Indian Sports News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-sports-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 03:32:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Sports News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-sports-news/ 32 32 જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા https://www.gujaratinside.com/2025/09/14/jaismine-lamboria-first-gold-world-boxing-championship-2025/ https://www.gujaratinside.com/2025/09/14/jaismine-lamboria-first-gold-world-boxing-championship-2025/#respond Sun, 14 Sep 2025 03:32:18 +0000 https://www.gujaratinside.com/?p=19297 ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ ઇતિહાસ રચ્યો છે. શનિવાર, 13 સપ્ટેમ્બર, 2025ના રોજ લિવરપૂલ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં પોલેન્ડની જુલિયા સેરેમેટાને 4-1ના સ્પ્લિટ ડિસિઝનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ છે કે જુલિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. વિજય બાદ Olympics.com સાથે વાત કરતાં જાસ્મીને કહ્યું, “આ અનુભવ શબ્દોમાં...

The post જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ ઇતિહાસ રચ્યો છે. શનિવાર, 13 સપ્ટેમ્બર, 2025ના રોજ લિવરપૂલ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં પોલેન્ડની જુલિયા સેરેમેટાને 4-1ના સ્પ્લિટ ડિસિઝનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ છે કે જુલિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો.

વિજય બાદ Olympics.com સાથે વાત કરતાં જાસ્મીને કહ્યું, “આ અનુભવ શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવો નથી. હું વિશ્વ ચેમ્પિયન બનવા બદલ ખૂબ ખુશ છું. પેરિસ 2024માં મારા શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થવાથી પછી મેં છેલ્લા એક વર્ષ દરમિયાન મારી ટેકનિક અને મેન્ટલ સ્ટ્રેન્થ પર ખૂબ કામ કર્યું હતું અને આ તેનો પરિણામ છે.”

જાસ્મીન લેમ્બોરિયાનો જીવનપ્રવાસ
જાસ્મીન હરિયાણાના ભિવાનીમાં 30 ઓગસ્ટ, 2001ના રોજ જન્મેલી છે. તે પોતાના માતા-પિતા જયવીર લેમ્બોરિયા (કોન્ટ્રાક્ટ આધારિત હોમગાર્ડ) અને જોગિન્દર કૌર (ગૃહિણિ) સાથે રહે છે. તેની બે બહેનો છે, જેમાંથી એક ફિઝિયોથેરાપિસ્ટ છે. તાજેતરમાં જ તેણે પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો.

જાસ્મીન સ્પોર્ટ્સ બૅકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પરદાદા લેજેન્ડરી હવા સિંહ હેવીવેઈટ બોક્સર અને બે વખત એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા હતા. તેના દાદા હૉન. કેપ્ટન ચંદર ભાન લેમ્બોરિયા રેસલર હતા. તેના કાકા સંદીપ સિંહ અને પરવિંદર સિંહ બંને નૅશનલ ચેમ્પિયન્સ હતા જેમણે જાસ્મીને ટ્રેનિંગ આપી.

જાસ્મીનનો બોક્સિંગ પ્રત્યેનો રસ 10મા ધોરણમાં શરૂ થયો હતો. તેણે પોતાની માતાને પોતાની ઈચ્છા જણાવી અને પછી કાકાઓ અને દાદાએ તેને બોક્સિંગ કરવા માટે મંજૂરી આપી. ત્યારબાદ તે એક અકાદમીમાં જોડાઈ અને તેની બોક્સિંગ સફર શરૂ થઈ.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં જાસ્મીને લાઇટવેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બેન્કોકમાં વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરમાં મલીની મરીન કેમારા ને 5-0થી હરાવીને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાઈ કર્યું હતું. જોકે ઓલિમ્પિકમાં તે શરૂઆતના રાઉન્ડમાં હારી ગઈ હતી. શરૂઆતમાં તેણે 60 કિગ્રા કેટેગરીમાં ભાગ લીધો હતો પરંતુ પછી તેને 57 કિગ્રા કેટેગરીમાં રિઝર્વ તરીકે મોકો મળ્યો અને તેમાંથી ક્વોલિફાય કરી.

આ જીત સાથે જાસ્મીન લેમ્બોરિયા ભારતની પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા બની છે, જે ભારતીય બોક્સિંગ માટે ઐતિહાસિક ક્ષણ છે.

 

The post જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/jaismine-lamboria-first-gold-world-boxing-championship-2025/feed/ 0
એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું https://www.gujaratinside.com/2025/09/05/india-hockey-team-beats-malaysia-asia-cup-2025/ https://www.gujaratinside.com/2025/09/05/india-hockey-team-beats-malaysia-asia-cup-2025/#respond Fri, 05 Sep 2025 05:58:14 +0000 https://www.gujaratinside.com/?p=18440 બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સુપર-4ની બીજી મેચમાં ભારતે મલેશિયાને 4-1થી હરાવ્યો. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક સાગર પ્રસાદ (38મી મિનિટ) એ ગોલ કર્યા. આ જીત પછી ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં...

The post એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના રાજગીરમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ સુપર-4ની બીજી મેચમાં ભારતે મલેશિયાને 4-1થી હરાવ્યો. ભારત માટે મનપ્રીત સિંહ (17મી મિનિટ), સુખજીત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક સાગર પ્રસાદ (38મી મિનિટ) એ ગોલ કર્યા. આ જીત પછી ટીમ ઈન્ડિયા હવે ફાઇનલમાં પહોંચવાની નજીક છે. 6 સપ્ટેમ્બરે ભારતીય ટીમ સુપર-4માં પોતાની છેલ્લી મેચમાં ચીનનો સામનો કરશે.

મલેશિયાએ મેચની શરૂઆત તેજીથી કરી અને રમતની બીજી મિનિટમાં લીડ મેળવી, જેમાં શફીક હસે ભારતીય ડિફેન્ડરોને ડિજાયને ગોલ કર્યો. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં બરાબરી કરવાનો પ્રયાસ કર્યો અને પછી બીજા ક્વાર્ટરમાં મનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને બરાબરી આપી, ત્યારબાદ સુખજીત સિંહ અને શિલાનંદ લાકરા પણ ગોલ કર્યો. બીજા ક્વાર્ટરમાં જ વિવેક સાગર પ્રસાદે ગોલ કરીને સ્કોર 4-1 કરી દેશને જીત અપાવી.

હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં અજેય રહી હતી. તે ચીન, જાપાન અને કઝાકિસ્તાન સામે જિત મેળવી પૂર્ણ પોઈન્ટ્સ સાથે સુપર-4માં પહોંચી. સુપર-ફોર સ્ટેજમાં દક્ષિણ કોરિયા સાથે પહેલો મેચ 2-2થી ડ્રો રહ્યો. એશિયા કપ 2025માં ફાઇનલ સુધી પહોંચેલી ટીમ હોકી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે લાયક થશે.

ભારતીય હોકી ટીમના મુખ્ય ખેલાડી:

  • ગોલકીપર્સ: કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા
  • ડિફેન્ડર્સ: સુમિત, જર્મનપ્રીત સિંહ, સંજય, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જુગરાજ સિંહ
  • મિડફિલ્ડર્સ: રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ
  • ફોરવર્ડ: મનદીપ સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક નૈન, સુખજીત સિંહ

 

The post એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને 4-1થી હરાવ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/india-hockey-team-beats-malaysia-asia-cup-2025/feed/ 0