Indian road safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-road-safety/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 14:15:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian road safety Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-road-safety/ 32 32 જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/ https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/#respond Sun, 14 Sep 2025 14:15:42 +0000 https://www.gujaratinside.com/?p=19351 રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે. માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે...

The post જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે.

માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરતા હતા, જ્યાં તેઓ તેમના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કર્યા હતા.

શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને રિંગરોડના ડિવાઇડર સાથે અથડાઈ ગઈ અને લગભગ 16 ફૂટ ઊંડા અંડરપાસમાં ખાબકી. કાર ખાબકતા અંડરપાસમાં પાણી ભરાયું હતું.

દુર્ઘટનામાં શામેલ પરિવારના સભ્યોમાં કાલૂરામ, તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને 3 વર્ષનો દીકરો ગજરાજ સામેલ છે.

આ પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડીનો અને જયપુરના વાટિકા વિસ્તારમાં નિવાસી છે. સમગ્ર પંથકમાં આ દુર્ઘટનાથી શોકની લહેર પ્રસરી ગઈ છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત શનિવાર રાત્રે થયો હતો, પરંતુ દુર્ઘટનાની જાણ રવિવારે બપોરે મળી જ્યારે સ્થાનિક લોકોએ પાણીથી ભરેલા અંડરપાસમાં કાર જોઈ.

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરા પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યું કે, “કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.”

આ દુર્ઘટના મોડી રાત્રે ઓવરસ્પીડ અને રસ્તાના ખતરનાક પરિસ્થિતિઓને કારણે બની હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

 

The post જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/feed/ 0
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/ https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/#respond Sun, 17 Aug 2025 12:21:15 +0000 https://www.gujaratinside.com/?p=16546 સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત...

The post સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો, પોલીસ તંત્ર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના કારણે હાઈવે પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકોની ઓળખ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.

The post સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/surendranagar-lakhtar-highway-car-collision-fire-seven-dead/feed/ 0
પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ https://www.gujaratinside.com/2025/08/15/bardhaman-bus-truck-accident-10-dead-30-injured/ https://www.gujaratinside.com/2025/08/15/bardhaman-bus-truck-accident-10-dead-30-injured/#respond Fri, 15 Aug 2025 06:11:21 +0000 https://www.gujaratinside.com/?p=16323 પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા...

The post પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી બસ ફુલ સ્પીડે રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો અને યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા. ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ દમ તૂટી ગયા જ્યારે લગભગ 30 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક વિગતો મુજબ ટ્રક રોડની સાઈડલાઈન પર પાર્ક કરી દેવામાં આવી હતી પણ તેમાં કોઈ વોર્નિંગ લાઈટ કે ચિહ્નો નહોતા. બસ બિહારથી યાત્રાળુઓને લઇ રહી હતી અને ભારે ઝડપે પસાર થઇ રહી હતી. અકસ્માત પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બર્ધમાન પોલીસ અને જિલ્લાની તાત્કાલિક ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ક્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોમાંથી કેટલાંકની સ્થિતિ અત્યંત ગંભીર છે.

અત્યારે પોલીસે અકસ્માતના સચોટ કારણોને જાણવા માટે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દુર્ઘટનાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ છે અને મૃતકોના પરિવારજનો માટે સરકાર સહાયની જાહેરાત પણ કરી શકે છે.

The post પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં બસ-ટ્રક અકસ્માત, 10ના મોત અને 30 ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/bardhaman-bus-truck-accident-10-dead-30-injured/feed/ 0