Indian politics news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-politics-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 10:15:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian politics news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-politics-news/ 32 32 RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી https://www.gujaratinside.com/2025/09/02/pm-modi-slams-rjd-congress-for-insulting-his-mother/ https://www.gujaratinside.com/2025/09/02/pm-modi-slams-rjd-congress-for-insulting-his-mother/#respond Tue, 02 Sep 2025 10:15:36 +0000 https://www.gujaratinside.com/?p=18083 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ...

The post RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીને લગતી અભદ્ર ટિપ્પણીઓ પર આકરો પ્રતિકાર કર્યો છે. બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ જણાવ્યું કે, “હાલમાં જ આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારી માતા વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતા આપણું જીવન છે, આપણો સ્વાભિમાન છે. બિહાર જેવી સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતી ભૂમિ પર આવી ઘટના બનવી એ કલ્પના બહારની વાત છે.”

મોદીએ સ્પષ્ટ કર્યું કે, તેમની માતાનો રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો, તેમ છતાં તેમની નિંદા કરવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ માત્ર તેમની માતાનો નહીં, પરંતુ દેશની દરેક માતા અને બહેનોનો અપમાન છે. તેમણે કહ્યું, “હું માફ કરી દઈશ, પરંતુ ભારતની ધરતી ક્યારેય આ અપમાન માફ નહીં કરે.”

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડના લોન્ચિંગની જાહેરાત પણ કરી, જે મહિલા ઉદ્યોગ સાહસિકોને ફંડ પ્રદાન કરવા માટે રચાયેલ છે. તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું કે, “મારી માતા હીરાબેન મોદીએ અમને ગરીબીમાંથી બહાર લાવવા અવિરત મહેનત કરી હતી. દેશની કરોડો માતાઓ પોતાના સંતાનો માટે જીવન સમર્પિત કરે છે. તે દેવીના સ્વરૂપ છે, અને જે લોકો માતાનો અપમાન કરે છે તે મહિલા વિરોધી માનસિકતાનો પરિચય આપે છે.”

મોદીએ આગ્રહ કર્યો કે, આરજેડી અને કોંગ્રેસે છઠ્ઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે આવી માનસિકતા ધરાવતા લોકોને સત્તા મળે તો મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 

The post RJD-કોંગ્રેસના મંચ પરથી મારી સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, ભારત માફ નહીં કરે: PM મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/pm-modi-slams-rjd-congress-for-insulting-his-mother/feed/ 0
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/ https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/#respond Wed, 20 Aug 2025 13:21:09 +0000 https://www.gujaratinside.com/?p=16819 ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય....

The post ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય.

કોર્ટના નિર્ણય અનુસાર, ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવ્યો છે અને એમપી-એમએલએ કોર્ટ દ્વારા ફટકારેલી બે વર્ષની સજાનો પણ અંત આવ્યો છે. અબ્બાસે 2022ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ધમકી આપતાં કહ્યું હતું કે જો સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યના અધિકારીઓને પરિણામો ભોગવવા પડશે. આ ભાષણને આધારે તેના વિરુદ્ધ કેસ દાખલ થયો હતો અને તેને બે વર્ષની સજા તેમજ બે હજારનો દંડ ફટકારાયો હતો.

આ કેસમાં મંચ પર અબ્બાસ સાથે હાજર ચૂંટણી એજન્ટ મંસૂર અંસારીને પણ છ મહિનાની સજા આપવામાં આવી હતી. અબ્બાસે અગાઉ સજા સ્થગિત કરવાની અરજી કરી હતી જે ફગાવવામાં આવી હતી, જેના વિરુદ્ધ તેણે હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. અંતે, હાઈકોર્ટએ તેને રાહત આપી અને ચુકાદો રદ કર્યો છે.

 

The post ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/abbas-ansari-hate-speech-case-hc-cancels-sentence/feed/ 0
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા” https://www.gujaratinside.com/2025/07/23/rahul-gandhi-questions-modi-over-trump-ceasefire-claims/ https://www.gujaratinside.com/2025/07/23/rahul-gandhi-questions-modi-over-trump-ceasefire-claims/#respond Wed, 23 Jul 2025 11:32:21 +0000 https://www.gujaratinside.com/?p=15110 લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં...

