International Relations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/international-relations/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 04:50:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png International Relations Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/international-relations/ 32 32 બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી: “ઈતિહાસમાંથી શીખો, અમારી જમીન અખંડ છે” https://www.gujaratinside.com/2025/09/22/taliban-warning-to-trump-over-bagram-airbase/ https://www.gujaratinside.com/2025/09/22/taliban-warning-to-trump-over-bagram-airbase/#respond Mon, 22 Sep 2025 15:40:01 +0000 https://www.gujaratinside.com/?p=19891 અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બગરામ એરબેઝ સંબંધિત નિવેદન બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કડક પ્રતિસાદ આપ્યો છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ પરત નહીં કરે તો તેનો ગંભીર પરિણામ ભોગવવો પડશે. આ નિવેદન બાદ તાલિબાને અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું છે કે અફઘાનિસ્તાનના આંતરિક મામલાઓમાં કોઈ...

The post બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી: “ઈતિહાસમાંથી શીખો, અમારી જમીન અખંડ છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બગરામ એરબેઝ સંબંધિત નિવેદન બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કડક પ્રતિસાદ આપ્યો છે.

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ પરત નહીં કરે તો તેનો ગંભીર પરિણામ ભોગવવો પડશે.

આ નિવેદન બાદ તાલિબાને અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું છે કે અફઘાનિસ્તાનના આંતરિક મામલાઓમાં કોઈ પ્રકારનું હસ્તક્ષેપ સ્વીકાર્ય નહીં હોય.

તાલિબાનના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અફઘાનિસ્તાનની વિદેશ નીતિ સંતુલિત છે અને દેશ તમામ દેશો સાથે રચનાત્મક સંબંધો ઇચ્છે છે, પરંતુ કોઈને પોતાની જમીનમાંથી એક ઇંચ પણ આપવામાં નહીં આવે.

તાલિબાને ટ્રમ્પને સલાહ આપતાં કહ્યું કે તેમને અફઘાનિસ્તાનનો જૂનો ઈતિહાસ જોવો જોઈએ અને ત્યાંથી શીખવું જોઈએ.

અફઘાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ પણ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી હતી અને દોહા કરારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ કરાર હેઠળ અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજકીય સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાનો સન્માન કરવાનો વાયદો કર્યો હતો.

તાલિબાનના મતે, જો અમેરિકા ખાણકામ, કૃષિ અને વેપાર જેવા ક્ષેત્રોમાં સહકાર ઈચ્છે છે તો તેમનું સ્વાગત છે, પરંતુ જો તેઓ સૈનિક કબજો કે પ્રભાવ વધારવાની કોશિશ કરશે તો તે સ્વીકાર્ય નહીં હોય.

ટ્રમ્પે અગાઉ નિવેદન આપ્યું હતું કે અમેરિકા ચીન પર નજર રાખવા માટે કાબુલ નજીકના આ મહત્વપૂર્ણ એરબેઝને ફરીથી કબજે કરવાની યોજના બનાવી રહ્યું છે.

તાલિબાનના કડક પ્રતિભાવ પછી અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરીથી તણાવ ઊભો થવાની શક્યતા છે.

 

The post બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી: “ઈતિહાસમાંથી શીખો, અમારી જમીન અખંડ છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/taliban-warning-to-trump-over-bagram-airbase/feed/ 0
PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, GSTના નવા દર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના https://www.gujaratinside.com/2025/09/21/pm-narendra-modi-address-gst-h1b-usa-relations/ https://www.gujaratinside.com/2025/09/21/pm-narendra-modi-address-gst-h1b-usa-relations/#respond Sun, 21 Sep 2025 08:00:28 +0000 https://www.gujaratinside.com/?p=19768 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધિત કરશે. અનુમાન છે કે તેઓ GSTના નવા દર અંગે વિગતવાર માહિતી આપી શકે છે. આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા GST દરો લાગુ થવાના છે. સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર...

The post PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, GSTના નવા દર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 21 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધિત કરશે. અનુમાન છે કે તેઓ GSTના નવા દર અંગે વિગતવાર માહિતી આપી શકે છે.

આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવા GST દરો લાગુ થવાના છે. સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ પર GSTના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર 0 ટકા GST લાગુ કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન આ સંબોધનમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. ખાસ કરીને અમેરિકા-ભારત સંબંધો, નવા H-1B વિઝા નિયમો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા 50 ટકા ટેરિફ અંગે તેઓ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે છે.

તાજેતરમાં 15મી ઓગસ્ટે પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી. આજે ફરીથી દેશને સંબોધિત કરતી વખતે તેમના સંદેશ પર સમગ્ર દેશની નજર છે અને આશા છે કે કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.

