો...
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...
પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...