The post રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લોકસભા અને રાજ્યસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે, પરંતુ વિપક્ષના સતત હોબાળા વચ્ચે ત્રણ દિવસથી સંસદની કાર્યવાહી પૂર્વવત્ ચાલુ રહી શકી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અંગે ચર્ચા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં 28 જુલાઈ અને રાજ્યસભામાં 29 જુલાઈએ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે, જ્યાં દરેક સદનમાં 16-16 કલાકનો સમય ફાળવાયો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે ઓપરેશન સિંદૂર ચાલુ હોવાનો દાવો કર્યો છે, જ્યારે ટ્રમ્પ કહે છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે. ટ્રમ્પે આ વાત લગભગ 25 વખત જાહેરપણે કહી છે, છતાં પીએમ મોદીએ આ મુદ્દે મૌન ધર્યું છે. રાહુલના મતે, જ્યારે કોઈ દેશે ભારતને આ મામલે ખુલ્લો સાથ આપ્યો નથી ત્યારે પીએમનું મૌન ઘણા સવાલો ઊભા કરે છે.

સંસદમાં બીજો મહત્વપૂર્ણ મુદ્દો “બિહાર વોટર વેરિફિકેશન” રહ્યો. આ મુદ્દે વિપક્ષે ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ કાળા કપડા પહેરીને અને સૂત્રોચ્ચાર સાથે વેલમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શાંતિ રાખવાની અપીલ કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું કે સંસદમાં રસ્તાની ભાષા નહીં ચાલે. વિરોધના પગલે આજે બંને સદન ગુરુવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા.

પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને 10 મેના રોજ સીઝફાયરની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે આ સીઝફાયર તેમની મધ્યસ્થીના કારણે શક્ય થયું. ભારત સરકારે તેમના દાવાઓનો ઇનકાર કર્યો હોવા છતાં, ટ્રમ્પ અનેકવાર તેમના જ સૂત્રોને પુનરાવૃત્ત કરતા રહ્યા છે.

The post રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આક્ષેપ: “કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પે 25 વાર સીઝફાયરનો દાવો કર્યો અને મોદી ચૂપ રહ્યા” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/rahul-gandhi-questions-modi-over-trump-ceasefire-claims/feed/ 0
કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા https://www.gujaratinside.com/2025/07/20/meenakshi-lekhi-injured-kailash-mansarovar-yatra-accident/ https://www.gujaratinside.com/2025/07/20/meenakshi-lekhi-injured-kailash-mansarovar-yatra-accident/#respond Sun, 20 Jul 2025 18:00:57 +0000 https://www.gujaratinside.com/?p=15030 ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઘટના પછી તિબેટથી...

The post કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે.

આ ઘટના પછી તિબેટથી ભારતના ધારચુલા ખાતેના નાભિધાંગ બેઝ કેમ્પ સુધી તેમને હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવશે અને ત્યારબાદ દહેરાદૂન ખસેડવામાં આવશે. પિથોરાગઢ જિલ્લાનું વહીવટીતંત્ર તેમના રેસ્ક્યૂ માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે.

કૈલાશ માનસરોવર યાત્રા માટે આ વર્ષે કુલ 750 ભારતીય યાત્રાળુઓની પસંદગી કરવામાં આવી છે. તેમામાંથી 500 યાત્રાળુઓ નાથુલા પાસ (સિક્કિમ) અને 250 યાત્રાળુઓ લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) મારફતે યાત્રા પર ગયા છે. મીનાક્ષી લેખી લિપુલેખ પાસથી જતા બીજા જૂથમાં સામેલ હતા. આ જૂથમાં કુલ 48 ભક્તો હતા, જેમાં 34 પુરૂષ અને 14 મહિલાઓનો સમાવેશ થાય છે.

દર વર્ષે યોજાતી આ શ્રદ્ધાયાત્રા ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, પરંતુ તીવ્ર પર્વતીય પરિવેશ અને હવામાનની કઠિનાઈઓને કારણે આરોગ્ય સંબંધિત જોખમો રહે છે. હાલમાં યાત્રાની ત્રીજી બેચ તિબેટમાં છે અને ચોથી તથા પાંચમી બેચ અનુક્રમે 5 અને 9 ઓગસ્ટે ભારત તરફ રવાના થવાની છે.

મીનાક્ષી લેખીનું સ્વાસ્થ્ય સ્થિર છે તેવી માહિતી મળી રહી છે અને હવે દેશભરમાંથી તેમના સ્વસ્થતા માટે શુભેચ્છાઓ વ્યક્ત થઈ રહી છે.

The post કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન મીનાક્ષી લેખી ઘાયલ, કમરમાં ગંભીર ઈજા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/meenakshi-lekhi-injured-kailash-mansarovar-yatra-accident/feed/ 0