Indian Students in America Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-students-in-america/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 05:04:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Students in America Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-students-in-america/ 32 32 અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ: 4700 વિઝા રદ, નોકરી ગુમાવવાના કારણે મુશ્કેલી વધી https://www.gujaratinside.com/2025/09/04/indian-students-crisis-us-visa-cancellations/ https://www.gujaratinside.com/2025/09/04/indian-students-crisis-us-visa-cancellations/#respond Thu, 04 Sep 2025 06:05:20 +0000 https://www.gujaratinside.com/?p=18290 વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કડક વીઝા નિયમો લાગુ કર્યા બાદ હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મુકાયા છે. આ નિયમોના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરી ગુમાવી દીધી છે, જેના કારણે રોજિંદા ખર્ચ અને ભાડું ચૂકવવામાં મુશ્કેલી વધી રહી છે. સરકારી આંકડાઓ મુજબ, પૂરતી હાજરી ન હોવા...

The post અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ: 4700 વિઝા રદ, નોકરી ગુમાવવાના કારણે મુશ્કેલી વધી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કડક વીઝા નિયમો લાગુ કર્યા બાદ હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મુકાયા છે. આ નિયમોના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરી ગુમાવી દીધી છે, જેના કારણે રોજિંદા ખર્ચ અને ભાડું ચૂકવવામાં મુશ્કેલી વધી રહી છે.

સરકારી આંકડાઓ મુજબ, પૂરતી હાજરી ન હોવા અને ગેરકાયદેસર નોકરી કરવા બદલ તાજેતરમાં 4700થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. લોસ એન્જલસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તપાસને કારણે તેની રેસ્ટોરન્ટની નોકરી ગુમાઈ ગઈ અને હવે તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે.

કડક નિયમોના કારણે નોકરીદાતાઓ ભારતીય વિદ્યાર્થીઓને હવે કામ આપતા નથી અથવા દિવસમાં માત્ર ત્રણ કલાકની જ મંજૂરી આપે છે. આ કારણે વિદ્યાર્થીઓની આવક ઘટી ગઈ છે. અનેક વિદ્યાર્થીઓને નાના મકાનમાં કે એક જ રૂમમાં ઘણા લોકો સાથે રહેવું પડે છે.

સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે માર્ચ 2025 સુધી ભારતમાંથી અમેરિકામાં સક્રિય વિદ્યાર્થી નોંધણીમાં વર્ષ-દર-વર્ષ 28%નો ઘટાડો થયો છે. આ ઘટાડો સ્પષ્ટ કરે છે કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટેનું વાતાવરણ અત્યંત પ્રતિકૂળ બની ગયું છે.

 

The post અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર સંકટ: 4700 વિઝા રદ, નોકરી ગુમાવવાના કારણે મુશ્કેલી વધી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/indian-students-crisis-us-visa-cancellations/feed/ 0