 

The post PM નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, GSTના નવા દર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/pm-narendra-modi-address-gst-h1b-usa-relations/feed/ 0
પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-italy-pm-meloni-talks/ https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-italy-pm-meloni-talks/#respond Wed, 10 Sep 2025 13:26:13 +0000 https://www.gujaratinside.com/?p=19037 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી...

The post પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી.

દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ.

વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી પરિણામો અંગે ચિંતાને વ્યક્ત કરી અને તાત્કાલિક શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વૈશ્વિક સ્તરે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

જોર્જિયા મેલોનીએ પણ આ મુદ્દે સહમતિ દર્શાવી અને બંને દેશો ભવિષ્યમાં શાંતિ અને સ્થિરતા માટે મળીને કાર્ય કરશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી.

 

The post પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/pm-modi-italy-pm-meloni-talks/feed/ 0
ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/ https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/#respond Wed, 10 Sep 2025 03:09:11 +0000 https://www.gujaratinside.com/?p=18962 અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં...

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા આતુર છે.

ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખુશી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા અંગે મંત્રણા ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ ચર્ચા બંને મહાન દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ અને સફળ નિષ્કર્ષ સુધી પહોંચશે.”

ટ્રમ્પની આ પોસ્ટને તરત જ પ્રતિસાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય જાહેર કર્યા. મોદીએ કહ્યું કે, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. વેપાર અવરોધોને દૂર કરવા અંગેની ચાલી રહેલી ચર્ચા બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે. મને વિશ્વાસ છે કે બંને દેશોની ટીમો જલદીથી જલદી ચર્ચા પૂર્ણ કરશે અને તે આપણા લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરશે. હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા આતુર છું.”

આ પોસ્ટ્સ બાદ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને ચાલી રહેલા મતભેદો હવે હળવા થઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આવનારા સમયમાં બંને દેશો વેપાર અવરોધોને દૂર કરવામાં સફળ થશે તો તે દ્વિપક્ષીય વેપારમાં ભારે વૃદ્ધિ લાવી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેકનોલોજી, રક્ષા, કૃષિ અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના અગત્યના ભાગીદાર રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેરિફ અને નીતિ સંબંધિત મુદ્દાઓને કારણે તણાવ સર્જાયો હતો. હવે ટ્રમ્પના તાજેતરના નિવેદન અને મોદીના સકારાત્મક પ્રતિસાદને કારણે બંને દેશોની વચ્ચે વિશ્વાસ અને સહકારની નવી શરૂઆત થઈ શકે છે.

The post ટ્રમ્પનો યુ-ટર્ન: ભારત સાથે વેપાર અવરોધો દૂર કરવા ઉત્સુક, PM મોદીએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/trump-modi-trade-talks-india-us-relations/feed/ 0
ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-thanks-trump-us-india-relations/ https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-thanks-trump-us-india-relations/#respond Sat, 06 Sep 2025 10:35:34 +0000 https://www.gujaratinside.com/?p=18566 નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા. મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ...

The post ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા.

મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ અને ભારત-અમેરિકા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ. બંને દેશો વચ્ચે એક સકારાત્મક, દૂરદર્શી અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.”

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ઓવલ ઓફિસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો અત્યંત ખાસ છે. તેમણે કહ્યું હતું કે, “હાલના તણાવ છતાં મોદી અને હું હંમેશાં મિત્રો રહીશું. તે એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને નથી ગમતું. છતાં ભારત-અમેરિકા સંબંધો અંગે ચિંતાની કોઈ જરૂર નથી.”

 

The post ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/pm-modi-thanks-trump-us-india-relations/feed/ 0
ટ્રમ્પની યુરોપને સલાહ: રશિયાથી ક્રૂડ ખરીદી બંધ કરો, ચીન પર દબાણ વધારવું જરૂરી https://www.gujaratinside.com/2025/09/05/trump-advises-europe-stop-russian-crude/ https://www.gujaratinside.com/2025/09/05/trump-advises-europe-stop-russian-crude/#respond Fri, 05 Sep 2025 13:50:40 +0000 https://www.gujaratinside.com/?p=18512 યુરોપમાં યોજાયેલી મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી તરત બંધ કરવાની સલાહ આપી. ટ્રમ્પે જણાવ્યું કે, જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો છે તો રશિયાની ક્રૂડ વિક્રય પર પ્રતિબંધ મુકવો જરૂરી છે અને ચીન પર પણ આર્થિક દબાણ વધારવું જોઈએ, કારણ કે ચીન યુક્રેન યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી...

