Indonesian ferry blaze Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indonesian-ferry-blaze/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 20 Jul 2025 16:20:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indonesian ferry blaze Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indonesian-ferry-blaze/ 32 32 ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા https://www.gujaratinside.com/2025/07/20/indonesia-km-barcelona-va-ferry-fire/ https://www.gujaratinside.com/2025/07/20/indonesia-km-barcelona-va-ferry-fire/#respond Sun, 20 Jul 2025 16:40:43 +0000 https://www.gujaratinside.com/?p=15010 ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી નજીક રવિવારે બપોરે એક ભયાનક મેરિટાઇમ દુર્ઘટના બની હતી, જ્યારે ‘KM Barcelona VA’ નામની ફેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે દરિયાની વચ્ચે જ જહાજમાં ફસાયેલા 280થી વધુ મુસાફરોને પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદવાનું પડ્યું જેમાં 5થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાનો સમય સ્થાનિક સમય...

The post ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી નજીક રવિવારે બપોરે એક ભયાનક મેરિટાઇમ દુર્ઘટના બની હતી, જ્યારે ‘KM Barcelona VA’ નામની ફેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે દરિયાની વચ્ચે જ જહાજમાં ફસાયેલા 280થી વધુ મુસાફરોને પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદવાનું પડ્યું જેમાં 5થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાનો સમય સ્થાનિક સમય પ્રમાણે બપોરે આશરે 1:30 વાગ્યેનો હોવાનું જણાવાયું છે.

વિડિયો ક્લિપ્સમાં નજરે પડે છે કે મુસાફરોમાં દહેશતનો માહોલ હતો. બાળકો અને મહિલાઓ સહિતના યાત્રીઓ જીવ બચાવવા માટે લાઈફ જેકેટ પહેરીને પાણીમાં કૂદતા જોવા મળ્યા હતા. ક્રૂ મેમ્બર્સ દ્વારા મુસાફરોને life jacket પહેરવામાં સહાય કરવામાં આવી રહી હતી. આગની તીવ્રતા એટલી હતી કે થોડી જ વારમાં આખું જહાજ રાખમાં ફેરવાઈ ગયું હતું.

18 મુસાફરો ઘાયલ, કેટલીક વ્યક્તિઓ ગુમ

સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 મુસાફરો ઘાયલ થયા હોવાનું નિર્ધારિત થયું છે. તેમજ કેટલાક લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માત પછીના દ્રશ્યોમાં ફેરીનું ઉપરનું માળખું સંપૂર્ણપણે બળી ગયું હોવાનું જોઈ શકાય છે.

રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ

દરિયાઈ દુર્ઘટના બાદ KM Barcelona III, KM Venecian, અને KM Cantika Lestari 9F સહિતના મોટા જહાજોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક માછીમારોએ પણ પોતાની નાની બોટ સાથે બચાવ કામગીરીમાં સહભાગીતા આપી. બચાવ પામેલા એક મુસાફરે કહ્યુ કે, “આગ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો હતો, એ સંઘર્ષ ક્યારેય ભૂલાઈ શકશે નહીં.”

આ દુર્ઘટનાના કેટલાક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં લોકોના રોકકળ અને ડરેલા અવાજ અને જીવ બચાવવાના પ્રયાસો જોવા મળે છે.

The post ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/20/indonesia-km-barcelona-va-ferry-fire/feed/ 0