international trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/international-trade/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 14:10:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png international trade Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/international-trade/ 32 32 ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો: વિદેશ મંત્રાલયનું સકારાત્મક નિવેદન, વેપાર કરાર નજીક https://www.gujaratinside.com/2025/09/19/india-us-trade-deal-update/ https://www.gujaratinside.com/2025/09/19/india-us-trade-deal-update/#respond Fri, 19 Sep 2025 14:10:52 +0000 https://www.gujaratinside.com/?p=19636 નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે અને વાણિજ્ય મંત્રાલયમાં યોજાયેલા બેઠકમાં બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં ટીમે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ વાણિજ્ય મંત્રાલયમાં બેઠક યોજી અને બંને દેશોના...

The post ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો: વિદેશ મંત્રાલયનું સકારાત્મક નિવેદન, વેપાર કરાર નજીક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે અને વાણિજ્ય મંત્રાલયમાં યોજાયેલા બેઠકમાં બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં ટીમે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ વાણિજ્ય મંત્રાલયમાં બેઠક યોજી અને બંને દેશોના વ્યાપાર કરારને આગળ વધારવા વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.

જસ્વાલે જણાવ્યું કે આ ચર્ચાઓ સકારાત્મક અને ભવિષ્યલક્ષી રહી, જેમાં બંને પક્ષોએ પરસ્પર લાભદાયી વેપાર કરારને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં કોઇ નિષ્કર્ષની અપેક્ષા છે.

સાથે જ, રણધીર જયસ્વાલે સાઉદી અરબ સાથે ભારતના મજબૂત અને વ્યાપક સ્ટ્રેટજિક સંબંધો પર પણ ભાર મૂક્યો. તેમણે આશા વ્યક્ત કરી કે સ્ટ્રેટજિક ભાગીદારીમાં પરસ્પર હિતો અને સંવેદનશીલતાઓનું ધ્યાન રાખવામાં આવશે.

તેમણે ચાબહાર બંદર માટે યુએસ દ્વારા પ્રતિબંધ મુક્તિ સંબંધિત પ્રેસ નિવેદન અંગે જણાવ્યું કે હાલમાં તેની અસરની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ, અમેરિકામાં ભારતીય એન્જિનિયર પર થયેલા ગોળીબારની ઘટના અંગે વિદેશ મંત્રાલય પીડિત પરિવાર સાથે સંપર્કમાં છે.

The post ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો: વિદેશ મંત્રાલયનું સકારાત્મક નિવેદન, વેપાર કરાર નજીક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/india-us-trade-deal-update/feed/ 0
ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/ https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/#respond Wed, 27 Aug 2025 10:13:38 +0000 https://www.gujaratinside.com/?p=17465 ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત...

The post ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત મુલાકાતને વધુ મહત્વ મળશે.

શૃંગલાએ જણાવ્યું કે, “ભારત અને અમેરિકા પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં સંતોષકારક અને પરસ્પર લાભદાયક એફટીએને અંતિમ સ્વરૂપ આપશે. આ પગલું દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપશે.”

ત્યારે બીજી તરફ, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25% વધારાનો ટેરિફ લાગુ કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) મુજબ, આ પગલાની અસર ભારતની અમેરિકા જતી $60.2 બિલિયનની નિકાસ પર પડશે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરી, શ્રિમ્પ, કાર્પેટ્સ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત ક્ષેત્રો પર ગંભીર અસર થવાની શક્યતા છે, જેના કારણે નિકાસમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે અને લાખો કામદારોની રોજગારી જોખમમાં પડશે.

શૃંગલાએ જણાવ્યું કે ભારત આ પડકારનો સામનો કરવા વિકલ્પો શોધી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આથી ભારત પોતાના નિકાસને વૈકલ્પિક બજારો તરફ મોડી શકે છે.

ભારત-અમેરિકા સંબંધો અંગે શૃંગલાએ કહ્યું, “આ સંબંધ બહુઆયામી છે અને સામાન્ય મૂલ્યો તથા સિદ્ધાંતોની તાકાત તેને કોઈપણ ઉતાર-ચઢાવમાંથી બહાર કાઢશે.” તેમણે અમેરિકામાં ભારતના નવા એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરની નિમણૂકને પણ સકારાત્મક પગલું ગણાવ્યું.

 

The post ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/feed/ 0
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/ https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/#respond Sat, 16 Aug 2025 15:49:03 +0000 https://www.gujaratinside.com/?p=16479 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વેપારમાં 20%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રોકાણ અને સહકારની શક્યતાઓ ઘણી મોટી છે.

અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ટ્રમ્પ અન્ય દેશો પર રશિયા સાથે વેપાર ન કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે તેઓ પોતે કેમ વેપાર કરી રહ્યા છે? હકીકત એ છે કે અમેરિકા રશિયા પર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ માટે નિર્ભર છે. જો અમેરિકા રશિયા સાથે વેપાર બંધ કરે, તો તેની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થશે.

અમેરિકા રશિયાથી આયાત કરતી મુખ્ય વસ્તુઓ

  • ખાતર (Fertilizers): યુએસ સેન્સસ બ્યુરોના આંકડા મુજબ, અમેરિકાએ આ વર્ષે $927 મિલિયનના મૂલ્યના ખાતરની આયાત કરી છે. તેમાં યુરિયા, યુએએન (યુરિયા એમોનિયમ નાઈટ્રેટ) અને પોટેશિયમ ક્લોરાઇડ જેવા રસાયણિક ખાતરોનો સમાવેશ થાય છે.

  • પેલેડિયમ (Palladium): આ ધાતુ ઇલેક્ટ્રોનિક્સ અને કારના કેટાલિટિક કન્વર્ટરમાં ઉપયોગ થાય છે. 2024 માં $878 મિલિયન અને 2025 માં $594 મિલિયનની આયાત થઈ છે.

  • યુરેનિયમ અને પ્લુટોનિયમ: અમેરિકા રશિયાથી પરમાણુ ઉર્જા માટેના આ ઘટકોની આયાત કરે છે, જેની કિંમત $755 મિલિયન જેટલી છે.

આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપારિક સંબંધો જાળવી રાખવા મજબૂર છે, કારણ કે આ વસ્તુઓનો અભાવ અમેરિકન અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/feed/ 0
ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/ https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/#respond Sat, 16 Aug 2025 04:28:15 +0000 https://www.gujaratinside.com/?p=16412 ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા...

The post ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં લગભગ ત્રણ કલાક ચાલીેલી બેઠકમાંથી ભલે કોઈ અંતિમ નિર્ણય ન આવ્યો હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકન ક્રૂડ, જેને WTI તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવ 1.80 ટકા ઘટીને $62.80 પ્રતિ બેરલ પર બંધ થયા. ઓગસ્ટ મહિનામાં અમેરિકન ક્રૂડના ભાવમાં કુલ 9.32 ટકા એટલે કે $6.46 પ્રતિ બેરલ ઘટાડો નોંધાયો છે.

ગલ્ફ દેશોના ક્રૂડ ઓઈલના ભાવમાં પણ દોઢ ટકાનો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.48 ટકા ઘટીને $65.85 પ્રતિ બેરલ થયા છે. ઓગસ્ટ મહિનામાં બ્રેન્ટ ક્રૂડમાં 9.21 ટકા એટલે કે $6.68 પ્રતિ બેરલ ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો ભારત માટે ખૂબ જ સકારાત્મક છે, કારણ કે ભારત ગલ્ફ દેશોમાંથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે.

બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર કોઈ સહમતિ ન આવી, પરંતુ પુતિને ટ્રમ્પને મોસ્કોમાં આગામી બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આથી એવું જણાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની સંભાવના હજી યથાવત છે. તેલના ભાવમાં આવેલા ઘટાડા એનો સંકેત આપે છે કે તણાવ પૂરેપૂરો નથી પરંતુ વાતચીતના દરવાજા ખુલ્લા છે.

આ બેઠક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે જો યુદ્ધવિરામ અંગે કોઈ સકારાત્મક પરિણામ મળ્યું હોત, તો રશિયન તેલ આયાત પર લાદવામાં આવેલા 25 ટકા વધારાના અમેરિકન ટેરિફ દૂર થવાની શક્યતા હતી. હાલ, આ ટેરિફ 28 ઓગસ્ટથી અમલમાં આવશે. જોકે અમેરિકા અને ભારત વચ્ચે ચર્ચા ચાલુ છે અને શક્ય છે કે અમલ પહેલા રાહત મળી શકે.

આ દરમિયાન, એક અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ભારતની રશિયન તેલ આયાતમાં વધારો થયો છે. કેપ્લરના ડેટા મુજબ, ભારત ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 2 મિલિયન બેરલ રશિયન ક્રૂડ આયાત કરી રહ્યું છે, જે જુલાઈમાં 1.6 મિલિયન બેરલ હતું. આ વૃદ્ધિ ઇરાક અને સાઉદી અરેબિયાથી આયાતમાં ઘટાડા કારણે થઈ છે.

 

The post ટ્રમ્પ-પુતિન બેઠક બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, 100 દેશોને મોટી રાહત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-putin-meeting-crude-oil-price-drop-global-relief/feed/ 0