The post ટ્રમ્પની યુરોપને સલાહ: રશિયાથી ક્રૂડ ખરીદી બંધ કરો, ચીન પર દબાણ વધારવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુરોપમાં યોજાયેલી મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી તરત બંધ કરવાની સલાહ આપી. ટ્રમ્પે જણાવ્યું કે, જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો છે તો રશિયાની ક્રૂડ વિક્રય પર પ્રતિબંધ મુકવો જરૂરી છે અને ચીન પર પણ આર્થિક દબાણ વધારવું જોઈએ, કારણ કે ચીન યુક્રેન યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી રહ્યું છે.

ટ્રમ્પે ભારતનું ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તેમણે પહેલેથી જ ભારત પર રશિયન ક્રૂડ ખરીદવા માટે 50% ટેરિફ લગાવી છે. આ પગલાં દ્વારા રશિયામાં આવતા ફંડને રોકવાની કોશિશ કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે યુરોપિયન દેશોએ પણ ચીન અને રશિયા બંને પર દબાણ લાવવું જરૂરી છે, કારણ કે એક વર્ષમાં માત્ર રશિયાએ ક્રૂડ વેચાણથી 1.1 અબજ યુરો કમાયા છે.

બેઠક દરમિયાન યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના વડાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક ‘કોએલિશન ઑફ ધ વિલિંગ’ અંતર્ગત યોજાઇ હતી, જે યુક્રેનમાં સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવા માટે સક્રિય જૂથ દ્વારા આયોજિત હતી. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ જાહેરાત કરી કે, જો યુદ્ધવિરામ થાય તો 26 પશ્ચિમી દેશ યુક્રેનમાં શાંતિ સંરક્ષણ દળ તૈનાત કરશે.

ટ્રમ્પની આ નીતિની અમેરિકન નીચલી કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી છે. કોર્ટે ટેરિફને ગેરલાયક ઠેરવ્યો છે, જેને ટ્રમ્પ વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટે પડકાર્યો છે. વહીવટીતંત્રની 251 પાનાની અપીલમાં દલીલ કરવામાં આવી છે કે આ પગલાં રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે ‘જાહેર રાષ્ટ્રીય કટોકટી’ના ભાગરૂપે લેવામાં આવ્યા છે.

 

The post ટ્રમ્પની યુરોપને સલાહ: રશિયાથી ક્રૂડ ખરીદી બંધ કરો, ચીન પર દબાણ વધારવું જરૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/trump-advises-europe-stop-russian-crude/feed/ 0
ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત https://www.gujaratinside.com/2025/09/05/trump-india-russia-china-sco/ https://www.gujaratinside.com/2025/09/05/trump-india-russia-china-sco/#respond Fri, 05 Sep 2025 11:30:00 +0000 https://www.gujaratinside.com/?p=18483 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી...

The post ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી પડી રહી હોવાનું સંકેત મળ્યો છે.

ત્રણેય દેશોના વડાઓ તિઆનજિન, ચીનમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં એકત્રિત થયા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજર રહ્યા. સંમેલનમાં તેમણે ટ્રમ્પની ટેરિફ નીતિની કડક ટીકા કરી અને એશિયાના આત્રિક અને વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

SCO સમિટ પછી ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા, ભારતીય-રશિયન સંબંધોમાં થોડી નબળી સ્થિતિ દેખાઈ રહી છે અને ચીનની અસર વધતી જાય તે અંગે ચિંતિત છે. આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ત્રિપુટી દેશોની એકતા અને અમેરિકા-એશિયા સંબંધો પર નવી ચર્ચાઓ શરૂ કરી શકે છે.

 

 

 

 

 

The post ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/trump-india-russia-china-sco/feed/ 0
પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/ https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/#respond Thu, 04 Sep 2025 13:28:50 +0000 https://www.gujaratinside.com/?p=18366 યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત...

The post પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત તે સમયે જ થશે જ્યારે ચોક્કસ પરિણામ મળશે.”

પુતિન એ યુક્રેન સાથે સમાધાન અંગે વાત કરવા છતાં પોતાની મૌલિક માંગણીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં યુક્રેન દ્વારા નાટો જોડાવાની ઈચ્છા છોડવી અને રશિયન ભાષીઓ પ્રત્યે ભેદભાવ બંધ કરવો આવરી લેવાયેલ છે. પુતિન એ હૂંકાર ભર્યો કે જો વાતચીત ન થઈ, તો યુદ્ધ પૂર્ણ કરવા માટે મોસ્કો જરૂરી સૈન્ય પગલાં લઈ શકે છે.

