IndiGo flight incident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indigo-flight-incident/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 10:46:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png IndiGo flight incident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indigo-flight-incident/ 32 32 લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત https://www.gujaratinside.com/2025/09/14/lucknow-indigo-flight-aborted-runway-151-passengers-safe/ https://www.gujaratinside.com/2025/09/14/lucknow-indigo-flight-aborted-runway-151-passengers-safe/#respond Sun, 14 Sep 2025 10:46:53 +0000 https://www.gujaratinside.com/?p=19331 લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર રવિવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ દરમિયાન અચાનક રનવે પર અટકી ગઈ હતી. કેપ્ટનની સમયસૂચકતા અને તકેદારીને કારણે વિમાનમાં સવાર 151 યાત્રીઓનો જીવ બચી ગયો હતો. આ ફ્લાઈટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સવાર હતા. મીડિયા સૂત્રો અનુસાર,...

The post લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર રવિવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ દરમિયાન અચાનક રનવે પર અટકી ગઈ હતી.

કેપ્ટનની સમયસૂચકતા અને તકેદારીને કારણે વિમાનમાં સવાર 151 યાત્રીઓનો જીવ બચી ગયો હતો. આ ફ્લાઈટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સવાર હતા.

મીડિયા સૂત્રો અનુસાર, ફ્લાઈટ રનવે પરથી ટેકઑફ માટે દોડતી હતી પરંતુ જરૂરી થ્રસ્ટ ન મળતા તે હવામાં ઉડી શકી નહોતી. કેપ્ટને તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી વિમાનને રનવેના અંતિમ ભાગ પહેલા જ રોકી દીધું હતું.

ઘટનાથી યાત્રીઓમાં ભયનું માહોલ સર્જાયો હતો, જોકે તમામ યાત્રીઓ સુરક્ષિત રહ્યા હતા. બાદમાં તમામને બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

આવી જ ઘટના સુરતથી દુબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં પણ બની હતી. ઉડાન દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા વિમાનને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાત્કાલિક ઉતારવામાં આવ્યું હતું. આ વિમાનમાં 170થી વધુ યાત્રીઓ સવાર હતા.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઇમરજન્સી લેન્ડિંગ નહોતું પરંતુ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવાયેલ તકેદારીનો ભાગ હતો. ઈન્ડિગો એરલાઈન્સે તાત્કાલિક બીજું વિમાન ઉપલબ્ધ કરાવી મુસાફરોને સુરક્ષિત રીતે દુબઈ મોકલી દીધા હતા.

 

The post લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/lucknow-indigo-flight-aborted-runway-151-passengers-safe/feed/ 0
મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી https://www.gujaratinside.com/2025/08/16/indigo-aircraft-tail-strikes-runway-mumbai/ https://www.gujaratinside.com/2025/08/16/indigo-aircraft-tail-strikes-runway-mumbai/#respond Sat, 16 Aug 2025 15:23:28 +0000 https://www.gujaratinside.com/?p=16476 મુંબઈ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ, બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 1060, જે એરબસ A321 નિયો દ્વારા સંચાલિત હતી, સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી...

The post મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ, બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 1060, જે એરબસ A321 નિયો દ્વારા સંચાલિત હતી, સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી વખતે ઓછી ઊંચાઈએ ગો-અરાઉન્ડ કરતા તેના પાછળના ભાગે રનવેને સ્પર્શ કર્યો હતો.

પ્રારંભિક તપાસમાં મનાય છે કે આ ઘટના ખરાબ હવામાનના કારણે બની હતી. સદભાગ્યે, મુસાફરો કે ક્રૂ સભ્યોને કોઈ ઇજા થઈ નથી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનનું સુરક્ષિત રીતે ફરી લેન્ડિંગ કરાયું અને માનક પ્રક્રિયા મુજબ તેની તપાસ બાદ જ તેને ફરી ઉડાન ભરવાની મંજૂરી મળશે.

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, “ગ્રાહકો, ક્રૂ અને વિમાનની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ઘટનાથી થતી કોઈપણ અસરોને ઓછું કરવા માટે તમામ પગલાં લઈ રહ્યા છીએ.”

એક અધિકારીએ જણાવ્યું કે વિમાન હાલ ગ્રાઉન્ડેડ છે અને DGCA ને જાણ કરવામાં આવી છે, પરંતુ એરલાઇન કે ક્રૂએ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ને તરત માહિતી આપી ન હતી.

 

The post મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/indigo-aircraft-tail-strikes-runway-mumbai/feed/ 0