Indian Legal System Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-legal-system/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 16 Aug 2025 06:16:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Legal System Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-legal-system/ 32 32 લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/16/false-marriage-promise-rape-delhi-high-court-verdict/ https://www.gujaratinside.com/2025/08/16/false-marriage-promise-rape-delhi-high-court-verdict/#respond Sat, 16 Aug 2025 06:16:55 +0000 https://www.gujaratinside.com/?p=16422 દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં...

The post લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં આવે છે.

આ મામલો ત્યારે ઊભો થયો જ્યારે એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ વર્ષો સુધી લગ્નની આશા આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા અને છેલ્લે તેની જાતિનો બહાનો આપી લગ્ન કરવાનું ઇનકાર્યું. નીચલી અદાલતે કેસ દાખલ કરવામાં થયેલા વિલંબ અને પુરાવાની અછતને કારણે આરોપીને નિર્દોષ ઠેરવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે આ ચુકાદો રદ કરતાં જણાવ્યું કે આરોપી પહેલાથી પીડિતાની જાતિથી વાકેફ હતો અને જ્ઞાનપૂર્વક ખોટો વચન આપ્યો હતો.

અદાલતે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં ફરિયાદમાં વિલંબ થવો સામાન્ય છે કારણ કે પીડિતાઓ અનેકવાર સમાજની કલંક, ડર અથવા ધમકીના કારણે તરત ફરિયાદ કરી શકતી નથી. તેથી ફરિયાદની ગંભીરતાને ઘટાડવી યોગ્ય નથી.

The post લગ્નના ખોટા વચન પર શારીરિક સંબંધ બાંધવો હવે દુષ્કર્મ ગણાશે: દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/false-marriage-promise-rape-delhi-high-court-verdict/feed/ 0
જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/#respond Wed, 23 Jul 2025 12:00:45 +0000 https://www.gujaratinside.com/?p=15113 ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય....

The post જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ચીફ જસ્ટિસ ડી.આર. ગવઈએ આજે અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની અરજી પર ચાલી રહેલી સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં CJI ગવઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ સમયે કોલેજિયમના સભ્ય તરીકે જસ્ટિસ વર્માની નિમણૂક પ્રક્રિયામાં જોડાયેલા હતા, જેથી તેમના માટે આ કેસની સુનાવણી કરવી યોગ્ય ન ગણાય.

તેમણે જણાવ્યું કે, “હું જસ્ટિસ વર્માની પસંદગીમાં સહભાગી રહ્યો છું, તેથી નિષ્પક્ષતાની દૃષ્ટિએ હું આ કેસની સુનાવણી કરી શકતો નથી.” સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં નવા બેન્ચની રચના કરશે. બીજી તરફ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ વર્માની તરફથી અરજી રજૂ કરતા કોર્ટને ઝડપથી નિર્ણય લેવા અપીલ કરી છે.

મૂળ મામલો એ છે કે, જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે જેમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલી આંતરિક તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાનો અનુરોધ કર્યો છે. સમિતિએ તેમને તેમના નિવાસસ્થાનમાં મળી આવેલ દાઝેલી રોકડના મામલામાં દોષિત ઠેરવ્યા છે. પરંતુ જસ્ટિસ વર્માનું કહેવું છે કે તેમને પોતાનો બચાવ રજૂ કરવાનો પૂરતો મોકો આપવામાં આવ્યો ન હતો.

આ કેસમાં મહાભિયોગની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. સંસદમાં રજૂ થયેલા મહાભિયોગ પ્રસ્તાવ પર 145 લોકસભા અને 63 રાજ્યસભા સાંસદોના હસ્તાક્ષર છે. તપાસ માટે તત્કાલીન CJI જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની સમિતિ રચાઈ હતી, જેમણે ગંભીર કથિત વિગતો દર્શાવી હતી. જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. જસ્ટિસ વર્માએ આરોપોને ખોટા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે તેઓ નિર્દોષ છે તથા તેમની વિરુદ્ધ કાવતરું રચાયું છે. તેમને દિલ્હી હાઇકોર્ટમાંથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે.

The post જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કરતા CJI ગવઈએ જણાવ્યું: ‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/cji-gavai-recuses-from-justice-varma-case-supreme-court/feed/ 0