જોકે, કીવ (યુક્રેન) મોસ્કોને મંત્રણા સ્થળ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આ વિચારને અસ્વીકાર્ય ગણાવ્યો છે. આ દરમિયાન, ઝેલેન્સ્કી વોશિંગ્ટન અને યુરોપીયન દેશોને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી રહ્યા છે. ટ્રમ્પે નેતાઓને મળીને રાજદ્વારી પ્રયાસો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, સાથે ચેતવણી આપી છે કે નિષ્ફળતા થાય તો રશિયા પર વધારાના પ્રતિબંધો લાગુ થઈ શકે છે.

પુતિન એ સ્પષ્ટ કર્યું કે રશિયા યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવું પસંદ કરશે, પરંતુ પોતાના દાવાઓ, જેમાં ચાર યુક્રેનિયન પ્રદેશો પર કબજો પણ સમાવિષ્ટ છે, છોડશે નહીં. તેઓએ જણાવ્યું કે આ વિસ્તારો પર કીવ અને પશ્ચિમ દેશો ગેરકાયદેસર રીતે દાવો કરે છે.

 

The post પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/feed/ 0
‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/ https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/#respond Mon, 01 Sep 2025 12:45:43 +0000 https://www.gujaratinside.com/?p=17994 ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા...

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.

પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા બંને દેશોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કોઈ પણ દબાણ હેઠળ ભારત ક્યારેય પોતાના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને તોડશે નહીં.

વડાપ્રધાન મોદીએ પુતિનના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ભારત-રશિયાના સંબંધો ખરાબ સમયમાં પણ મજબૂત રહ્યા છે. તેમણે પુતિનને ડિસેમ્બરમાં ભારતની યાત્રા માટે આવકાર આપ્યો અને જણાવ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે.

સાંકેતિક રીતે, બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને શાંતિ પ્રયાસો પર ચર્ચા કરી, જેમાં વડાપ્રધાન મોદીએ ભારત શાંતિ માટે તમામ પગલાં સાથે છે તે સ્પષ્ટ કર્યું. બેઠક દરમિયાન અનૌપચારિક વાતચીત અને સ્મિતના પળો બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાબિતી રહ્યા. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેનો યુક્રેન યુદ્ધમાં ઉપયોગ અંગેનો મુદ્દો છે.

 

The post ‘ભારત-રશિયા સંબંધ રાજકારણ નહીં, વિશ્વાસ પર આધારિત છે’: PM મોદી સાથે પુતિનની બેઠકમાં મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/pm-modi-putin-india-russia-trust-based-relationship/feed/ 0
અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/ https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/#respond Sun, 31 Aug 2025 15:20:31 +0000 https://www.gujaratinside.com/?p=17928 ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા...

The post અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત સરકારએ અમેરિકામાં મોકલાતી તમામ પોસ્ટલ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલું તે પછી આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાગુ કર્યો છે. ટ્રમ્પે ભારત દ્વારા રશિયાથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી અને તેમાંથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વપરાતા હોવાના કારણે કુલ 50 ટકા ટેરિફ ઝીંકેલો છે.

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયે જાહેર કર્યું છે કે ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્રો, દસ્તાવેજો અને ગિફ્ટ આઇટમ્સ સહિત તમામ કેટેગરીની પોસ્ટલ બુકિંગ સંપૂર્ણ સસ્પેન્ડ કરી દીધી છે. વિભાગ અનુસાર એરલાઈન્સ મારફતે અમેરિકા સુધી સામગ્રી પહોંચાડવામાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. ઉપરાંત, અમેરિકાના નવા નિયમો અને નિયામક તંત્રના અભાવને કારણે આ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે અગાઉ 22 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે 100 અમેરિકન ડોલર સુધીના મૂલ્યની વસ્તુઓ સિવાયની તમામ ટપાલ સેવાઓ 25 ઓગસ્ટથી અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવશે. જોકે, હવે તમામ કેટેગરીની પોસ્ટલ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રયાસ થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા સરકારે 30 જુલાઈએ એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં 800 ડોલર સુધીની આયાતી વસ્તુઓ પર આપવામાં આવતી ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ નવો નિયમ 29 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. હવે અમેરિકામાં આવતી તમામ આયાતી વસ્તુઓ પર ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમી પાવર એક્ટ (IEEPA) હેઠળ કસ્ટમ્સ ડ્યુટી લાગુ થશે. જોકે, 100 ડૉલર સુધીની વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

The post અમેરિકામાં તમામ પોસ્ટલ સેવા બંધ: ભારત સરકારે ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય લીધો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/india-suspends-postal-services-to-usa-due-to-tariff-issue/feed/ 0