international relations news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/international-relations-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 31 Aug 2025 11:20:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png international relations news Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/international-relations-news/ 32 32 પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/#respond Sun, 31 Aug 2025 11:20:11 +0000 https://www.gujaratinside.com/?p=17885 ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ...

The post પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ જિનપિંગ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે જોડાણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન હરીફ નથી, પરંતુ વિકાસના ભાગીદાર છે અને મતભેદોને વિવાદોમાં ફેરવવા ન જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને 2026માં ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.

વિવિધ ચર્ચાઓમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળના મહત્વ પર ભાર મૂક્યો અને બંને વડાઓએ સરહદ મદ્દે યોગ્ય, નિષ્પક્ષ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગયા વર્ષે સૈનિકોની સફળ વાપસી બાદ સરહદ પર શાંતિ જાળવી રાખવામાં સંતોષ વ્યક્ત કર્યો.

જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે “મિત્ર બનવું બંને દેશો માટે યોગ્ય વિકલ્પ છે. એલિફન્ટ અને ડ્રેગન સાથે મળીને કામ કરે અને બંને લોકોની સુખાકારી, વિકાસશીલ દેશોની એકતા અને માનવ સમાજની પ્રગતિને વેગ આપે.” તેમણે જણાવ્યું કે બંને દેશોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે સંબંધો બાંધવા જોઈએ.

ચીનની શિન્હુઆ એજન્સીના અહેવાલ મુજબ, જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે ભારત અને ચીન હરીફ નથી પરંતુ સહયોગી ભાગીદાર છે. અમેરિકાની એકપક્ષીય નીતિઓ ટીકાજનક છે અને બંને દેશોને બહુપક્ષીયતા જાળવવા, એશિયા અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા કામ કરવું જોઈએ.

લગભગ દસ મહિનામાં પીએમ મોદી- જિનપિંગ ની આ બીજી મુલાકાત છે. અમેરિકાની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં પડેલી તિરાડને ધ્યાનમાં લેતા ચીન સાથે વેપાર સંબંધો સુધારવા પર ભાર મુકાયો. જિનપિંગે જણાવ્યું કે વિશ્વ હાલ સદીમાં એકવાર આવતા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, અને ભારત-ચીન જેવી પ્રાચીન અને મોટી વસ્તી ધરાવતી રાષ્ટ્રો આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.

 

The post પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/feed/ 0
ચીનના તિયાનજિનમાં પહોંચ્યા PM મોદી, SCO સમિટમાં શી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત https://www.gujaratinside.com/2025/08/30/pm-modi-arrives-tianjin-sco-summit-2025/ https://www.gujaratinside.com/2025/08/30/pm-modi-arrives-tianjin-sco-summit-2025/#respond Sat, 30 Aug 2025 12:00:15 +0000 https://www.gujaratinside.com/?p=17781 વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. તિયાનજિન એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચીનના તિયાનજિનમાં પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચારવિમર્શ કરવા અને વિવિધ વિશ્વ...

The post ચીનના તિયાનજિનમાં પહોંચ્યા PM મોદી, SCO સમિટમાં શી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. તિયાનજિન એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું.

મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચીનના તિયાનજિનમાં પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચારવિમર્શ કરવા અને વિવિધ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરવા ઉત્સુક છું.”

આ સમિટમાં ભાગ લેતા મુખ્ય નેતાઓમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર, તૂર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમનો સમાવેશ થાય છે. યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને અન્ય નવ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો પણ હાજરી આપશે.

ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે અગાઉ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની આ મુલાકાત માત્ર SCO સમિટ માટે જ નહીં, પરંતુ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ચીન સરકારે આ મુલાકાતને સફળ બનાવવા માટે ખાસ તૈયારી કરી છે.

 

The post ચીનના તિયાનજિનમાં પહોંચ્યા PM મોદી, SCO સમિટમાં શી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/pm-modi-arrives-tianjin-sco-summit-2025/feed/ 0